બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / These 5 Winter Mistakes Cause Constipation, Quit It Today

આરોગ્ય ટિપ્સ / શિયાળામાં આ 5 ભૂલોના કારણે થઈ જાય છે કબજિયાતની સમસ્યા, આજે જ છોડો

Pooja Khunti

Last Updated: 03:31 PM, 15 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Harmful Winter Habits That Can Cause Constipation: શિયાળો આવે અને સાથે અનેક પ્રકારની બીમારીઓ લાવે. શિયાળામાં તળેલાં પદાર્થ ખાવાથી કબજિયાતની સમસ્યા થઈ શકે છે.

  • શારીરિક પ્રવૃતિનો અભાવ 
  • ચા-કોફીનું વધુ પડતું સેવન
  • પ્રોસેસ્ડ ફૂડનું વધુ પડતું સેવન 

શિયાળામાં ભૂખ વધુ લાગે છે અને તળેલાં પદાર્થ ખાવાની પણ ઈચ્છા થાય છે.  જેના કારણે આગળ જતાં પાચનને લગતી સમસ્યાઓ વધી જાય છે.  શિયાળામાં તરસ ખૂબજ ઓછી લાગે છે. જેના કારણે શરીર ડિહાઇડ્રેટ થઈ શકે છે.  શિયાળામાં ઠંડીનાં કારણે કસરત કરવાનું પણ ઓછું થઈ જાય છે. જેનાં કારણે પેટની સમસ્યાઓ વધી જાય છે. ડિહાઈડ્રેશન અને કસરત ન કરવાનાં કારણે શૌચ કરવામાં તકલીફ થઈ શકે છે. જેથી આગળ જતાં કબજિયાતની સમસ્યા થાય છે. 

ડીહાઈડ્રેશન 
શિયાળામાં તરસ ખૂબ જ ઓછી લાગે છે. જેના કારણે શરીરમાં પાણીની કમી થઈ જાય છે.  એક સ્વસ્થ પાચન તંત્ર માટે પૂરતું પાણી પીવું ખૂબજ જરૂરી છે. પાણીનાં ઓછા પ્રમાણમાં સેવનથી મળ સખ્ત બને છે. જેના કારણે કબજિયાતની સમસ્યા થઈ શકે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવાં દિવસમાં 2 થી 3 લિટર પાણીનું સેવન કરવું જોઈએ. 

ફાયબરનું સેવન ઓછી માત્રામાં થવાથી 
શિયાળામાં ઘણાં એવાં ખોરાકનું સેવન કરવામાં આવે છે જેની અંદર ફાયબરનું પ્રમાણ ઓછું હોય છે. ફાયબરનું સેવન ઓછા પ્રમાણમાં થવાથી કબજિયાતની સમસ્યા થાય છે. ફાયબરનાં સેવનથી મળ નરમ બને છે અને પેટ સાફ રહે છે. શિયાળામાં ફાયબરનું સેવન કરવાં માટે અનાજ, ફળ અને શાકભાજી ખાવા જોઈએ. 

શારીરિક પ્રવૃતિનો અભાવ 
શિયાળામાં લોકો ઘરની બહાર જવાનું ટાળે છે. જેના કારણે શારીરિક પ્રવૃતિ ઓછી થઈ જાય છે.  શારીરિક પ્રવૃતિ પાચન તંત્રને ઉત્તેજિત કરે છે અને કબજિયાત અટકાવવામાં મદદરૂપ થાય છે. નિયમિત રીતે મળ ત્યાગ માટે તમારી દિનચર્યામાં ઇન્ડોર કસરત અથવા પ્રવૃતિને સામેલ કરો. 

ચા-કોફીનું વધુ પડતું સેવન 
શિયાળામાં ઘણાં લોકો શરીરને ગરમ રાખવાં માટે ચા, કોફી અને હોટ ચોકલેટ જેવાં ગરમ પીણાંનું સેવન વધુ માત્રામાં કરતાં હોય છે. આ બધી જ વસ્તુઓનાં સેવનથી શરીરમાં ડીહાઈડ્રેશનનું પ્રમાણ વધી જાય છે. જે કબજિયાતની સમસ્યાને વધારી શકે છે. કબજિયાતની સમસ્યાથી બચવા માટે ચા-કોફીનું વધુ પડતું સેવન ટાળવું જોઈએ. 

પ્રોસેસ્ડ ફૂડનું વધુ પડતું સેવન 
પ્રોસેસ્ડ ફૂડ શરીર માટે હાનિકારક છે.  તેને પાચન થતાં પણ વાર લાગે છે. જેના કારણે પેટમાં કબજિયાતની સમસ્યા થઈ શકે છે. એટલાં માટે શિયાળામાં પ્રોસેસ્ડ ફૂડનાં સેવનથી બચવું જોઈએ. પ્રોસેસ્ડ ફૂડનાં સેવનથી કબજિયાતની સાથે અપચ અને ગેસ પણ થઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ