બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / These countries, including India-America, will make China's sleep forbidden! Planning ready

એક્શન પ્લાન / ભારત-અમેરિકા સહિત આ દેશો કરશે ચીનની ઊંઘ હરામ! પ્લાનિંગ તૈયાર, જાણો વિગત

Priyakant

Last Updated: 02:35 PM, 8 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India China News: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે રવિવારે સાઉદી અરેબિયામાં અમેરિકા, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતના તેમના સમકક્ષો સાથે મુલાકાત કરી

  • ભારત-અમેરિકા સહિતના અનેક દેશો હવે ચીનની ઊંઘ હરામ કરી શકે
  • અમેરિકા, સંયુક્ત આરબ અમીરાત અને સાઉદી અરેબિયા એક પ્રોજેક્ટ પર કામ શરૂ કરી શકે
  • મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ દ્વારા મધ્ય પૂર્વને દરિયાઈ માર્ગો દ્વારા દ.એશિયા સાથે જોડવામાં આવશે

ભારત-અમેરિકા સહિતના અનેક દેશો હવે ચીનની ઊંઘ હરામ કરી શકે છે. વાત જાણે એમ છે કે, આગામી સમયમાં ભારત, અમેરિકા, સંયુક્ત આરબ અમીરાત અને સાઉદી અરેબિયા એક પ્રોજેક્ટ પર કામ શરૂ કરી શકે છે. પ્રાથમિક વિગતો મુજબ આ પ્રોજેક્ટ મધ્ય પૂર્વના દેશોને રેલ નેટવર્ક દ્વારા જોડશે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ દ્વારા મધ્ય પૂર્વને દરિયાઈ માર્ગો દ્વારા દક્ષિણ એશિયા સાથે જોડવામાં આવશે તેવા અહેવાલો સામે આવ્યા છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આ સંબંધમાં રવિવારે સાઉદી અરેબિયામાં અમેરિકા, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતના તેમના સમકક્ષો સાથે મુલાકાત કરી છે.

એક અમેરિકન ન્યૂઝ વેબસાઈટ અનુસાર આ બેઠક દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોએ યુએસ દ્વારા પ્રસ્તાવિત મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર ચર્ચા કરી હતી. અમેરિકા ઇચ્છે છે કે, આ પ્રોજેક્ટમાં ભારતની રેલ નેટવર્ક નાખવાની કુશળતાનો ઉપયોગ કરવામાં આવે. આ પ્રોજેક્ટ દ્વારા અમેરિકા મધ્ય પૂર્વમાં ચીનના વધતા પ્રભાવ અને તેના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવને ઘટાડવા માંગે છે. 

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બ્લુ ડોટ નેટવર્ક તરીકે ઓળખાતા આ પ્રોજેક્ટનો પાયો 18 મહિના પહેલા I2U2 ફોરમમાં વાતચીત દરમિયાન નાખવામાં આવ્યો હતો. આ ફોરમમાં ભારત, ઈઝરાયેલ, અમેરિકા અને સંયુક્ત આરબ અમીરાત સામેલ છે. 2021ના ​​અંતમાં આ ફોરમની રચના મધ્ય પૂર્વમાં વ્યૂહાત્મક માળખાકીય પ્રોજેક્ટ્સની ચર્ચા કરવા માટે કરવામાં આવી હતી. મધ્ય પૂર્વને જોડતા પ્રોજેક્ટમાં ભારતના રેલ નેટવર્કની કુશળતાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે આપ્યો હતો સંકેત ? 
અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને ગુરુવારે વોશિંગ્ટન ઈન્સ્ટિટ્યૂટ ફોર નીયર ઈસ્ટ પોલિસીમાં એક ભાષણ દરમિયાન સંકેત આપ્યો હતો કે, પ્રોજેક્ટ પર કામ શરૂ થઈ શકે છે. તેણે કહ્યું, જો તમને મારા ભાષણમાંથી બીજું કંઈ યાદ નથી, તો I2U2 યાદ રાખો, કારણ કે જેમ જેમ અમે આગળ વધીશું તેમ તેમ તમે તેના વિશે વધુ સાંભળતા હશો. તેમણે કહ્યું હતું કે આ પ્રોજેક્ટ, જે અમેરિકાની આર્થિક ટેક્નોલોજી અને કૂટનીતિને વધુ આગળ વધારશે, તે દક્ષિણ એશિયા, મધ્ય પૂર્વ અને અમેરિકાને જોડશે. તેમના મતે, પ્રાદેશિક એકીકરણ એ મધ્ય પૂર્વમાં બિડેન વહીવટીતંત્રની વ્યૂહરચનાનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. 

બ્લુ-ડોટ નેટવર્કમાં જોડાઈને ભારત શું હાંસલ કરવા માંગે છે?
એક ભારતીય ન્યૂઝ વેબસાઈટના સૂત્રોને ટાંકીને લખ્યું છે કે, ભારત સરકાર આ પ્રોજેક્ટમાં સામેલ થવા માંગે છે કારણ કે તે ભારતના ત્રણ વ્યૂહાત્મક ઉદ્દેશ્યોને પૂરા કરે છે.

ઉદ્દેશ નંબર-1 
ચીને મધ્ય પૂર્વમાં પોતાનો રાજકીય પ્રભાવ ઘણો વિસ્તાર્યો છે. તાજેતરમાં જ્યારે ચીનની મધ્યસ્થીથી સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી થઈ ત્યારે તે ભારત માટે ચોંકાવનારું હતું. ઉર્જા સુરક્ષાની દ્રષ્ટિએ ભારત માટે મધ્ય-પૂર્વ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ કરારથી આ ક્ષેત્રમાં ભારતીય હિતોને અસર થવાનું જોખમ નોંધપાત્ર રીતે વધી ગયું છે. હવે આ પ્રોજેક્ટમાં સામેલ થઈને ભારતને આ ક્ષેત્રમાં પોતાનો પ્રભાવ વધારવાની તક મળી છે. આ પ્રોજેક્ટમાં જોડાવાથી ભારત પહેલા મધ્ય પૂર્વને રેલ નેટવર્કથી જોડવામાં મહત્વની ભૂમિકા ભજવશે. ત્યારબાદ મધ્ય પૂર્વના દેશોને દરિયાઈ માર્ગો દ્વારા દક્ષિણ એશિયા સાથે જોડવામાં આવશે. તેનાથી ઓછા ખર્ચે અને ઓછા સમયમાં તેલ અને ગેસ ભારતમાં પહોંચશે. ગલ્ફ દેશોમાં રહેતા અને કામ કરતા 80 લાખ ભારતીયોને પણ આ પ્રોજેક્ટનો લાભ મળશે.

ઉદ્દેશ નંબર-2 
આ પ્રોજેક્ટ રેલ્વે ક્ષેત્રમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડર તરીકે ભારતને બ્રાન્ડ કરવામાં મદદ કરશે. ભારતે દેશની અંદર એક મજબૂત રેલ નેટવર્ક સ્થાપિત કર્યું છે. ભારતે શ્રીલંકામાં રેલ નેટવર્ક સ્થાપિત કરવામાં પણ સફળતા મેળવી છે. આ કારણે ભારતનો આત્મવિશ્વાસ વધ્યો છે કે, તે વિદેશોમાં પણ આ પ્રકારનું નેટવર્ક સ્થાપિત કરી શકે છે. ભારત ઈચ્છે છે કે, તેની જાહેર અને ખાનગી ક્ષેત્રની કંપનીઓને મધ્ય પૂર્વના દેશોમાં નવા આર્થિક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની તકો મળે. આ પ્રોજેક્ટમાં જોડાવાથી ભારતને ચીનની બેલ્ટ એન્ડ રોડ પહેલ સાથે સ્પર્ધા કરવામાં મદદ મળશે. ચીનના આ પ્રોજેક્ટથી આ ક્ષેત્રના દેશો પર આર્થિક દબાણ આવ્યું છે, પરંતુ અમેરિકા દ્વારા પ્રસ્તાવિત બ્લૂ ડોટ નેટવર્કમાં જોડાનારા દેશો પર આ પ્રકારનું આર્થિક દબાણ નહીં હોય.

ઉદ્દેશ નંબર-3 
ભારત સરકારને લાગે છે કે, પાકિસ્તાન દ્વારા લેન્ડ ટ્રાન્ઝિટ રૂટને અવરોધવાને કારણે ભારત મધ્ય પૂર્વમાં તેના પડોશીઓ સાથે સંપૂર્ણ રીતે જોડાઈ શકતું નથી. તેથી ભારત મધ્ય પૂર્વના બંદરો સુધી પહોંચવા માટે શિપિંગ માર્ગોનો ઉપયોગ કરવા માંગે છે. તેમાં ઈરાનનું ચાબહાર બંદર, બંદર-એ-અબ્બાસ (ઈરાન), દુકમ (ઓમાન), દુબઈ (યુએઈ), જેદ્દાહ (સાઉદી અરેબિયા) અને કુવૈત સિટીનો સમાવેશ થાય છે.

ચીનની બેલ્ટ એન્ડ રોડ પહેલ શું છે ?  
ચીનનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ 'બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ' (BRI) એશિયા, યુરોપ અને આફ્રિકાને રોડવેઝ, રેલ્વે અને દરિયાઈ માર્ગો દ્વારા જોડવા માટે શરૂ કરવામાં આવ્યો છે. ચીન આ પ્રોજેક્ટને ઐતિહાસિક 'સિલ્ક રૂટ'ના આધુનિક સ્વરૂપ તરીકે રજૂ કરે છે. મધ્યકાલીન સમયગાળામાં, ચીન સહિત ઘણા દેશો એશિયા અને યુરોપના દેશો સાથે વેપાર માટે સિલ્ક રૂટનો ઉપયોગ કરતા હતા.

રાષ્ટ્રપતિ શી જિનપિંગ દ્વારા શરૂ કરાયો હતો આ પ્રોજેક્ટ 
વર્ષ 2013માં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ દ્વારા શરૂ કરાયેલો આ પ્રોજેક્ટ વિશ્વનો સૌથી મોટો ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ બની ગયો છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (ફોટો- રોઇટર્સ) આ પ્રોજેક્ટ દ્વારા ચીને એશિયા, આફ્રિકા અને મધ્ય પૂર્વમાં જંગી રોકાણ કર્યું છે. ચીન યુરોપિયન દેશોમાં પણ ઘણું રોકાણ કરી રહ્યું છે. ચીને આ પ્રોજેક્ટમાં 100 થી વધુ દેશોને જોડ્યા છે અને વિશ્વભરમાં 2600 થી વધુ BRI પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. ચીને આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા દેશોમાં 770 અબજ ડોલરથી વધુનું રોકાણ કર્યું છે અને હજુ પણ ભારે રોકાણ ચાલી રહ્યું છે. બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ દ્વારા ચીને ભારતના પડોશી દેશો પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ, મ્યાનમાર વગેરેમાં પણ જંગી રોકાણ કર્યું છે. 

BRIની થઈ રહી છે ટીકા
આ પ્રોજેક્ટ માટે ચીનની ટીકા પણ થઈ રહી છે કે તેના દ્વારા તે ગરીબ અને વિકાસશીલ દેશોને પોતાના દેવાની જાળમાં ફસાવે છે. એવું કહેવાય છે કે ચીન પ્રોજેક્ટ દ્વારા દેશોને આર્થિક મદદ કરે છે, પરંતુ સાથે જ બદલામાં તેમના પર મનસ્વી શરતો લાદે છે. જોકે રાષ્ટ્રપતિ જિનપિંગ આ આરોપોને ફગાવી રહ્યાં છે. તેમનું કહેવું છે કે, BARIનો હેતુ ન તો ચીનના ભૌગોલિક રાજકીય ઉદ્દેશ્યોને આગળ ધપાવવાનો છે કે ન તો કોઈ જૂથ બનાવવાનો છે. તેમનું કહેવું છે કે, આ પ્રોજેક્ટથી આખી દુનિયાને ફાયદો થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ