બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / This tradition associated with Gauvansh in the New Year in Gujarat will surely surprise them!

અહો ! / ગુજરાતમાં નૂતન વર્ષે ગૌવંશ સાથે જોડાયેલી આ પરંપરા તેમને ચોક્કસ આશ્ચર્યચકિત કરી દેશે !

Mehul

Last Updated: 07:42 PM, 5 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યના કેટલાક વિસ્તારમાં બેસતા વર્ષે અનોખી પરંપરા હોય છે.પછી તે આદિવાસી વિસ્તાર  દાહોદ હોય કે અરવલ્લી.ગૌવંશ સાથે જોડાયેલી રૂઢિગત પરંપરા આજે પણ ઉજવાય છે.અને ઠાઠથી ઉજવાય છે.

  • નૂતન વર્ષે રીવાજ-પરંપરા રહ્યા યથાવત 
  • દાહોદ,અરવલ્લી,સુરેન્દ્રનગરમાં ગૌ પૂજન 
  • ગૌવંશ સાથે જોડાયેલી સુખાકારીની શ્રદ્ધા 

દેશની જેમ ગુજરાતમાં પણ વિવિધતામાં એકતાના દર્શન થાય છે. ક્યારેક કોઈ સમાજ કે વિસ્તારમાં એવી અનોખી પરંપરા હોય છે કે,જાણી ને નવાઈ લાગે કે, અરે, આવો પણ રીવાજ હોય ! રાજ્યના કેટલાક વિસ્તારમાં બેસતા વર્ષે અનોખી પરંપરા હોય છે.પછી તે આદિવાસી વિસ્તાર  દાહોદ હોય કે અરવલ્લી. કેટલીક રૂઢિગત પરંપરા આજે પણ ઉજવાય છે અને શાનથી ઉજવાય છે. તેનો ઉદ્ભવ કેવી રીતે થયો તે વિષે કદાચ કોઈને ખ્યાલ નાં પણ હોય પરંતુ 'આગે સે ચાલી આતી હૈ' પ્રમાણે તહેવાર સાથે ઉજવાય છે આ વહેવાર.

દાહોદ જિલ્લામાં ગાય-ગૌહરી

દાહોદ જિલ્લામાં દીવાળીના તહેવારના આગમન સાથે ગાય ગૌહરીના તહેવારની પણ તૈયારી કરવામાં આવે છે. પ્રકાશ ઉત્સવ દીવાળીના બીજા દીવસે આદીવાસી પ્રજા નવડાવેલ ગૌધનની પૂજા વિધી કર્યા બાદ રંગ રોગન કરી છે અન ત્યાર બાદ તેને છોડવામા આવતા હોય છે જ્યારે ગરબાડા,ઝાલોદ,લીમડી, ગાગંરડી સહીત અને વિસ્તારમાં ગાયની પુજા વિધી કર્યા બાદ ગૌવંશ નીચે ગૌહરી પડવામાં આવતી હોય છે. ગૌધનને મોરપીંછ અને રંગકામથી સજાવ્યા બાદ ગૌવાળો દ્વારા નગરમાં લઈ જવામાં આવતા હોય છે જ્યા વર્ષોથી કરવામાં આવતી પરંપરાગત રીતો ગાયોની પૂજા કરાય છે. જેને નિહાળવામાટે આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડતા હોય છે. ફટાકડાના ધમાકા વચ્ચે ગાયોના ટાળાનીચે લોકો આડા ઉંઘી જતા હોય છે. રસ્તા વચ્ચે ઉંઘેલા લોકો પરથી ગાયોનુ ગૌવંશ તેમની ઉપરથી પસાર થઈ જતુ હોય છે.લોકોની કીકીયારી વચ્ચે ગૌમાતા પર અતુટ વિશ્વાસ  હોવાથી ગૌહરી પડનાર વ્યક્તિને કોઈ પણ પ્રકારની ઈજાઓ થતી નથી, પરંતુ ગૌહરી પડનાર વ્યક્તિઓ ગૌવંશોનુ ટોળુ તેમની ઉપરથી પસાર થયા બાદ પોતાને ધન્યતા અનુભવતા હોય છે.

ગરબાડા તાલુકામાં દાહોદ જીલ્લાને ગાયગૌહરી સૌથી મોટો ઉત્સવ ઉજવાય છે. અને ભગવાન શ્રી કૃષ્ણના જન્મના સમયથી અહીના તાલુકાના દીવાસી ભાઈઓ ગાયગૌહરી પાડે છે.અને વર્ષ દરમિયાન પશુધન પાસેથી કોઈપણ જાતનું  કામ લેવામાં આવતુ નથી અને પશુધનને નવડાવી ધોવડાવી મેદી લગાડી, કલર કરી, ઘુઘરા મોરપીંછ, મોરીંગા,વગેરેથી તેમને શણગારવામાં આવે છે.નવાવર્ષના દીવસે આદીવાસી ભાઈ બહેનો માટે માન્યતા એવી હોય છે કે આખા વર્ષમાં પસુ ધન પાસેથી  કામ જે કઈ પણ કામ લીધુ હોય તેની ક્ષમાયાચના રૂપે  તેના ચરણોમાં પડીને માફી માગતા હોય છે. એમ આ ગાય ગૌહરીનું આગવુ મહત્વ હોય છે.

પાટડીમાં ગાય દોડાવવાની પરંપરા 

બેસતા વર્ષને અલગ અલગ પરંપરા મુજબ આવકારવામાં આવતું હોય છે.સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ગામડાઓમાં બેસતા વર્ષે ગાયમાતા દોડાવવાની પરંપરા છે.પાટડી તાલુકાના સાવડા અને વડગામ માં ગ્રામજનો નવા વર્ષને અનોખી રીતે આવકારે છે.. જ્યાં ગામના ગોપાલકો આગળ દોડે છે અને પાછળ ગાયો દોડે છે. ગાયો દોડ્યા બાદ ગ્રામજનો રજ માથા પર ચઢાવી ધન્યતા અનુભવે છે. જે જોવામાં ફ્રાન્સની બુલ રેસથી ઓછું નથી હોતું. ગ્રામજનોની આ પરંપરા વર્ષો જૂની છે.ગામના વતનીઓ ક્યાંય પણ રહેતા હોય બેસતા વર્ષની આ પરંપરામાં હાજરી આપવાનું ભૂલતા નથી તો લીંબડી તાલુકાના બળોલ ગામે વર્ષો જુની આ જ  પંરપરા યથાવત છે. ગાયોને દો઼ડાવવાની ગૌધુલી પંરપરામાં આબાલ વૃદ્ધ સૌ કોઈ ઉપસ્થિત હોય છે. અને મોટી સંખ્યામા ગ્રામજનોએ ગૌધુલીની પરંપરામા ભાગ લેતા હોય છે. 

મોડાસામાં ગાય ભડકાવવાનો રીવાજ 

વિક્રમ સંવત 2077 નું વર્ષ સમગ્ર દેશ માં ઉજવાઈ છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના રામપુરમાં પણ ગોપાલક સમાજ ગાય સાથે જોડાયેલી ધાર્મિક માન્યતા અને પરંપરા યથાવત રાખવામાં આવી છે.  રામપુર ગામે પશુપાલકો સવારે વહેલા ઉઠી ભગવાન કૃષ્ણ ના મંદિરે અબાલ વૃદ્ધ સૌ એકઠા થાય છે ભગવાન ની આરતી કરે છે આરતી કર્યા બાદ ગામનું તમામ પશુધન મંદિર આગળ લાવવા માં આવે છે. નાના બાળકો દ્વારા ફટાકડા લઇ પશુઓની વચ્ચે ફોડવા માં આવે છે. અને પશુઓ ને ભડકાવવા માં આવે છે આટલી મોટી સંખ્યા માં પશુઓ ભડકે છે છતાં કોઈને પણ કોઈ જાતની ઈજાઓ કે નુકશાન થતું નથી ત્યારબાદ ગામ ના અબાલ વૃદ્ધ સૌ એક બીજા ને ભેટી નવા વર્ષ ની શુભેચ્છાઓ પાઠવે છે. પરંતુ કોરોના મહામારીને પગલે આ વખતે ભેટવાના બદલે માત્ર દુરથી બે હાથ જોડી જય શ્રી કૃષ્ણ કહી નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.
 
 રામપુર ગામ માં પરંપરાગત પદ્ધતિથી નવા વર્ષની ઉજવણીની એવી માન્યતા રહેલી છે કે પશુઓ ભડકાવી નવા વર્ષની ઉજવણી કરવાથી ગામમાં વર્ષ દરમિયાન સુખાકારી રહે છે. ધંધા ખેતીમાં પ્રગતિ થાય છે પશુઓમાં મહામારીનો રોગ આવતો નથી. ત્યારે આજના કોમ્પ્યુટર યુગમાં પણ લોકો ધર્મ અને આસ્થા સાથે જોડાયેલી પરંપરાઓની ઉજવણી કરી તહેવારોની ઉજવણી કરે છે


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ