બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / સુરત / This flight from Surat to Delhi will be stopped from March

મર્જર પ્રોસેસ / સુરતથી દિલ્હી જનારી આ ફ્લાઇટ માર્ચ મહિનાથી થઇ જશે બંધ, જાણો કારણ

Malay

Last Updated: 09:03 AM, 28 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતથી દિલ્હી માટે દરરોજ સાંજે ઉડાન ભરતી એર ઇન્ડિયાની ફ્લાઇટ માર્ચ મહિનાથી બંધ થઈ જશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, શિડયુલ અને મર્જરના કારણે ફ્લાઇટ બંધ કરાશે.

 

  • સુરતમાં એર ઇન્ડિયાની સાંજની દિલ્હીની ફ્લાઈટ માર્ચથી બંધ થશે
  • A-1 489-490 સુરત-દિલ્હીનું બુકિંગ 8 માર્ચથી બંધ કરાયું
  • શિડયુલ અને મર્જરની પ્રક્રિયા પૂરી થયા બાદ ફરી શરૂ કરાશે ફ્લાઈટ 

સુરતીઓ માટે નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દરરોજ સાંજે સુરતથી દિલ્હી માટે ઉડાન ભરતી એર ઇન્ડિયાની ફ્લાઇટ માર્ચ મહિનાથી બંધ થવા જઈ રહી છે. વર્ષ 2015થી રોજિંદા ધોરણે સાંજે ઓપરેટ થતી એર ઇન્ડિયાની સુરત-દિલ્હી ફ્લાઇટ A-1 489-490નું બુકિંગ 8 માર્ચથી બંધ કરાયું છે. એર ઇન્ડિયાની આ ફ્લાઇટને શિડયુલ અને મર્જરના કારણે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે, ગત ડિસેમ્બર મહિનામાં સુરતથી દિલ્હી માટે દરરોજ સવારે ઉડાન ભરતી ફ્લાઇટ બંધ થઈ ગઈ છે. 

Topic | VTV Gujarati
પ્રતિકાત્મક તસવીર

શિડયુલ અને મર્જરના કારણે લેવાયો નિર્ણય
એવું કહેવામાં આવી રહ્યું છે, શિડયુલ અને મર્જરના કારણે ફ્લાઈટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિડયુલ અને મર્જરની પ્રક્રિયા પૂરી થયા બાદ ફ્લાઈટ ફરી શરૂ કરાશે. સુરતમાં એર ઇન્ડિયાની સાંજની દિલ્હીની ફ્લાઈટ માર્ચથી થોડા મહિનાઓ માટે જ બંધ કરાશે. નોંધનીય છે કે, હાલ એર ઇન્ડિયા, એર એશિયા ઇન્ડિયા, વિસ્તારા અને એર ઇન્ડિયા એક્સપ્રેસનું મર્જર થયું છે. 

સુરત એરપોર્ટ પર વીજળી કૌભાંડ.! રાજ્ય સરકારના હક પર તરાપ, RTI એક્ટિવિસ્ટના  ખુલાસાથી ખળભળાટ | Allegation of scam going on at Surat airport
સુરત એરપોર્ટ

ઘણા લોકોને મુશ્કેલી પડશે
ફ્લાઇટના બંધ થયા બાદ ઘણા લોકોને મુશ્કેલી પડશે. કારણ કે આ બંને ફ્લાઈટ સવારે અને રાતે દિલ્હીથી સિંગલ પીએનઆર ટિકિટ પર ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી મેળવવા માટે મહત્વની હતી. સુરતનાં જે પ્રવાસી દિલ્હી પહોંચી ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશનની ફ્લાઈટ પકડવા માંગતા હતાં, એમને હવે દિલ્હી વહેલા પહોંચી ઇન્ટરનેશનલ ફ્લાઈટ પકડવાની ઝંઝટમાંથી પસાર થવું પડશે.

ઓક્ટોબર 2015 કરાઈ હતી શરૂ
સુરતીઓને દેશના અન્ય રાજ્યોના શહેરો સાથે કનેક્ટિવિટીની માંગે જોર પકડતા ઓક્ટોબર 2015માં એર ઇન્ડિયાની દિલ્હી-સુરત-દિલ્હી ફ્લાઇટ શરૂ કરવામાં આવી હતી. આ ફ્લાઇટ રોજિંદા ધોરણે સાંજે ઓપરેટ થાય છે. 2015માં ફ્લાઈટ શરૂ કરવા માટે સી.આર.પાટીલે રૂ.3 કરોડની બેંક ગેરેન્ટી જમા કરાવી હતી.

Tag | VTV Gujarati
પ્રતિકાત્મક તસવીર

સુરત એરપોર્ટ પર મુસાફરોનો ધરખમ ઘટાડો
સુરત એરપોર્ટથી મુસાફરી કરનારા પેસેન્જરોનો આંકડો બહાર પાડવામાં આવતા ચોંકાવનારી વિગતો બહાર આવી છે. વર્ષ-2021ની સરખામણીમાં 2022માં પેસેન્જરોની સંખ્યામાં 23 ટકાનો ઘટાડો નોંધાયો છે. વર્ષ-2021માં નવેમ્બર મહિનામાં સુરત એરપોર્ટ ઉપરથી 1,23,346 લોકોએ મુસાફરી કરી હતી. જ્યારે વર્ષ 2022માં નવેમ્બર મહિનામાં માત્ર 94,008 લોકોએ જ મુસાફરી કરી છે. એટલે કે 2021ની સરખામણીમાં 2022માં  મુસાફરોની સંખ્યામાં 23.8 ટકાનો ઘટાડો નોંધાયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ