બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / This auto driver will not take money from women who watch the movie 'The Kerala Story', the poster went viral

સહરાનીય / ‘The Kerala Story' ફિલ્મ જોનાર મહિલાઓ પાસેથી આ ઓટો ચાલક નહીં લે પૈસા, પોસ્ટર કર્યું વાયરલ

Megha

Last Updated: 11:42 AM, 6 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિવાદોમાં ઘેરાયેલી ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' શરૂઆતના દિવસે જ સારું કલેક્શન કર્યું હતું એવામાં આ ફિલ્મ જોવા જનારાઓ માટે ઓટો ડ્રાઈવરોએ ફ્રી રાઈડ્સની જાહેરાત કરતાં ઓટો પાછળ તેનું બેનર લગાવ્યું છે.

  • 'ધ કેરલા સ્ટોરી' શરૂઆતના દિવસે જ સારું કલેક્શન કર્યું હતું
  • ફિલ્મ જોવા જનારાઓ માટે ઓટો ડ્રાઈવરોએ ફ્રી રાઈડ્સની જાહેરાત કરી
  • ફિલ્મ જોવા જનાર પ્રથમ દસ મહિલાઓની ટિકિટ પણ ખરીદશે

ફિલ્મ નિર્દેશક સુદીપ્તો સેન અને નિર્માતા વિપુલ અમૃતલાલ શાહની સત્ય ઘટનાઓ પર આધારિત ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' 5 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. નોંધનીય છે કે ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ આ ફિલ્મ વિવાદોમાં ફસાયેલી છે એ છતાં પણ ફિલ્મે બોક્સ ઓફિસ પર શરૂઆતના દિવસે જ સારું કલેક્શન કર્યું હતું. આ દરમિયાન એક ઓટો ડ્રાઈવરનો ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેણે આ ફિલ્મો જોવા જઈ રહેલા લોકોને ફ્રી રાઈડની ઓફર કરી છે. જાણો શું છે સમગ્ર મામલો.. 

મોટાભાગના લોકો દાવો કરી રહ્યા છે કે આ ફિલ્મ પણ કાશ્મીર ફાઇલ્સની જેમ સુપરહિટ સાબિત થઈ શકે છે. આ ફિલ્મ કથિત રીતે 32,000 ગુમ થયેલી છોકરીઓની વાર્તા વર્ણવે છે જેમનું બ્રેઈનવોશ કરવામાં આવ્યું હતું અને પછી તેઓને ઈસ્લામ કબૂલ કરવા દબાણ કરવામાં આવ્યું હતું. અંતે તેઓને ISISના આતંકવાદી બનાવવામાં આવે છે. આ દરમિયાન એક ઓટો ડ્રાઈવરનો ફોટો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ધ કેરલા સ્ટોરી ફિલ્મ જોવા જનારાઓ માટે ઓટો ડ્રાઈવરોએ ફ્રી રાઈડ્સની જાહેરાત કરી છે. વાસ્તવમાં આ ઓટો ડ્રાઈવરે તેની ઓટો પાછળ તેનું બેનર પણ લગાવ્યું છે.

આ બેનરમાં લખવામાં આવ્યું છે કે ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' જોવા જનારા લોકો માટે તેમની ઓટો બિલકુલ ફ્રી છે. આ સાથે તેણે આ બેનરમાં એમ પણ લખ્યું છે કે તે પોતાની ઓટોમાં ફિલ્મ જોવા જનાર પ્રથમ દસ મહિલાઓની ટિકિટ પણ ખરીદશે.

હાલ આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને છે સોશિયલ મીડિયા પર આ ઓટો ડ્રાઈવરની ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ સાથે જ વાયરલ ફોટો મુંબઈનો જણાવવામાં આવી રહ્યો છે.

ફિલ્મની કમાણી વિશે વાત કરીએ તો રિપોર્ટના આધાર પર ધ કેરલા સ્ટોરીએ પહેલા દિવસે 7.50 કરોડનું કલેક્શન કર્યું છે. જોકે આ અર્લી ટ્રેન્ડ્સના આંકડા છે. ઓફિશ્યલ આંકડા તેનાથી વધારે પણ હોઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ