બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / These 5 zodiac signs including Gemini and Aquarius will get good earnings

ફાયદો / મિથુન અને કુંભ સહિત આ 5 રાશિના જાતકોને થશે સારી કમાણી: આજથી એક જ નક્ષત્રમાં છે બુધ અને ગુરુ

Kishor

Last Updated: 06:07 PM, 25 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષશાસ્ત્રમાં જેને ખુબ શુભ અને મહત્વના ગણવામાં આવે છે તે બુધ અને ગુરુનો સંયોગ થવા જઈ રહ્યો છે. બુધને તર્કનો કારક અને ગુરુને જ્ઞાનનો કારક ગ્રહ મનાઈ છે ત્યારે આ બન્ને ગ્રહ ગ્રહો એકસાથે રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરશે. જે ને લઈને 5 રાશિના લોકોને ખૂબ જ ફાયદો થઈ શકે છે.

  • જ્યોતિષશાસ્ત્રમાં સૌથી શુભ ગણાતા બુધ અને ગુરુ ગ્રહનો સંયોગ
  • પાંચ રાશિના જાતકોને થશે ફાયદો
  • મિથુન, વૃષભ રાશીનો સમાવેશ

બુધ અને ગુરુ ગ્રહના સંયોગને પગલે વૃષભ રાશીના લોકોને પૂરેપૂરો લાભ મળી શકે છે. આ સમયગાળા દરમિયાન સંપત્તિમાં વધારો થવાની સંભાવના સાથે પૈસા કમાવાની ઘણી બધી તકોનું સર્જન થાય તેવું જણાઈ રહ્યું છે. તેમજ માર્ચ મહિનાના અંતિમ સપ્તાહ સુધી ભાઈ બહેન સહિત પરિવારજનો તરફથી પણ પૂરેપૂરો સાથ સહકાર મળે તેવા સંજોગો દેખાઈ રહ્યા છે.

મકર રાશિમાં આવશે બુધ, આ રાશિના લોકો માટે સારા દિવસોની થશે શરૂઆત | budh rashi  parivartan december 2022 budh transit in capricorn know effect on others


મિથુન રાશિના જાતકોને પણ જબરો ફાયદો

બીજી બાજુ બુધ અને ગુરુ ગ્રહના સંયોગને પગલે મિથુન રાશિના જાતકોને પણ જબરો ફાયદો થઈ શકે તેમ છે. આ સમયગાળા દરમિયાન મિથુન રાશિના લોકો માટે કારકિર્દી સર્જન માટે અનેક તકો મળશે. સાથે પ્રગતિ ધારી પ્રગતિ થશે. આ ઉપરાંત મિલકત જમીન અને વાહન ખરીદીના પણ ઉજળા સંજોગો દેખાઈ રહ્યા છે અને નોકરિયાત વર્ગને તેમની મહેનત પ્રમાણે પ્રશંસા મળે તેવું પણ જાણવા મળી રહ્યું છે.

30 વર્ષ બાદ કુંભ રાશિમાં શનિ: શું આવશે કોઈ આફત? તમારી રાશિ પર પડશે આવી અસર  | shani rashi parivartan 2023 how all zodiac signs people will be effected  with shani ki sadhe sati


વૃશ્ચિક રાશિના લોકોની આર્થિક સ્થિતિ મજબૂત થશે

વૃશ્ચિક રાશિના લોકો માટે પાંચમાં ભાગમાં બુધ અને ગુરુ ની યતી રહેશે જેને પગલે રચનાત્મક કાર્ય સાથે જોડાયેલા લોકો માટે આ એકદમ લાભદાય માનવામાં આવે છે. જેની સાથે તેમની આવકમાં પણ વધારો થઈ શકે છે અને આર્થિક સ્થિતિ પણ મજબૂત થાય તેવા સંજોગો છે.

ધનું અને કુંભ રાશિના જાતકોને આ ફાયદો

વધુમાં ધનુ રાશિના લોકો માટે પણ ગુરુ અને બુધનો સંયોગ અદભુત લાભદાયિક સાબિત થઈ શકે છે. આ રાશિના લોકો નવી જમીન અથવા અન્ય કોઈ મિલકત ખરીદવાનું વિચારી રહ્યા હોય તો તેના માટે આ સમય ખૂબ જ સારો નીવડી શકે છે. કરિયરની દ્રષ્ટિએ નોકરી બદલાવાની તક મળી શકે છે. ઉપરાંત નોકરી બદલ્યાની સાથે જ આ રાશિના જાતકો માટે સારા પરિણામો આવી શકે છે. તો બંને ગ્રહના સંયોગને પગલે કુંભ રાશિના લોકોની વાણીમાં પવિત્રતા આવી શકે છે. પરિણામે આ સમયગાળા દરમિયાન અન્ય લોકો આસાનીથી કુંભ રાશીના લોકોની વાત સ્પષ્ટ રીતે સમજી શકશે. જેને લઇને વેપારી વર્ગના લોકો માટે આ સમયગાળો ઉત્તમ લાભદાય નીવડશે. તેમજ શિક્ષકો માટે પણ ખૂબ જ શુભ સાબિત થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ