બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:06 PM, 28 February 2026
રોકાણકારો આવતા અઠવાડિયે સોમવારે જાહેર ક્ષેત્રની ગેસ કંપની ગેઇલ (ઇન્ડિયા) લિમિટેડના શેર પર નજર રાખશે.કેમ કે આ કંપનીએ એક મોટા રોકાણની જાહેરાત કરી છે. GAIL મહારાષ્ટ્રમાં પવન ઉર્જા પ્રોજેક્ટ સ્થાપવા માટે 1,736.25 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ કંપનીએ 2035 સુધીમાં ઝીરો કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય રાખ્યું છે, અને આ રોકાણ તેના રિન્યુએબલ એનર્જી પોર્ટફોલિયોને વિસ્તૃત કરવા તરફ એક પગલું છે.
ADVERTISEMENT
GAILએ સ્ટોક એક્સચેન્જોને જાણ કરી કે તેના ડિરેક્ટર બોર્ડે 178.2 મેગાવોટ પવન ઉર્જા પ્રોજેક્ટ સ્થાપવા માટે રોકાણ દરખાસ્તને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ, જે કરાર આપવામાં આવ્યાના 24 મહિનાની અંદર પૂરી થવાની શક્યતા છે તે કંપનીના 117.95 મેગાવોટના હાલના પોર્ટફોલિયોમાં ઉમેરો કરશે. આ સિવાય કંપની પાસે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં ફેલાયેલા 27 મેગાવોટના સૌર ઉર્જા પ્રોજેક્ટ છે. આ કંપનીના પવન ઊર્જા પ્રોજેક્ટ્સ હાલમાં ગુજરાત (19.2 મેગાવોટ), કર્ણાટક (38.1મેગાવોટ) અને તમિલનાડુ (60.65 મેગાવોટ) માં સ્થિત છે.

ADVERTISEMENT
શુક્રવારે ગેઇલના શેર વેચાણ મોડમાં હતા, જે 169.75 પર બંધ થયા હતા. તેનો ૫૨-સપ્તાહનો નીચો સ્તર 150.60 રૂપિયા છે. જોકે, બ્રોકરેજ ફર્મ કોટક ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝે શેર પર તેનું "સેલ" રેટિંગ પુનરાવર્તિત કર્યું, પ્રતિ શેર 145 રૂપિયાનો લક્ષ્ય ભાવ નક્કી કર્યો. કોટકે કહ્યું કે જો GAIL તેના ખોટ કરતા પેટ્રોકેમિકલ વ્યવસાયને બંધ કરે છે, તો માર્કેટિંગ આવક વધુ કમજોર પડી શકે છે.
ADVERTISEMENT
બ્રોકરેજ ફર્મના જણાવ્યા મુજબ, જાન્યુઆરી 2026 થી લાગુ થતા કુદરતી ગેસ ટેરિફ સુધારણા સિવાય નજીકના ગાળામાં સ્ટોક માટે કોઈ મોટા હકારાત્મક પરિબળો નથી. જેમાં મૂડી ખર્ચમાં વધારો પણ ચિંતાનો વિષય છે. આ સિવાય બે ગેસ બેસ્ડ ખાતર પ્લાન્ટ સ્થાપવાની ગેઇલની યોજનાએ ફંડ ફાળવણી અને વળતર અંગે રોકાણકારોની ચિંતાઓમાં વધુ વધારો કર્યો છે.
ADVERTISEMENT
તાજેતરમાં GAIL એ 31 જાન્યુઆરી, 2026 ના રોજ પૂરા થયેલા ઓક્ટોબર-ડિસેમ્બર ક્વોર્ટરના નાણાકીય પરિણામો જાહેર કર્યા. જેમાં નેટ પ્રોફિટ 57.6% ઘટીને 1729.13 કરોડ રૂપિયા થયો જે ગયા વર્ષના સમાન ક્વોર્ટરમાં 4084.24 કરોડ રૂપિયા હતો. 31 ડિસેમ્બર, 2025 ના રોજ પૂરા થયેલા ક્વોર્ટરમાં ઓપરેટિંગ આવક 4.4% ઘટીને 35,302.7 કરોડ રૂપિયા થઈ ગઈ જે ગયા વર્ષના સમાન ક્વોર્ટરમાં 36,937 કરોડ રૂપિયા હતી. આ ક્વોર્ટરમાં કુલ ખર્ચ 33,821.4 કરોડ રૂપિયા હતો, જે નાણાકીય વર્ષ 2025 ના ત્રીજા ક્વોર્ટરમાં 34,876.4 કરોડ રૂપિયા હતો. GAIL ભારતની સૌથી મોટી કુદરતી ગેસ ટ્રાન્સમિશન અને માર્કેટિંગ કંપની છે. તેની પાસે લગભગ 18,001 કિલોમીટરનું કુદરતી ગેસ પાઇપલાઇન નેટવર્ક છે.
ADVERTISEMENT
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.