બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Those who smoke cigarettes in the open will be fined, in which places smoking ban? What is the provision in law

જાણવા જેવું / ખુલ્લામાં સિગારેટ ફૂંકનારાઓ દંડાશે, કઈ કઈ જગ્યાએ સ્મોકીંગ પર પાબંધી? શું છે કાયદામાં જોગવાઈ

Priyakant

Last Updated: 03:14 PM, 3 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cigarette Smokers Latest News: ઘણીવાર તમે રસ્તા પર લોકોને એક હાથમાં ચા અને બીજા હાથમાં સિગારેટ જોતાં હશો. પરંતુ હવે આમ કરવા બદલ તમારે દંડ ભરવો પડી શકે છે

  • જાહેરમાં સિગારેટ પીતા લોકો માટે જાણવા જેવા સમાચાર 
  • તમે સાર્વજનિક સ્થળે ધૂમ્રપાન કરી શકતા નથી
  • IPCની કલમ 278 હેઠળ કોઈપણ જાહેર સ્થળે સિગારેટ પીવી એ ગુનો

Cigarette Smokers : આપણે કેટલીય વાર જોયું હશે કે લોકો જાહેરમાં ક્યાંકને ક્યાંક સિગારેટ પીતા હોય છે. આ સાથે ઘણા લોકોને ચા સાથે સિગારેટ પીવાની આદત હોય છે. ઘણીવાર તમે રસ્તા પર લોકોને એક હાથમાં ચા અને બીજા હાથમાં સિગારેટ જોતાં હશો. પરંતુ હવે આમ કરવા બદલ તમારે દંડ ભરવો પડી શકે છે. જો તમે સિગારેટ પ્રગટાવો અને રસ્તા પર અથવા ભીડવાળી જગ્યાએ પીવાનું શરૂ કરો તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. જો તમે આમ કરશો તો તમને દંડ અને જેલ પણ થઈ શકે છે.  

File Photo

તમે સાર્વજનિક સ્થળે ધૂમ્રપાન કરી શકતા નથી
IPCની કલમ 278 હેઠળ કોઈપણ જાહેર સ્થળે સિગારેટ પીવી એ ગુનો છે, જેના માટે દંડની જોગવાઈ છે. ભીડવાળા રસ્તા પર અથવા જાહેર સ્થળેસિગારેટ પીવા બદલ તમને ચલણ થઈ શકે છે અને જો તમે દંડ ન ભરો તો તમારે જેલ જવું પડી શકે છે. સામાન્ય રીતે આવા કેસમાં 200 રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે, જે લોકો સ્થળ પર જ ચૂકવે છે. ઘણી જગ્યાએ 1000 રૂપિયા સુધીનો દંડ વસૂલવામાં આવી શકે છે. જોકે જો તમે એવી જગ્યાએ ધૂમ્રપાન કરો છો જે ખુલ્લી જગ્યા છે અને તમારા ધૂમ્રપાનથી કોઈને કોઈ સમસ્યા નથી તો તમારી સામે કોઈ પગલાં લેવામાં આવશે નહીં.

File Photo

કઈ જગ્યા પર તમે સિગારેટ નહિ પી શકો 
તમને જણાવી દઈએ કે, તમે કઈ જગ્યાએ  સિગારેટ પી શકતા નથી. તમે હોસ્પિટલ પરિસર, આરોગ્ય સંસ્થા, મનોરંજન કેન્દ્ર, રેસ્ટોરાં, હોટેલ, જાહેર કાર્યાલય, કોર્ટ બિલ્ડીંગ, શાળા-કોલેજ, પુસ્તકાલય, જાહેર પરિવહન, સ્ટેડિયમ, સિનેમા હોલ, શોપિંગ મોલ, બસ સ્ટોપ, એરપોર્ટ, રેલવે જેવી કોઈપણ જગ્યાએ સિગારેટ પી શકતા નથી. આને કારણે ઘણી સાર્વજનિક જગ્યાઓ પર અલગ સ્મોકિંગ ઝોન બનાવવામાં આવે છે, જેમ કે તમે એરપોર્ટ, રેસ્ટોરન્ટ અને બારમાં જોયા હશે. આ સ્મોકિંગ રૂમ માટે પણ નિયમો બનાવવામાં આવ્યા છે. આમાં વેન્ટિલેશન હોવું જરૂરી છે, આ સિવાય તે એવી જગ્યાએ હોવું જોઈએ જ્યાંથી ધુમાડો ન નીકળે અને કોઈને કોઈ સમસ્યા ન થાય.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ