ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / this 8 films creates gandhis life story

ગાંધી નિર્વાણ દિવસ / કરમચંદ ગાંધીથી મહાત્મા ગાંધીની સફર રજૂ કરતી આ 8 ફિલ્મોમાં જોવા મળ્યા ગાંધીનાં 8 રુપ

Published By: Nikul

Last Updated: 08:07 AM, 30 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહાત્મા ગાંધીની પૂણ્યતિથી પર તેમના જીવન અને ઉપદેશો આધારિત ફિલ્મો વિશે જાણવા જેવુ, મહાત્મા ગાંધીનાં જીવનનાં દરેક એન્ગલને સમજવા માટે આ ફિલ્મો જરુરથી જુઓ.

ADVERTISEMENT

  • ફિલ્મ જાગૃતિનું ગીત સાબરમતી કે સંત આજે પણ પ્રચલિત
  • એટનબરોની ગાંધી ફિલ્મને 26 એવોર્ડ મળ્યા હતા
  • કમલ હાસનની ફિલ્મ હે રામનું આજે પણ કલ્ટ ક્લાસિકની લીસ્ટમાં

 

ગાંધીનાં દીકરાનું કેરેક્ટર અક્ષય ખન્નાએ ભજવ્યું 
ગાંધી માય ફાધરઃ અનિલ કપૂરની આ ફિલ્મમાં ગાંધીજીનું કેરેક્ટર દર્શન જરીવાલા અને તેમના દીકરના હરિલાલનું કેરેક્ટર અક્ષય ખન્નાએ ભજવ્યું હતું. ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે, હરિલાલને લાગે છે કે મહાત્માં ગાંધી એક સારા પિતા નથઈ. આ ફિલ્મ અંગે દર્શકો અને ક્રિટિક્સ દ્વારા મિશ્ર પ્રતિસાદ આપવામાં આવ્યો હતો. તેમ છતા આ ફિલ્મને નેશનલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.


વિભાજન બાદ ગાંધીજીની હત્યા સુધીનો ઘટનાક્રમ
ગાંધીઃ ધ કોન્સપિરેસીઃ કરિમ ટ્રાઇદિયાની હોલિવૂડ ફિલ્મ ગાંધઃ ધ કોન્સપિરેસીમાં ઓમ પુરી, રજિત કપૂર, ગોવિંદ નામદેવ, રાજપાલ યાદવ અને અવતાર ગીલ જેવા બોલિવૂડનાં જાણીતા એક્ટર્સ જોવા મળ્યા હતા. આ ફિલ્મ ભારતનાં વિભાજન બાદમાં ગાંધીજીની હત્યા સુધીનાં ઘટનાક્રમને રજૂ કરે છે. ફિલ્મમાં ગાંધીજીનું કેરેક્ટર એક્ટર, પ્રોડ્યુસર અને રાઇટર જિસસ સાન્સે ભજવ્યું હતું.


દેશમાં ફેલાયેલ અશાંતિની કહાણી
હે રામઃ ગાંધી અને તેમનાં વિચારો પર બનેલી ફિલ્મમાં કમલ હાસનની ફિલ્મ હે રામનો પણ સમાવેશ થાય છે. તેની સાથે કમલ હાસને આ ફિલ્મને પ્રોડ્યુસ અને ડિરેક્ટ પણ કરી હતી. જેમાં વિભાજન બાદ દેશમાં ફેલાયેલી અશાંતિ અને ગાંધીજીની હત્યાની કહાણી દર્શાવવામાં આવી છે. આ ફિલ્મમાં કમલ અને નસીરની સાથે શાહરુખ ખાન, અતુલ કુલકર્ણી, રાની મુખર્જી, ગીરીશ કર્નાડ, ઓમ પુરી જેવા બેહતરીન કલાકારો હતા.


સાબરમતી કે સંત ગીત બન્યુ પ્રચલિત
1954માં મહાત્મા ગાંધી પર બનાવવામાં આવેલ ફિલ્મ જાગૃતિને પણ યાદ કરવા જેવી છે. જેનું ગીત સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ આજે પણ પ્રચલિત છે. જે ગીતને આશા ભોસલે એ ગાયું હતું.


કોમિક અંદાજમાં ગાંધી ઉપદેશ
લગે રહો મુન્નાભાઈઃ બાપુનું સૌથી શાનદાર કેરેક્ટર ફિલ્મ લગે રહો મુન્નાભાઈમાં જોવા મળ્યું હતું. કોમિક અંદાજમાં આ ફિલ્મમાં ગાંધીનાં ઉપદેશોનો પ્રચાર કરવામાં આવ્યો હતો. રાજકુમાર હિરાણીની આ ફિલ્મમાં સંજય દત્તને બાપુ દેખાય છે. જે ફિલ્મે ભારતની સાથે યુએસમાં પણ ઘણાં અહિંસાત્મક આંદોલનોને પ્રેરણા આપી હતી.


8 ઓસ્કાર એવોર્ડ મેળવ્યા
ગાંધીઃ 1982માં રિચર્ડ એટનબરો દ્વારા નિર્દેશિત ફિલ્મ ગાંધી આજે પણ દર્શકોને યાદ છે. એંગ્લે ઈન્ડિયન પ્રોજેક્ટ તરીકે તૈયાર થયેલ આ ફિલ્મમાં હોલિવૂડ સ્ટાર બેન કિંગ્સ્લેએ મહાત્મા ગાંધીનું કેરેક્ટર ભજવ્યું હતું. અમરીશ પુરી, ઓમ પુરી, રોહિણી હટંગણી અને રજિત કપૂર જેવા મોટા કલાકારો આ ફિલ્મમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મને આઠ ઓસ્કરની સાથે બાફ્ટા, ગ્રેમી ગ્લોબ અને ગોલ્ડન ગિલ્ડ સહિત 26 એવોર્ડ મળ્યા હતા.


અનુપમ ખેરનું કેરેક્ટર દમદાર
મૈને ગાંધી કો નહીં મારાઃ વર્ષ 2005માં મૈને ગાંધી કો નહી મારા ફિલ્મ રિલીઝ થઈ હતી. જેમાં અનુપમ ખેર, ઉર્મિલા માતોંડકર, બોમન ઈરાની, વહીદા રહેમાન, પ્રેમ ચોપડા જેવા કલાકારો જોવા મળ્યા હતા. ફિલ્મમાં અનુપમ ખેરે ઉતમ ચૌધરનું કેરેક્ટર ભજવ્યુ હતું જે કબુલે છે કે તેણે ગાંધીની હત્યા કરી છે. 


ગાંધીથી મહાત્માની સફર
ધ મેકિંગ ઓફ મહાત્માઃ શ્યામ બેનેગલની આ ફિલ્મ ધ મેકિંગ ઓફ મહાત્મામાં રજિત કપૂરે મહાત્મા ગાંધીનું કેરેક્ટર ભજવ્યું હતું. જે ફિલ્મ માટે તેમને બેસ્ટ એક્ટરનો સિલ્વર લોટસ એવોર્ડ મળ્યો હતો. ફિલ્મમાં મોહનદાસ કરમચંદ ગાંધી કેવી રીતે મહાત્મા બન્યા તેની જર્ની બતાવવામાં આવી છે. જેમાં બ્રિટન અને સાઉથ આફ્રિકાની તેમની સફર કેવી રહી તે દર્શાવવામાં આવ્યું છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Gandhi my Father Kamal Haasan Mahatma Gandhi hey ram ગાંધી નિર્વાણ દિવસ મહાત્મા ગાંધી Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ