બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / There may be major changes in the Saurashtra BJP organization before the Lok Sabha elections

રાજકારણ / લોકસભાની ચૂંટણી પૂર્વે સૌરાષ્ટ્ર ભાજપ સંગઠનમાં થઈ શકે છે મોટા ફેરફાર, જાણો કારણ

Malay

Last Updated: 09:51 AM, 6 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભાની ચૂંટણી પૂર્વે પ્રદેશ ભાજપ સંગઠનમાં વધુ કેટલાક ફેરફાર થઈ શકે છે. ગીર સોમનાથ, પોરબંદર, ડાંગ જિલ્લાના ભાજપ પ્રમુખ બદલાયા બાદ હવે ભારતીય જનતા પાર્ટી સૌરાષ્ટ્રમાં મોટા ફેરફાર કરી શકે છે.

 

  • પ્રદેશ ભાજપ સંગઠનમાં થઇ શકે ફેરફાર
  • લોકસભાની ચૂંટણી પૂર્વે થઈ શકે ફેરફાર
  • 3 જિલ્લાના નવા ભાજપ પ્રમુખની નિમણૂક

આવતા વર્ષે એટલે કે વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ હવે ભાજપે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટી આ લોકસભાની ચૂંટણીમાં કોઈ રિસ્ક લેવા માંગતી નથી. લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપ સંગઠનમાં ફેરફાર કરી શકે છે.

લોકસભાની ચૂંટણી પૂર્વે સૌરાષ્ટ્રમાં થઈ શકે છે ફેરફાર
એવું કહેવામાં આવી રહ્યું છે કે, લોકસભાની ચૂંટણી પૂર્વે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા અને મહાનગરમાં ફેરફાર થઈ શકે છે. વિધાનસભાના પરિણામના લેખાજોખા અને પ્રમુખો સામે ફરિયાદને લઈને ફેરફાર થઈ શકે છે. આપને જણાવી દઈએ કે, તાજેતરમાં જ ગીર સોમનાથ, પોરબંદર અને ડાંગ જિલ્લા ભાજપના પ્રમુખો બદલાયા છે. હજુ કેટલાક જિલ્લા ભાજપ અને મહાનગરમાં ફેરફારની શક્યતા છે.

ભાજપે મોદી સરકારના 8 વર્ષની સિદ્ધિઓ ગણાવી : પાટીલે કહ્યું, દેશની રસીને  કારણે કોરોના રોકાયો, CM પટેલ બોલ્યા તમામ નાગરિકો ખુશ છે | CM Bhupendra Patel  and ...
ભૂપેન્દ્ર પટેલ અને સી.આર પાટીલ

ભાજપ સંગઠન દ્વારા નવા પ્રમુખોની વરણી કરાઈ
ભાજપે તાજેતરમાં જ ત્રણ જિલ્લાના નવા પ્રમુખોની નિમણૂક કરી છે. જેમાં ગીર સોમનાથમાં મહેન્દ્રભાઈ પિઠીયા, પોરબંદરમાં રમેશભાઈ ઓડેદરા અને ડાંગમાં કિશોરભાઈ ગાવીત જિલ્લા પ્રમુખ તરીકે નિમાયા છે. તાજેતરમાં જ ત્રણેય જિલ્લાના પ્રમુખોના રાજીનામા લેવાઈ ગયા હતા. જેની બાદ પ્રદેશ પ્રમુખે ત્રણેય જિલ્લામાં નવા પ્રમુખની વરણી કરી છે. આ પહેલા દેવભૂમિ દ્વારકા અને સુરેદ્રનગરમાં પણ ફેરફાર થયા હતા.

ભાજપે તમામ બેઠક જીતવા લક્ષ્યાંક નિર્ધારિત કર્યો
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપે રેકોર્ડ બ્રેક 156 બેઠકો જીતને રાજકારણમાં નવો ઇતિહાસ બનાવ્યો છે. હવે ભાજપે લોકસભા મિશન-2024 માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. પ્રદેશ ભાજપ દ્વારા લોકસભાની 26માંથી 26 બેઠક મેળવવાનો લક્ષ્યાંક નિર્ધારીત કરાયો છે. લોકસભા ચૂંટણીમાં વિપક્ષની ડિપોઝિટ જપ્ત કરવાનો લક્ષ્યાંક નિર્ધારીત કરવામાં આવ્યો છે. 

2024ની ચૂંટણી માટે CR પાટીલે અત્યારથી જ કાર્યકરોને આપી દીધો ટાર્ગેટ: કહ્યું  26 બેઠકો જીતીશું | CR Patil has already given the target to the workers for  the 2024 elections

તમામ ધારાસભ્યોને આપી દીધી છે સૂચના
લોકસભાની ચૂંટણી વર્ષ 2024માં આવશે અને હજુ તેને એક વર્ષ કરતા વધુનો સમય બાકી છે, પરંતુ અત્યારથી જ ભાજપ દ્વારા પોતાના ધારાસભ્યોને સ્પેશિયલ ટાસ્ક આપીને મહત્વની સૂચના આપી દેવામાં આવી છે. ધારાસભ્યોને ચૂંટણીલક્ષી કામગીરીનો પ્રારંભ કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. ધારાસભ્યોને મોબાઈલ એપ્લિકેશન દ્વારા મતદારોનો સંપર્ક કરવાની સૂચના આપી દેવામાં આવી છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ