બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / There is some relief today compared to yesterday in Corona cases in India

COVID 19 / ભારતમાં કોરોના કેસમાં ગઇકાલની સરખામણીએ આજે થોડી રાહત, મૃત્યુઆંક પણ ઘટ્યો

Priyakant

Last Updated: 11:05 AM, 20 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, સક્રિય કોવિડ કેસ ગઈકાલે 1,01,830 થી ઘટીને આજે 1,01,166 થઈ ગયા

  • ભારતમાં છેલ્લા 24 કલાકમાં 13,272 નવા કેસ સામે 36 લોકોના મોત 
  • છેલ્લા 24 કલાકમાં 13,900 લોકો કોરોનાથી સાજા થયા 
  • હળ દેશમાં સક્રિય કેસ 1,01,166, દૈનિક હકારાત્મકતા દર 4.21%

ભારતમાં છેલ્લા 24 કલાક દરમ્યાન કોરોના વાયરસના 13,272 નવા કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગના સત્તાવાર આંકડા મુજબ છેલ્લા 24 કલાક દરમ્યાન 36 લોકોના મોત થયા અને 13,900 લોકો ચેપથી સાજા થયા છે. મહત્વનું છે કે, ગઈકાલે  24 કલાકમાં દેશમાં કોરોનાના 15,754 નવા કેસ નોંધાયા હતા તો 39 લોકોના મોત થયા હતા. 


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર સક્રિય કોવિડ કેસ ગઈકાલે 1,01,830 થી ઘટીને આજે 1,01,166 થઈ ગયા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,43,27,890 લોકોને ચેપ લાગ્યો છે, જેમાંથી 43,699,435 લોકો વાયરસને હરાવવામાં સફળ થયા છે. દેશમાં કોરોનાથી મૃત્યુઆંક 5,27,289 છે. કોરોના સંક્રમણને નિયંત્રિત કરવામાં દેશવ્યાપી રસીકરણનું મહત્વનું યોગદાન રહ્યું છે. ભારતમાં અત્યાર સુધીમાં કોવિડ વિરોધી રસીના 2,09,40,48,140 ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોવિડ-19 રસીના 13,15,536 ડોઝ લાગુ કરવામાં આવ્યા છે.

નોંધનિય છે કે, છેલ્લા 24 કલાકમાં સક્રિય કોવિડ -19 કેસમાં 664 કેસનો ઘટાડો થયો છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, 19 ઓગસ્ટ સુધી કોવિડ-19 માટે 88,21,88,283 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. જેમાંથી શુક્રવારે 3,15,231 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ