બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / ગુજરાત / અમદાવાદ / These five people should not do darshan of Holika Dahan even by mistake

દર્શન / આ પાંચ લોકોએ હોળિકા દહનના દર્શન ભૂલથી પણ ન કરવા, નહીંતર સંબંધોમાં આવશે કડવાશ

Ajit Jadeja

Last Updated: 09:32 PM, 24 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફાગણ માસની પુનમે રાત્રે મુર્હૂતમાં હોળી પ્રગટાવવામાં આવે છે. પરંતુ પાંચ વ્યક્તિ જેમણે હોળિકા દહનના દર્શન ન કરવા જોઇએ તેવી માન્યતા છે.

હોળીનો તહેવાર એ અનિષ્ટ પર સારાની જીતનો તહેવાર છે. તે પ્રેમ, ભાઈચારા અને આનંદનો તહેવાર પણ છે. હોલિકા દહન દર વર્ષે ફાલ્ગુન માસની પૂર્ણિમાની તારીખે કરવામાં આવે છે. હોળી અને ધુળેટી એટલે રંગોનો તહેવાર છે. આજે હોળીકા દહન થશે. જ્યોતિષાચાર્ય અનુસાર ફાગણ માસની પુનમે રાત્રે નક્કી મુર્હૂતમાં હોળી પ્રગટાવવામાં આવે છે.  પરંતુ પાંચ વ્યક્તિ જેમણે હોળિકા દહનના દર્શન ન કરવા જોઇએ તેવી માન્યતા છે. માન્યતા જોઇએ તો હોળીની અગ્નિ કોને ન જોવી જોઈએ તમે પણ જાણો.

1. લગ્નના પહેલા વર્ષે નવવધુએ સાસરીમાં પહેલી હોળી મનાવવી ના જોઇએ. નવવધુએ પહેલી હોળી પીયરમાં જ મનાવવી જોઇએ. હોળિકા જ્યારે અગ્નીમાં રાખ થયા તેના આગળના દિવસે તેના લગ્ન ઇલોજીથી થવાના હતા. ઇલોજીની મા જ્યારે દિકરાની જાન લઇને પહોચી ત્યારે તેમણે હોળિકાની ચિંતા જોતા પ્રાણનો ત્યાગ કર્યો હતો. ત્યારથી આ પ્રથા ચાલી આવે છે કે નવવધુએ સાસરીમાં પહેલી હોળી ન જોવી જોઇએ. જેને લીધે હોળીના તહેવારના કેટલાક દિવસો પહેલા તેને પિયરમાં બોલાવી લેવામાં આવે છે.

2. કહેવાય છે કે  સાસુ-વહૂએ એક સાથે મળીને હોળિકા દહન ન જોવુ જોઈએ. સાથે જોવે તો બંનેના સંબંધોમાં કડવાસ, મતભેદ આવી શકે છે.

3. એકમાત્ર સંતાનના માતા-પિતાએ પણ હોળિકા દહન જોવું ન જોઇએ. એવું એટલા માટે કેમ કે પ્રહલાદ પણ હિરણ્યકશ્યપ-કયાધુના એકમાત્ર સંતાન હતા

4. ગર્ભવતી મહિલાઓએ પણ હોળિકા દહન જોવાથી બચવું જોઇએ. તેમના માટે હોળીકાની પરિક્રમા કરવું અશુભ માનવામાં આવે છે.

5. નવજાત બાળકોએ પણ હોળિકા દહનથી દૂર રહેવું જોઇએ. કહેવાય છે કે બાળકો પર તેનાથી નકારાત્મક અને અશુભ અસર પડે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ