બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / મનોરંજન / tiger 3 advance booking of salman khan film will start on 5th november 2023 movie will release on diwali

મનોરંજન / સલમાનની ફિલ્મ Tiger 3ને લઇ ફેન્સ ભારે ઉત્સાહિત, આ તારીખથી ઓપન થશે એડવાન્સ બુકિંગ, ફટાફટ નોટ કરી લો

Manisha Jogi

Last Updated: 11:09 AM, 27 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફેન્સ આતુરતાથી અભિનેતા સલમાન ખાન અને કેટરિના કેફની ફિલ્મ ‘ટાઈગર 3’ રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ ‘ટાઈગર 3’ના એડવાન્સ બુકિંગની તારીખ જાહેર કરવામાં આવી છે.

  • ફેન્સ આતુરતાથી ‘ટાઈગર 3’ રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે
  • આ તારીખથી શરૂ થશે ફિલ્મ ‘ટાઈગર 3’નું એડવાન્સ બુકિંગ
  • ટાઈગર અને ઝોયાના રોલમાં કમબેક કરશે એક્ટર

ફેન્સ આતુરતાથી અભિનેતા સલમાન ખાન અને કેટરિના કેફની ફિલ્મ ‘ટાઈગર 3’ રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે. સલમાન ખાન ટાઈગરના રોલમાં અને કેટરિના કેફ ઝોયાના રોલમાં કમબેક કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેના પર ફેન્સનો જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. ફિલ્મ ‘ટાઈગર 3’ના એડવાન્સ બુકિંગની તારીખ જાહેર કરવામાં આવી છે. 

ફિલ્મ ‘ટાઈગર 3’ના એડવાન્સ બુકિંગની તારીખ
બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ‘ટાઈગર 3’ની રિલીઝ ડેટ નજીક આવી રહી છે. ફેન્સ ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે, આ ફિલ્મની ટિકીટનું એડવાન્સ બુકિંગ ક્યારથી શરૂ થશે. મીડિયા રિપોર્ટ અનુસાર 5 નવેમ્બર 2023થી આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ રહ્યું છે. 

ફિલ્મ ‘ટાઈગર 3’ની સાથે ફિલ્મ ‘ડંકી’નું પહેલું ટીઝર અટેચ હશે
મીડિયા રિપોર્ટ અનુસાર શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ ‘ડંકી’નું પહેલું ટીઝર ફિલ્મ ‘ટાઈગર 3’ની સાથે અટેચ હશે. ફિલ્મ ‘ટાઈગર 3’ પછી શાહરૂખ ખાનની ફિલ્મ ‘ડંકી’ આગામી સૌથી મોટી ઈન્ડિયન ફીચર ફિલ્મ હશે. ફિલ્મ ‘ટાઈગર 3’ની સાથે વિશ્વભરમાં ફિલ્મ ‘ડંકી’નું ટીઝર મોટા પડદા પર રિલીઝ કરવામાં આવશે. 

ફિલ્મ ‘ટાઈગર 3’: સ્પાઈ યૂનિવર્સ
મનીષ શર્માએ ફિલ્મ ‘ટાઈગર 3’નું ડાયરેક્શન કર્યું છે અને યશરાજ ફિલ્મ્સે પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મ ‘ટાઈગર 3’માં સલમાન ખાન, કેટરિના કેફ અને ઈમરાન હાશ્મી લીડ રોલ ભજવી રહ્યા છે. આ ફિલ્મ સ્પાઈ યૂનિવર્સનો એક હિસ્સો છે. ફિલ્મ ‘ટાઈગર 3’માં રૉ એજન્ટ અવિનાશ સિંહ રાઠોડને ટાઈગરના નામથી ઓળખવામાં આવે છે. જેના પર દેશદ્રોહીનો આરોપ લગાવવામાં આવ્યો છે. દેશદ્રોહીનો આરોપ દૂર કરવા માટે તે એક ઘાતક મિશન માટે તૈયાર થાય છે. ફિલ્મ ‘ટાઈગર 3’ 12 નવેમ્બરના રોજ બોક્સઓફિસ પર રિલીઝ થશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ