બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / these zodiac sign people are not compatible to each other

તમારા કામનું / આ રાશિના જાતકો ક્યારેય નથી રહી શકતા સાથે, નાની નાની વાતમાં થઈ જાય છે ઝઘડા, જાણો કઈ કઈ

Arohi

Last Updated: 03:49 PM, 19 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Zodiac Sign: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, અમુક રાશિઓના જાતક એક-બીજાના ખૂબ જ સારા હમસફર સાબિત થાય છે. પરંતુ અમુક રાશિઓમાં એક બીજા સાથે ક્યારેય સારૂ નથી બનતુ અને ક્યારેય પણ સારા જીવનસાથી નથી બની શકતા.

  • આ રાશિના લોકો નથી રહી શકતા એક-બીજા સાથે 
  • નાની નાની વાતમાં થઈ જાય છે ઝઘડા
  • જાણો કઈ કઈ રાશિનું નામ છે લિસ્ટમાં 

જ્યોતિષ શાસ્ત્રમાં કોઈ વ્યક્તિની રાશિ દ્વારા તેમના સ્વભાવ, વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે જાણકારી મેળવી શકાય છે. આ પ્રકારના કપલ્સની રાશીઓ દ્વારા તેમની લવ લાઈફ વિશે અનુમાન લગાવી શકાય છે. અમુક રાશિના કપલ્સનું એક બીજા સાથે ખૂબ સારૂ બને છે. પરંતુ અમુક રાશિના કપલ્સ એકબીજાની સાથે સારી રીતે વાત પણ નથી કરી શકતા. જાણો તે રાશિઓ કઈ કઈ છે. 

મેષ-કર્ક
મેષ રાશિના લોકો પોતાના વિચારો ખૂબ સ્પષ્ટ રીતે વ્યક્ત કરે છે. ઘણી વખત સમજ્યા વિચાર્યા વગર કામ કરી નાખે છે અને દરેક વાત પર પ્રતિક્રિયા આપવાનું પસંદ કરે છે. 

પરંતુ કર્ક રાશિના જાતક ખૂબ સેન્સિટિવ અને ઈમોશનલ હોય છે અને હીજાની દેખરેખ કરે છે. જેના કારણે આ બન્ને રાશિઓના કપલ્સની વચ્ચે તાલમેલ યોગ્ય નથી રહેતો અને તેમના રિલેશનશિપમાં મુશ્કેલીઓ આવે છે. 

વૃષભ-કુંભ 
વૃષભ રાશિના લોકો ખૂબ સરળ અને વ્યાવહારિક હોય છે અને સંબંધમાં સ્થિરતાને મહત્વ આપે છે. પરંતુ કુંભ રાશિના લોકો નવા અને સ્વતંત્ર વિચારો વાળો હોય છે. 

વૃષભ રાશિના લોકો ઘણી વખત કુંભ રાશિ વાળાને સમજી નથી શકતા. જ્યારે કુંભ રાશિના લોકોને એવું થઈ શકે છે કે તે પરિવર્તનના વિરોધી છે. જેના કારણે તેમના સંબંધમાં તાલમેલ બની રહે છએ.   

મિથુન-કન્યા 
મિથુન રાશિના લોકો વાતચીત કરનાક હોય છે. પરિસ્થિતિના અનુકૂળ રહે છે અને સામાજીક ગતિવિધિઓમાં ભાગ લેવાનું પસંદ કરે છે. 

પરંતુ કન્યા રાશિના લોકો વધારે સોશિયલ રહેવાનું પસંદ નથી કરતા મિથુન રાશિના સંબંધમાં ઉત્સાહ અને જુનૂનની ઓળખ અને કન્યા રાશિની સામાન્ય દિનચર્યા સંબંધમાં ખટાસનું કારણ બની શકે છે. 

સિંહ-વૃશ્ચિક 
સિંહ રાશિના લોકો કોન્ફિડેન્ટ, પોતાની વાતને વ્યક્ત કરવા અને લાઈમલાઈટમાં રહેવાનું પસંદ કરે છે. જ્યારે વૃશ્ચિક રાશિના જાતક પોતાની વાતોને વધારે કોઈની સાથે શેર નથી કરતા અને સંબંધોને મહત્વ આપે છે. 

આ બન્ને રાશિના લોકોનું વ્યક્તિત્વ ઘણી વખત સંબંધમાં અહંકારના કારણે મુશ્કેલીઓનો સામનો કરે છે. સિંહ રાશિના લોકોને દેખરેખ અને પ્રશંસાની જરૂર હોય છે. જેનાથી વૃશ્ચિક રાશિના લોકોને ઈર્શા તાય છે અને તે વધારે પઝેસિવ થઈ જાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ