બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / These powerful features are going to start soon, announced by Elon Musk

મોટી અપડેટ / Twitter યુઝર્સ માટે ગુડ ન્યુઝ: ટૂંક સમયમાં શરૂ થવા જઇ રહ્યું છે આ જોરદાર ફિચર્સ, એલન મસ્કનું એલાન

Priyakant

Last Updated: 02:59 PM, 10 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Twitter New Feature News: એલન મસ્કે હવે ટ્વીટરનું નવું ફીચર રજૂ કરતા કહ્યું કે, ટૂંક સમયમાં જ ટ્વિટર પર કોઈપણ સાથે વોઈસ કોલ અને વીડિયો ચેટ થશે

  • એલન મસ્કે ટ્વિટર પર આવનારા નવા ફીચર વિશે માહિતી 
  • આગામી દિવસોએ ટ્વિટર પર ઇનકમિંગ કોલ અને એન્ક્રિપ્ટેડ મેસેજિંગ ફીચર્સ હશે
  • ટુંક સમયમાં જ ટ્વિટર પર કોઈપણ સાથે વોઈસ કોલ અને વીડિયો ચેટ થશે: એલન મસ્ક 

એલન મસ્કે ટ્વિટર પર આવનારા નવા ફીચર વિશે માહિતી આપી હતી. એલન મસ્કે ટ્વિટ કરી આગામી દિવસોએ ટ્વિટર પર ઇનકમિંગ કોલ અને એન્ક્રિપ્ટેડ મેસેજિંગ સહિત ઘણા નવા ફીચર્સ વિશે જણાવ્યું છે. નોંધનીય છે કે, ગયા વર્ષે એલન મસ્કે  'Twitter 2.0 the Everything App' યોજનાને ફ્લેગ ઓફ કર્યું હતું. જેમાં તેમણે એન્ક્રિપ્ટેડ ડાયરેક્ટ મેસેજ (DM), લોંગફોર્મ ટ્વીટ્સ અને પેમેન્ટ્સ જેવી સુવિધાઓ હોવાની વાત કરી હતી.

શું કહ્યું એલન મસ્કે ? 
એલન મસ્કે હવે ટ્વીટરનું નવું ફીચર રજૂ કરતા કહ્યું કે, ટૂંક સમયમાં જ ટ્વિટર પર કોઈપણ સાથે વોઈસ કોલ અને વીડિયો ચેટ થશે. આનાથી તમે તમારો નંબર આપ્યા વગર દુનિયામાં ગમે ત્યાં લોકો સાથે વાત કરી શકશો. ટ્વિટર કોલ ફીચર માઈક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મને મેટા સોશિયલ મીડિયા એપ્લીકેશન જેમ કે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર સમાન કાર્યો સાથે લાવશે. 

એલન મસ્કે કહ્યું કે , બુધવાર (10 મે) થી શરૂ કરીને, ટ્વિટર પર એન્ક્રિપ્ટેડ ડાયરેક્ટ મેસેજ વર્ઝન ઉપલબ્ધ થશે. જો કે, તેણે એ નથી જણાવ્યું કે કોલ્સ એન્ક્રિપ્ટેડ હશે કે નહીં. તેમણે કહ્યું કે જે ખાતા ઘણા વર્ષોથી નિષ્ક્રિય છે તેને દૂર કરવામાં આવશે, જેના કારણે ફૂલોની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે.

મેસેજિંગ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવું હશે
તમને જણાવી દઈએ કે ટ્વિટરના આ નવા ફીચરથી તમે Facebook અને Instagram જેવા ડાયરેક્ટ મેસેજ કરી શકો છો. Twitter પર મેસેજિંગ હજી પણ ઉપલબ્ધ છે, પરંતુ એન્ક્રિપ્ટેડ નથી. ટ્વિટરની પોલિસી અનુસાર મહિનામાં એકવાર એકાઉન્ટ લોગિન કરવું જરૂરી છે. જેથી લાંબા સમય સુધી નિષ્ક્રિય રહેવાને કારણે ટ્વિટર એકાઉન્ટને કાયમી ધોરણે કાઢી નાખવાથી બચી શકાય. 

નોંધનીય છે કે, આ દિવસોમાં ટ્વિટર તેના નવા નિર્ણયોને કારણે હેડલાઇન્સમાં છે. ભૂતકાળમાં ટ્વિટરે સેલિબ્રિટી અને જાણીતા નેતાઓની પ્રોફાઇલમાંથી વેરિફાઇડ બ્લુ ટિક હટાવી દીધી હતી. જોકે થોડા સમય પછી ટ્વિટરે 10 લાખ ફોલોઅર્સ ધરાવતા હાઈપ્રોફાઈલ ટ્વિટર એકાઉન્ટ પર બ્લુ ટિક પાછું આપી દીધું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ