બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / આરોગ્ય / These healthy things Somewhere can prove harmful, Do not make such mistakes

ઍલર્ટ! / સાચવજો! હેલ્ધી કહેવાતી આ ચીજવસ્તુઓ જ ક્યાંક નુકસાનકારક સાબિત ના થાય, ભૂલથી પણ ન કરતા આવી ભૂલો

Megha

Last Updated: 04:50 PM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે વસ્તુઓ તમે રોજ હેલ્ધી સમજીને ખાઓ છો તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ સાબિત થઇ શકે છે, તો શાકભાજી અને ફળનું સેવન કરતી ક્યારેય આવી ભૂલો ન કરવી જોઈએ

  • લોકો શાકભાજી અને ફળનું સેવન કરતી વખતે લોકો આ ભૂલ કરે 
  • જેને હેલ્ધી ગણો છો એ વસ્તુઓ ક્યાંક નુકસાન ન કરે
  • ટામેટાંનાં પાન ભૂલથી પણ ન ખાવાં જોઈએ

તમને જો ક્યારેક જાણ થાય કે જે વસ્તુઓ તમે રોજ હેલ્ધી સમજીને ખાઓ છો તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તો? હા, ખરેખર કેટલીક એવી ભૂલો લોકો શાકભાજી અને ફળનું સેવન કરતી વખતે કરતા હોય છે. જાણો શું છે તમારી ભૂલો...


- બટાકાઃ બટાકા મોટા ભાગે દરેક શાકભાજીમાં નાખવામાં આવે છે. શું તમે જાણો છો કે બટાકાનો ઉપયોગ ત્યારે જ કરી શકાય છે, જ્યારે તેનો રંગ લીલો ન હોય. લીલા રંગના બટાકામાં ગ્લાઇકોલ કેલોએડ નામનો વિષયુક્ત પદાર્થ હોય છે, જે આપણા શરીરને નુકસાન પહોંચાડે છે. આ સિવાય અંકુરિત બટાકા ખાવાથી પણ બચવું જોઈએ, નહીંતર ઊલટી અને ઝાડા જેવી સમસ્યાઓ થઈ શકે છે
- બદામઃ કડવી બદામમાં સાઈનાઇડ જેવા ઝેરીલા પદાર્થ હોઈ શકે છે. સંશોધન જણાવે છે કે આ પ્રકારની બદામનું વધારે સેવન તમને મૃત્યુના મુખમાં ધકેલી શકે છે. કડવી બદામનું સેવન ન કરવું જોઈએ
- ચેરીઃ ચેરી પીળા અને લાલ જેવા જુદા જુદા રંગમાં મળે છે, તેમાં વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર માત્રમાં મળે છે. તેનું સેવન કરવાથી વજન ઘટાડી શકાય છે પણ સ્વાસ્થ્યની દૃષ્ટિએ વરદાન માનવામાં આવતી ચેરીનાં બી એટલાં જ જોખમકારક હોય છે. આમાં હાઇડ્રોજન સાઈનાઇડ હોય છે, જેનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક 
હોય છે.


- ટામેટાંઃ ટામેટાં ખાવાં એ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે પણ તેનાં પાનનું સેવન એટલું જ જોખમકારક હોય છે. આમાં ઝેરીલો પદાર્થ હોય છે. ટામેટાંનાં પાન ભૂલથી પણ ન ખાવાં જોઈએ
- મશરૂમઃ મશરૂમ આપણા સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે લાભદાયક હોય છે, પરંતુ મશરૂમની કેટલીક પ્રજાતિઓ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે, માટે જ્યારે પણ મશરૂમ ખાઓ ત્યારે તેની ગુણવત્તા તપાસવી ખૂબ જ જરૂરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ