બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ આદિવાસી નેતા ધીરુભાઈ ભીલ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ધીરુભાઈ ભીલની સાથે તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો અને મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપમાં જોડાશે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે આ સમાચાર મોટા ઝટકા સમાન છે.
ADVERTISEMENT
ભાજપની આદિવાસી વિસ્તારમાં પકડ બનશે મજબૂત
છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલ ભાજપનો ખેસ ધારણ કરશે. ધીરુભાઈના ભાજપમાં જોડાયા બાદ ભાજપની આદિવાસી વિસ્તારમાં પકડ મજબૂત બનશે. આપને જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં ધીરુભાઈ 6 વખત વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. જેમાંથી 4 વખત તેઓ વિજેતા થયા હતા. જોકે, ગત વિધાનસભા (વર્ષ 2022)ની ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. તેમને ભાજપના ઉમેદવાર અભેસિંહ તડવીએ હરાવ્યા હતા.
ADVERTISEMENT
2022માં ચૂંટણી હાર્યા હતા ધીરુભાઈ
ગત વિધાનસભાની ચૂંટણીમાં છોટા ઉદેપુર જિલ્લાની સંખેડા બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી હતી. આ ચૂંટણીમાં ભાજપના અભેસિંહ તડવીને 99,387 મતો મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ધીરુભાઈ ભીલને 68,713 અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર રંજન તડવીને 18,344 મતો મળ્યા હતા.

ADVERTISEMENT
6 વખત ચૂંટણી લડ્યા, 4 વખત હાંસલ કરી જીત
સંખેડાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલ અત્યાર સુધીમાં 6 વખત વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. વર્ષ 1995માં ધીરુભાઈ ભીલ અપક્ષ વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. જે બાદ તેમને 1998માં કોંગ્રેસે ટિકિટ આપી હતી, 1998માં પણ તેઓ કોંગ્રેસની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા.
2017 અને 2022માં હાર્યા ચૂંટણી
ત્યાર બાદ 2002માં ફરી તેઓ કોંગ્રેસ તરફથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા પરંતુ તેમાં તેમને હાર મળી હતી. વર્ષ 2007માં તેઓ ફરી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. આ બાદ 2012માં પણ તેઓ વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. જે બાદ ફરી 2017 અને 2022માં કોંગ્રેસે તેમના પર વિશ્વાસ મૂક્યો હતો. જોકે, બંને વિધાનસભાની ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.