બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ધર્મ / ગુજરાત / Daily Horoscope / અન્ય જિલ્લા / There is a temple of Lord Padmanabha at Ramnagar in Patan

દેવ દર્શન / ગુજરાતમાં અહીં માટીના ઢગ સ્વરૂપે બિરાજે છે ભગવાન, બાદશાહનો રોગ મટાડ્યો, 620 વર્ષ પુરાણો ઈતિહાસ

Dinesh

Last Updated: 07:21 AM, 13 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

dev Darshan: પાટણનાં રામનગર ખાતે પદ્મનાભ ભગવાનનું મંદિર આવેલુ છે આ મંદિરમાં રહેલા પદ્મનાભ ભગવાન માટીના ઢગ સ્વરૂપે પૂજાય છે ભગવાન પદ્મનાભ 33 કોટી દેવી દેવતાઓ સાથે માટીના ઢગ સ્વરૂપે બિરાજમાન છે

ધર્મ અને સંસ્કૃતિ માટે આપણો દેશ ઓળખાય છે. દેશમાં અનેક ધર્મ, મંદિર અને સંસ્કૃતિ આજે પણ હયાત છે. આપણા દેશમાં અનેક મંદિરોની વિવિધ ધાર્મિક ઓળખ રહેલી છે. પાટણના પદ્મનાભ ભગવાનનાં મંદિરનો ઈતિહાસ પણ કંઈક અલગ અને પૌરાણિક છે. પાટણમાં બિરાજમાન પદ્મનાભ ભગવાન સોના, ચાંદી ,પથ્થર કે કોઈ મૂર્તિ સ્વરૂપે નથી પણ માટીના ઢગલા સ્વરૂપે છે અને એ પણ નિરાકાર સ્વરૂપે. પદ્મનાભ ભગવાનની આસ્થા પાટણથી વિદેશ સુધી પથરાયેલી છે. 

પાટણમાં બિરાજમાન પદ્મનાભ ભગવાન 
પાટણનાં રામનગર ખાતે પદ્મનાભ ભગવાનનું મંદિર આવેલુ છે આ મંદિરમાં રહેલા પદ્મનાભ ભગવાન માટીના ઢગ સ્વરૂપે પૂજાય છે ભગવાન પદ્મનાભ 33 કોટી દેવી દેવતાઓ સાથે માટીના ઢગ સ્વરૂપે બિરાજમાન છે. પદ્મનાભ ભગવાન મંદિર 620 વર્ષ જુનો ઇતિહાસ ધરાવે છે. પદ્મનાભ ભગવાન વિષ્ણુજીનો 24મો અવતાર હોવાનું માનવામાં આવે છે. ઐતિહાસિક નગરી પાટણમાં અનેક દેવી-દેવતાઓના મંદિરો પ્રસ્થાપિત છે, જેમાં ભગવાનની મૂર્તિ કે ફોટાની શ્રદ્ધાળુઓ પૂજા અર્ચના કરે છે. પદ્મનાભ ભગવાન મંદિર પાટણનું એક જ એવું મંદિર છે જ્યાં ભગવાન પદ્મનાભ માટીના ઢગ સ્વરૂપે બિરાજમાન છે. પાટણ કુંભાર પ્રજાપતિ સ્વામી પરિવારના ઇષ્ટદેવ પદ્મનાભ વાડીમાં બિરાજમાન ભગવાન પદ્મનાભનો જન્મ પાટણના કર્ણ પ્રજાપતિના ત્યાં થયો હતો.

પાટણનાં રામનગર ખાતે પદ્મનાભ ભગવાનનું મંદિર 
પાટણમાં મુઘલ સામ્રાજ્ય દરમયાન શહેરીજનોની પીવાના પાણીની જરૂરિયાત પૂરી કરવા સરોવરનું નિર્માણ કાર્ય હાથ ધરી પાટણના તમામ સમાજના લોકોને ખોદકામ માટે બોલાવ્યા હતા. પદ્મનાભ ખોદકામ માટે ગયા ન હતા. એટલે બાદશાહે તેમને દરબારમાં બોલાવી સરોવરના ખોદકામ માટે ના આવવાનુ કારણ પૂછતાં પદ્મનાભ ભગવાને સાત ટોપલીઓ અને ખોદકામના સાધનોની માંગણી કરી હતી. અને આધ્યાત્મિક શક્તિ વડે સરોવરનું ખોદકામ એક રાતમાં પૂર્ણ કર્યું હતું. આ ચમત્કાર બાદ બાદશાહે પોતાના શરીર ઉપર પડેલા પાઠા મટાડવા પદ્મનાભને વિનંતી કરતા, ભગવાને ચાકડા પરની માટીનો લેપ લગાવી સાડા ત્રણ દિવસ સુધી સૂઈ રહેવાની સલાહ આપી હતી અને અસાધ્ય રોગમાંથી બાદશાહને મુક્તિ અપાવી હતી. આથી પ્રસન્ન થયેલા બાદશાહે પદ્મનાભને કઈ માંગવાનું કહેતાં ભગવાને વાડીની રચના કરવા માટે ખેડયા વગરની અને કુંવારી જગ્યાની માંગણી કરી હતી, અને બાદશાહ અનેક શોધખોળ બાદ સરસ્વતી નદીના પટમાં એક વિશાળ જગ્યા આપી હતી, ત્યારબાદ ભગવાન પદ્મનાભે વાડીની રચના કરી સ્વયં માટીના ઢગ સ્વરૂપે બિરાજમાન થયા ત્યારથી આ મંદિરમાં ભગવાન પદ્મનાભ માટીના ઢગ સ્વરૂપે પૂજાય છે.

ભગવાન માટીના ઢગ સ્વરૂપે પૂજાય છે 
પાટણ પ્રજાપતિ સ્વામી પરિવારના ઇષ્ટદેવ તરીકે પદ્મનાભ વાડીમાં બિરાજમાન ભગવાન પદ્મનાભની પવિત્ર ભૂમિ ઉપર 33 કોટી દેવતા છપ્પન કોટી યાદવો અને અઠ્યાસી હજાર ઋષિમુનિઓ માટીના ઢગ સ્વરૂપે બિરાજમાન થયા હોવાની લોકવાયકા છે. પાટણની આ પવિત્ર ભૂમિ પર મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરવા આવે છે. પ્રજાપતિ સમાજ ઉપરાંત મોદી સમાજ ઉદા ભગતના વંશજો સહિત વિવિધ સમાજના લોકો માટે આ સ્થળ આસ્થાનું પ્રતિક છે.
    ભગવાન પદ્મનાભે વાડીની રચના કરી સ્વયં માટીના ઢગ સ્વરૂપે બિરાજમાન થયા ત્યારથી આ મંદિરમાં ભગવાન પદ્મનાભ માટીના ઢગ સ્વરૂપે પૂજાય છે. માટીના ઢગ સ્વરૂપે બિરાજમાન ભગવાન પદ્મનાભે પાટણમાં એક રાતમાં આધ્યાત્મિક શક્તિ વડે વિશાળ સરોવરનુ ખોદકામ કરી બાદશાહને ચકિત કરી વિશાળ વાડીની રચના કરી હતી. ભગવાન પદ્મનાભ મંદિરની પવિત્ર જગ્યા દરેક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. પદ્મનાભ ભગવાન મંદિર પરિસરમાં કારતક મહિનામાં સપ્તરાત્રી મેળો યોજાય છે. મેળાને રેવડિયો મેળો પણ કહેવામાં આવે છે. આ મેળામાં લગ્ન થઈ ગયેલ નવદંપતીઓ પુનઃ સાત ફેરા ફરવા મંદિર પરિસરમાં આવે છે.

મંદિરમાં ભગવાનના માટીના ક્યારાની માટીનું પણ વિશેષ મહત્વ
ભગવાન પોતે નિરંજન નિરાકાર સ્વરૂપે છે અને તેત્રીસ કોટી દેવતાઓ માટીનાં ક્યારા સ્વરૂપે બિરાજમાન છે. પદ્મનાભ ભગવાને પોતે પ્રજાપતિ સમાજમાં જન્મ લીધો હતો જેથી પ્રજાપતિ સમાજમાં પદ્મનાભ ભગવાનનું વિશેષ મહત્વ છે. મંદિરમાં લગ્નના છેડા પણ છૂટે છે. દેશવિદેશમાંથી પ્રજાપતિ સમાજના લોકો પોતાના ઈષ્ટદેવ એવા પદ્મનાથ ભગવાનના દર્શને અચૂક આવે છે. પ્રજાપતિ સમાજમાં પદ્મનાભ ભગવાનની બાધા માનતા રાખવામાં આવે છે અને એ પૂર્ણ થાય ત્યારે મંદિરમાં શીશ ઝુકાવવા ભક્તો જરૂર આવે છે. મંદિરમાં ભગવાનના માટીના ક્યારાની માટીનું પણ વિશેષ મહત્વ છે. ભાવિકો માટી પૂજા માટે ઘરે લઈ જાય છે. અને શરીર પર ઇજા કે ચામડીના દર્દ ઉપર આ માટી લગાવવાથી દર્દ મટી જાય છે તેવી પણ લોકવાયકા છે.

વાંચવા જેવું: લોકસભા ચૂંટણી: ગુજરાતમાં કોંગ્રેસે 7 ઉમેદવાર કર્યા જાહેર, બનાસકાંઠા ગેનીબેને ટિકિટ, જુઓ લિસ્ટ

પદ્મનાભ મંદિરની ભૂમિ એ પાટણની પાવનભૂમિ
મંદિર પરિસરમાં કુદરતી વાતાવરણનો અદભૂત નજારો જોવા મળે છે. ભગવાનના સાનિધ્યમાં મંદિર પરિસરમાં વાનર અને શ્વાન અચુક જોવા મળે છે. તેમની ભોજનની અને જાળવણી પણ મંદિર પરિસર દ્વારા કરવામાં આવે છે. વિશાળ જગ્યામાં પથરાયેલા મનને શાંત કરી દે તેવી ભગવાન પદ્મનાભ મંદિરની ભૂમિ એ પાટણની પાવનભૂમિ તરીકે પણ ઓળખાય છે. દેશના મોટાભાગના મંદિરમાં ભગવાનની એક બે કે ચાર મૂર્તિ હોય છે પણ તેત્રીસ કોટી દેવી-દેવતાઓના માટીના ઢગ સ્વરૂપે પૂજાતા આસ્થાનાં મંદિર કદાચ ભારતમાં આ પ્રથમ પાટણમાં હોય તો નવાઈ નહીં.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ