બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Thieves stole a power transformer in Bihar s Sitamarhi district

ગજબની ચોરી ! / ચાલુ લાઈટે આખું ટ્રાન્સફોર્મર ઉપાડીને લઈ ગયા ચોર, તોય કરન્ટ ન લાગ્યો, જુઓ કેવી વાપરી ટ્રિક

Kishor

Last Updated: 04:31 PM, 6 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારના સીતામઢી જિલ્લામાં ચોરીનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ચોરો વીજ વિભાગના માત્ર 2 ટ્રાન્સફોર્મરની ચોરી કરી ગયા હતા, જેને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

  • બિહારમાં ચોરીની ચકચારી ઘટના
  • અજાણ્યાં તસ્કરો વીજ ટ્રાન્સફોર્મર ચોરી ગયા

બિહારમાં ચોરીની ચકચારી ઘટના સામે આવી છે.  બિહારમાંથી જ આખે આખો પુલ અને મોબાઇલ ટાવરની ચોરી થયાની ઘટના તાજી છે. આવી સ્થિતિ વચ્ચે બિહારના સીતામઢી જિલ્લામાં એક વિચિત્ર ચોરીની ઘટના બહાર આવી છે. જેમાં અજાણ્યા શખ્સો વીજ વિભાગના બે ટ્રાન્સફરોની ચોરી કરી લઈ ગયા હતા. મહત્વનું છે કે પાવર ચાલુ હોવા છતાં તસ્કરોએ હિંમત કરી અને ટ્રાન્સફોર્મરની ચોરી કરી હતી. જે મામલો બહાર આવતા લોકો આશ્ચર્યમાં મુકાયા છે. 

કોરોનાના કારણે રાજ્યમાં વીજ વપરાશ પર પણ જોવા મળી લોકડાઉનની અસર |  coronavirus power consumption gujarat

રીગા બ્લોકના વિદ્યુત વિભાગના સહાયક ઇજનેરે નોંધાવી ફરિયાદ

સીતામઢી જિલ્લાના રીગા પોલીસ સ્ટેશન હેઠળ આવતા રામપુર ગામના આ ચકચારી કિસ્સો હાલ ભારે ચર્ચામાં છે. વાહન ચોરી, મોબાઈલ ચોરી, ઘરફોડ ચોરી સહિતના કિસ્સાઓ ઘણી વખત સામે આવતા હોય છે. પરંતુ બિહારમાં સામે આવેલા કિસ્સાને લઈને વીજ વિભાગના અધિકારીઓ પણ ચોકી ગયા છે. રાત્રિના સમયગાળા દરમિયાન ત્રાટકેલા તસ્કરો ચાલુ વીજ લાઈનનામાંથી બે વીજ ટ્રાન્સફરની ચોરી કરી ગયા હતા. તસ્કરોએ વીજ ટ્રાન્સફરના લોર્ડ માટે હેવી વાહનનો ઉપયોગ કર્યો હોવાનું પણ સામે આવી રહ્યું છે. હાલ આ મામલે રીગા બ્લોકના વિદ્યુત વિભાગના સહાયક ઇજનેરે રીગા પોલીસ મથકમાં અજાણ્યા ચોર વિરોધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.


કર્મચારીઓની સંડોવણી પર શંકા

વીજ ટ્રાન્સફોર્મરની ચોરીને પગલે આ વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાઈ જતા સ્થાનિક લોકો દ્વારા વીજ વિભાગને આ મામલે જાણ કરવામાં આવી હતી. જેની તપાસમાં ટ્રાન્સફોર્મરની ચોરી થયાનું બહાર આવતા અધિકારીઓ પણ અવાચક બની ગયા હતા. જોકે ચોરોએ આ ઘટનાને કઈ રીતે અંજામ આપ્યો તે મામલે હજુ કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. પરંતુ સ્થાનિક લોકો પણ આ પ્રકારણમાં વીજ વિભાગના કર્મચારીઓ અથવા અધિકારીઓની સંડોવણી હોવાના આક્ષેપ કરી રહ્યા છે. કારણકે વીજ ટ્રાન્સફરની ચોરી કરવામાં સમય લાગી જાતો હોય છે. ઉપરાંત પાવર ચાલુ હોવાથી જોખમ પણ વધુ રહેતું હોય છે છતાં પણ આસાનીથી ચોરી થઈ હોવાનું સામે આવતા 
કર્મચારીઓની સંડોવણી પર શંકા ઉભી કરી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ