બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / This juice can reduce uric acid level naturally

હેલ્થ / પથરી અને સાંધાના દુ:ખાવા થશે દૂર, આ બે શાકભાજીના જ્યુસ પીવો; લોહીમાંથી ઓછું થઈ જશે ગંદુ યુરીક એસિડ

Bijal Vyas

Last Updated: 07:39 PM, 26 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોહીમાં રહેલા Uric Acidને ઝડપથી ઓછુ કરે છે આ 2 શાકભાજીના જ્યુસ, કિડનીમાં પથરી અને સાંધાની અપાવે છે મુક્તિ

  • યુરીક એસિડ વધવાથી થાય છે અનેક સમસ્યાઓ
  • પગમાં દુખાવા અથવા માંસપેશિઓના સાંધામાં દુખાવો પરંતુ યુરીક એસિડ વધવાથી જ થાય છે


શું તમારા શરીર, પગ, આંગળીઓ, પંજા, પીઠના નીચેના ભાગમાં ગંભીર દર્દ થાય છે? આ સમસ્યા યુરીક એસિડ લેવલ વધવાનું સંકેત બની શકે છે. પગમાં દુખાવા અથવા માંસપેશિઓના સાંધામાં દુખાવો પરંતુ યુરીક એસિડ વધવાથી જ થાય છે. 

યુરીક એસિડ શું છે? 
ખાવા-પીવાની ખરાબ આદતો, ખરાબ લાઇફસ્ટાઇલ અથવા બહુ વધારે પડતો તણાવ જેના કારણે શરીરમાં યુરીક એસિડના લેવલને વધારી શકે છે. 

યુરીક એસિડ વધવાથી નુકશાન શું છે? 
યુરિક એસિડ તમારી કિડની, લીવર અને હૃદયની કામગીરીને ખરાબ કરી શકે છે. તેનાથી શરીર અને સ્નાયુઓમાં દુખાવો વધી શકે છે. લોહીમાં વધુ પડતું યુરીક એસિડ તમને હાયપરયુરિસેમિયા, કિડનીમાં પથરી, સંધિવા અને ગાઉટ જેવી ગંભીર બીમારીઓનો ખતરો હોઈ શકે છે. ન્યુટ્રિશનિસ્ટ અને ડાયેટિશિયનના કહેવા અનુસાર, કેટલાક ખાસ જ્યુસ છે, જે યુરિક એસિડ લેવલને ઘટાડવામાં મદદ કરી શકે છે.

આ રીતે યુરીક એસિડ ઓછુ કરો?
અલબત્ત યુરિક એસિડ ઘટાડવા માટે ઘણી દવાઓ ઉપલબ્ધ છે પરંતુ યુરિક એસિડને દૂર કરવાનો સૌથી સરળ રસ્તો છે. ખાવા -પીવામાં ફેરફાર કરો. સૌથી પહેલા તમારે પ્યુરિનથી ભરપૂર ખોરાક જેવા કે માછલી, બીયર, વાઇન, લાલ માંસ, કેળા, બ્રોકોલી જેવી વસ્તુઓ ટાળવી જોઈએ. 

ખીરાનો રસ 
ખીરાના જ્યૂસમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવાથી લિવર, કિડનીને ડિટોક્સ કરવામાં મદદ કરે છે અને બ્લડ ફ્લોમાં યુરીક એસિડ લેવલ ઓછુ થાય છે. આ પોર્ટેશિયમ અને ફોસ્ફરસ હોવાના કારણથી થાય છે. જે કિડનીને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. આ કિડનીના કામને વધારવા અને શરીરથી વિષયુક્ત પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. 

ગાજરનો રસ 
તાજા ગાજરના રસમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવાથી યુરીક એસિડને કંટ્રોલ કરી શકાય છે. કારણ કે ગાજરના જ્યુસમાં એન્ટીઓક્સિડન્ટ, વિટામીન એ, ફાઇબર, બીટા કેરોટીન, મિનરલ્સ હોય છે જે વધેલા યુરીક એસિડથી થનારા નુકશાનને ઓછુ કરવામાં મદદ કરે છે, તે સાથે લીંબુમાં એન્ટીઓક્સિડન્ટ, વિટામીન સી હોય છે. જે નેચરલી ઇમ્યુનિટીને વધારે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ