બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / સુરત / This Ganesha pandal in Surat is the most unique, antique theme based on the character of 10 sages.

ગણેશ ચતુર્થી 2023 / સુરતનું આ ગણેશ પંડાલ છે સૌથી અનોખુ, 10 ઋષિમુનીઓના ચરિત્ર પર બનાવી એન્ટિક થીમ, ખાસ સંદેશથી લોકોને કરાશે વાકેફ

Vishal Khamar

Last Updated: 10:30 PM, 15 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત શહેરમાં મુંબઈ બાદ ગણેશોત્સવની સૌથી વધુ દમ જોવા મળે છે. ત્યારે ગણેશ મંડપોને સજાવવા માટે મંડળો દ્વારા નીત નવી થીમ તૈયાર કરવામાં આવતી હોય છે. આ વખતે ગાર્ડન ગ્રુપ દ્વારા 10 ઋષિમુનિઓને ચરિત્ર ઉપર થીમ તૈયાર કરવામાં આવી છે. જેમાં ઋષિમુનિઓએ કરેલા સંશોધનો વિશેની માહિતી આપવામાં આવશે.

  • સુરત ગણેશ પંડાલોમાં ધૂમ 
  • 10 ઋષિમુનીઓના ચરિત્ર પર થીમ 
  • ગાર્ડન ગ્રૂપ દ્વારા મંડપ સજાવાયો 

 મુંબઈ બાદ ગણેશ ઉત્સવની સૌથી વધુ ધૂમ પૂર્વક ઉજવણી સુરત શહેરમાં જોવા મળે છે. સુરત શહેરની શેરીએ શેરીએ ગણેશજીની પાર્થિવ પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે છે. સુરતમાં ગણેશ ચતુર્થીથી અનંત ચૌદસ સુધી ગણેશજીની પૂજા અર્ચના ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. આ અંતર્ગત અનેક મંડળો દ્વારા ગણેશજીના પંડાલોને નીત નવી થીમ ઉપર શણગારવામાં આવે છે. આ પંડાલોને શણગારવા માટેની કામગીરી ત્રણ મહિના અગાઉ જ શરૂ થઈ જતી હોય છે. સુરત શહેરમાં પણ ગણેશ પંડાલને સજાવવા માટેની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. એક અલગ થીમ ઉપર જ ગણેશ પંડાલને આ વખતે સજાવવાની ગણેશ ભક્તોએ તૈયારી કરી છે.

ગાર્ડન ગ્રુપ દ્વારા લોકોને ભારતીય સંસ્કૃતિની થીમ ઉપર ગણેશ પંડાલને સજાવવામાં આવશે
આજે 21મી સદીનો યોગ ભારતનો યુગ કહેવામાં આવે છે. પરંતુ પૌરાણિક કાળમાં પણ ભારતનો દબદબો યથાવત હતો. ભારતની હડપ્પા અને લોથલની પ્રાચીન સંસ્કૃતિઓ જગવિખ્યાત હતી. આજે ભારતની નવી પેઢી આ સંસ્કૃતિને ભૂલી ચૂકી છે. આ ઉપરાંત આપણા ઋષિમુનિઓ જે વૈજ્ઞાનિકો પણ હતા. તેઓના જીવનની ઝાંખી પણ આપણા સંસ્કૃતિમાંથી લુપ્ત થતી જોવા મળી રહી છે. ત્યારે સુરતના પ્રખ્યાત એવા ગાર્ડન ગ્રુપ દ્વારા લોકોને ભારતીય સંસ્કૃતિની ઝાંખી મળે અને આજની યુવા પેઢી ગણેશ પંડાલોમાંથી શીખ લે અને ભારતના ઉજ્જવળ ભવિષ્યમાં તેમનો સાથ સહકાર આપે તે માટે અનોખી થીમ ઉપર ગણેશ પંડાલને સજાવવામાં આવશે.

10 જેટલા ઋષિમુનિઓના જીવન ચરિત્ર ની ઝાંખી ઉપર ગણેશ મંડપને સજાવટ કરવામાં આવશે
સુરત શહેરના ગાર્ડન ગ્રુપ દ્વારા આ વખતે ભારતની પૌરાણિક સંસ્કૃતિ એટલે કે 10 જેટલા ઋષિમુનિઓના જીવન ચરિત્ર ની ઝાંખી ઉપર ગણેશ મંડપને સજાવટ કરવામાં આવશે. આ મંડપમાં 10 જેટલા ઋષિમુનિઓના જીવન ચરિત્રને દર્શાવવામાં આવશે. ભારતે અત્યાર સુધી હડપ્પા અને લોથલ જેવી સંસ્કૃતિઓની ઝાંખી વિશ્વને આપી છે. સાથે સાથે ભારતે શૂન્ય પણ દુનિયાને આપ્યો છે. જેના થકી થી દુનિયા આજે કરોડોના હિસાબની ગણતરી કરી શકે છે. આ ઉપરાંત પ્રાચીન કાળમાં ઋષિમુનિઓ દ્વારા ખગોળશાસ્ત્રમાં અનેક શોધ કરવામાં આવી હતી. જે શોધોને લઈને આજે પણ ભારતની યુવા પેઢીને માહિતી નથી. તેથી ગાર્ડન ગ્રુપ દ્વારા યુવાનો આજના બાળકો આ ઝાંખીમાંથી કંઈક નવું શીખે અને ભારતની સંસ્કૃતિને ઓળખે તે પ્રકારનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

અલગ અલગ થીમ ઉપર ગણેશ મંડપોને સજાવવામાં આવે છે
સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં અનેક અલગ અલગ થીમ ઉપર ગણેશ મંડપોને સજાવવામાં આવતા હોય છે ત્યારે આ સજાવટની કામગીરી માટે કલાકારો દ્વારા અથાગ મહેનત કરવામાં આવતી હોય છે પૌરાણિક ઋષિમુનિઓની ઝાંખી તૈયાર કરતા કલાકારોએ જણાવ્યું હતું કે,  કલાકારો સવારે આવવાનો સમય નક્કી રાખે છે. પરંતુ જ્યાં સુધી તેમની કામગીરી પૂર્ણ નથી થતી ત્યાં સુધી તેઓ પોતાના ઘરે પણ જતા નથી એટલે ગણેશ મંડપની અંદર જે થીમો બને છે. એ થીમ માટે કલાકારો આકરી મહેનત કરતા હોય છે. અને આ કલાકારો પોતાની મહેનત થકી થી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાનું કામ કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ