બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / This is how to get money from PM Mudra Yojana to start a business

લોન / પોતાનો ધંધો, મબલખ કમાણી: બિઝનેસ શરૂ કરવા PM મુદ્રા યોજનામાંથી આ રીતે મળે છે રૂપિયા, જાણો કઈ રીતે કરાશે એપ્લાય

Kishor

Last Updated: 10:39 PM, 19 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકાર દ્વારા મેન્યુફેક્ચરિંગ, પ્રોસેસિંગ ટ્રેડ અને સર્વિસ સેક્ટર તથા નોન એગ્રીકલ્ચર સેક્ટરમાં નાના પાયાના વ્યવસાય ચલાવવા માટે દસ લાખ રૂપિયા સુધીની લોનની સુવિધા આપવામાં આવી શકે છે.

  • પ્રધાનમંત્રી મુદ્રા યોજના નવા વ્યવસાયકો માટે વરદાનરૂપ
  • દસ લાખ રૂપિયા સુધીની લોનની સુવિધા આપવામાં
  • આટલી પ્રોસેસને અનુસરવી જરૂરી

ભારત સરકારની મહત્વની ગણાતી પ્રધાનમંત્રી મુદ્રા યોજના નવા વ્યવસાયકો માટે વરદાનરૂપ સાબિત થઈ શકે છે. વેપારી ક્ષેત્રમાં ડગ માંડનાર નવયુવાનને વ્યવસાયની શરૂઆત કરવા માટે મૂડીની જરૂર હોય છે  ત્યારે આ યોજના થકી ઓછા વ્યાજે અને સરળ હપ્તે લોન મળી શકે છે. સરકાર દ્વારા મેન્યુફેક્ચરિંગ, પ્રોસેસિંગ ટ્રેડ અને સર્વિસ સેક્ટર તથા નોન એગ્રીકલ્ચર સેક્ટરમાં નાના પાયાના વ્યવસાય ચલાવવા માટે દસ લાખ રૂપિયા સુધીની લોનની સુવિધા આપવામાં આવી શકે છે.

સરકારની આ યોજના હેઠળ 29 કરોડ લોકો લઈ ચૂક્યા છે લાભ, તમને પૈસાની જરૂર હોય તો  ફટાફટ આ રીતે કરો અરજી | pradhan mantri mudra yojana more than 29 cr loans  sanctioned

ક્રેડિટ ટ્રેક રેકોર્ડ સંતોષકારક હોવો જોઈએ
આ યોજના હેઠળ જાહેર-ખાનગી ક્ષેત્રની બેંકો ઉપરાંત સહકારી બેન્કો અને ગ્રામીણ બેંક તથા અન્ય ધિરાણ આપતી સંસ્થાઓ પાસેથી લોન મળી શકે છે. કોઈપણ બેંક અથવા નાણાકીય સંસ્થાના ડિફોલ્ટર ન હોય તેવા કોઈપણ વ્યક્તિ પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ લોન માટે અરજી કરી શકે છે. શરત એટલી છે કે તેમનો ક્રેડિટ ટ્રેક રેકોર્ડ સંતોષકારક હોવો જોઈએ. આ યોજનાનો લાભ લેવા માટે એજન્ટ કે વચેટીયા નહીં પરંતુ માત્ર ઓનલાઇન અરજી જરૂરી છે.

બિઝનેસ શરૂ કરવા માટે સરકાર વગર ગેરેન્ટી એ આપી રહી છે 10 લાખ સુધીની લોન,  જાણો કઈ રીતે ઉઠાવી શકાશે લાભ | To start a business, the government is  giving a loan
શિશુ, કિશોર અને તરુણ એમ ત્રણ કેટેગરીમાં વહેંચાયેલી આ લોન યોજના હેઠળ શીશુ શ્રેણીમાં 50,000 રૂપિયા અને કિશોર શ્રેણીમાં 50,000 થી માંડી અને પાંચ લાખ રૂપિયા તેમજ તરુણ શ્રેણીમાં પાંચ લાખથી માંડીને દસ લાખ સુધીની લોનની રકમ આવરી લેવામાં આવી છે.

આવી છે પ્રોસેસ

મુદ્રા લોન માટે આઈડી પ્રૂફ, રેસિડન્સ પ્રૂફ, પાસપોર્ટ સાઇઝ ફોટો, બિઝનેસ એડ્રેસ પ્રૂફ સહિતના ડોક્યુમેન્ટ સાથે PM મુદ્રાની સત્તાવાર વેબસાઇટ https://www.mudra.org.in/ પર અરજી કરવાની રહેશે. આ વેબ ઓપન કર્યા બાદ મુદ્રા લોન પર ક્લિક કરો. જ્યા “Apply Now” માં જાઓ અને વિકલ્પોમાંથી કોઈપણ એક પસંદ કરો. આ પછી વિગતો ભરીને OTP જનરેટ કરો. આ પ્રોસેસ પૂર્ણ થયા બાદ તમારી નોંધણી થશે. જે થયા બાદ  લોન એપ્લિકેશન સેન્ટર પર ક્લિક કરી માંગેલી વિગત ભરવાની રહે છે. બધા દસ્તાવેજો સબમિટ કર્યા બાદ એક એપ્લિકેશન નંબર આપવામાં આવે છે. જેનાથી તમે તમારી લોનની સ્થિતિ ચેક કરી શકો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ