Thousands of farmers reach Mumbai to protest farm laws
વિરોધ પ્રદર્શન /
દિલ્હી બાદ હવે મહારાષ્ટ્રમાં આજે થશે એવું કે મોદી સરકારનું વધશે ટેન્શન
Team VTV12:56 PM, 25 Jan 21
| Updated: 12:59 PM, 25 Jan 21
કૃષિ કાયદાની સામે દિલ્હીની સરહદ પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતના આંદોલનની આગ હવે દેશભરમાં ફેલાયેલી જોવા મળી રહી છે. જેમાં હવે મહારાષ્ટ્રના મુંબઇમાં ખેડૂતો હજારોની સંખ્યામાં ભેગા થયા છે.
દિલ્લીના ખેડૂતોને સમર્થન આપવા માટે મુંબઈમાં ખેડૂતોનું સંમેલન
નાસિકથી પગપાળા ચાલીને હજારો ખેડૂતો પહોંચ્યા મુંબઈ
ખેડૂત આંદોલનમાં ઉતર્યા શરદ પવાર અને આદિત્ય ઠાકરે
મહારાષ્ટ્રના ખેડૂતો હવે ખુલીને તેના વિરોધમાં આવી ગયા છે અને આજે મુંબઇના આઝાદ મેદાનમાં મોટી રેલી યોજાઇ રહી છે. જેની સૌથી મોટી ખાસ વાત એ છે કે આ રેલીને શિવસેના, કોંગ્રેસ અને NCPનું સમર્થન મળી રહ્યું છે. NCP નેતા શરદ પવાર અને શિવસેના નેતા આદિત્ય ઠાકરે આ રેલીને સંબોધન કરશે.
ખરેખર કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાની સામે આજે સોમવારે મુંબઇના આઝાદ મેદાનમાં એક ખેડૂત રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં સામેલ થવા મહારાષ્ટ્રમાંથી અલગ-અલગ જગ્યાએથી હજારોની સંખ્યામાં ખેડૂત મુંબઇ પહોંચ્યા છે. ખેડૂતોની આ રેલીને શિવસેના, NCP, કોંગ્રેસની સાથે લેફ્ટ પાર્ટી અને આમ આદમી પાર્ટીએ પણ પોતાનુ સમર્થન આપ્યું છે.
જેમાં NCP અધ્યક્ષ શરદ પવાર, શિવસેના નેતા આદિત્ય ઠાકરે અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ બાલા સાહેબ થોરાટ પણ આજે આઝાદ મેદન પહોંચશે. પોલીસ અધિકારીઓના જણાવ્યાં અનુસાર પોલીસે દક્ષિણ મુંબઇ સ્થિત આઝાદ મેદાન અને તેની આસપાસના વિસ્તારોમાં વિશેષ તૈયારી કરવામાં આવી છે.
Maharashtra: Farmers from various districts of the state gather at Azad Maidan in Mumbai, in protest against #FarmLaws. A protester says, "We'll give memorandum to Governor today. Our families have also come with us because if we lose farming, the entire family will come on road" pic.twitter.com/AdCa6CLIbv
આઝાદ મેદાન બાદ ખેડૂતોનો વિશાળ સમૂહ રાજભવન તરફથી મોરચો કરશે. આ ખેડૂત રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને આવેદન સોંપશે. મુંબઇમાં આટલા મોટા જૂથમાં એક સાથે લોકોના કારણે પોલીસની સામે કાયદા વ્યવસ્થાને પડકારનો સામનો ઉભો થયો છે. બીજી તરફ દિલ્હીમાં ખેડૂતો 26 જાન્યુઆરીના રોજ ટ્રેકટર માર્ચની મંજૂરી મળી ગઇ છે.
નાસિકથી પગપાળા ચાલી મુંબઇ પહોંચ્યાં
કૃષિ કાયદાઓની સામે દિલ્હીની સરહદ પર ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. જેને લઇને રાજનીતિ ચાલી રહી છે. હવે આંદોલનને લઇને ખેડૂતોનું સમર્થન મહારાષ્ટ્રના ખેડૂતો પણ આપી રહ્યાં છે. ઓલ ઇંડિયા ખેડૂત સભાના નેતૃત્વમાં નાસિકથી પગપાળા ચાલીને હજારો ખેડૂતો મુંબઇ પહોંચ્યા છે.