બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / There has been an attempted robbery at Mahalakshmi Jewelers in Ramol, Ahmedabad

ક્રાઈમ / ધોળા દહાડે અમદાવાદના રામોલમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટ: ભારે હિંમત સાથે દુકાનદારે બંદૂકધારી ચોરોને ભગાડ્યા, જુઓ VIDEO

Dinesh

Last Updated: 03:54 PM, 14 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના રામોલમાં મહાલક્ષ્મી જ્વેલર્સમાં લૂંટનો પ્રયાસ થયો છે, 3 શખ્સોએ જવેલર્સમાં પ્રવેશ કરીને લૂંટનો પ્રયાસ કર્યો છે

  • રામોલ જ્વેલર્સ શોપમાં લૂંટનો પ્રયાસ
  • લૂંટનો પ્રયાસ કરી ધમકી આપી આરોપી ફરાર
  • સમગ્ર ઘટના CCTVમાં થઇ કેદ


રાજ્યમાં રોજ-બરોજ ક્રાઈમની ઘટના વધતી હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. પોલીસના કડક વલણ હોવા છતાં લૂંટારૂઓ બેફામ બન્યા હોય તેવું જણાઈ રહ્યું છે. અમદાવાદમાં ફરી એકવાર લૂંટની ઘટના સામે આવી છે. અમદાવાદના રામોલમાં જ્વેલર્સ શોપમાં લૂંટનો પ્રયાસ થયો છે.

લૂંટનો પ્રયાસ કરી ધમકી આપી આરોપી થયા ફરાર
અમદાવાદના રામોલમાં મહાલક્ષ્મી જવેલર્સમાં લૂંટનો પ્રયાસ થયો છે. 3 શખ્સોએ જવેલર્સમાં પ્રવેશ કરીને લૂંટનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે. લૂંટનો પ્રયાસ કરી ધમકી આપી આરોપી ફરાર થઈ ગયા હતાં. જે મામલે રામોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પિસ્તોલ બતાવી લૂંટ કરવાની કોશિશ કરી
જે ઘટનાના CCTV સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે, જ્વેલર્સની દુકાનમાં બેથી ત્રણ લૂંટારૂઓ ઘૂસી પિસ્તોલ બતાવી લૂંટ કરવાની કોશિશ કરી હતી જેમાં વેપારીએ બહાદુરી બતાવી સાથે સ્વબચાવ માટે ચેર બતાવીને સોના-ચાંદીના દાગીના ન આપવાનું કહેતા હોય તેવા દર્શ્યો મારફતે જાણી શકાય છે. જે લૂંટારૂએ વેપારીને પિસ્તોલ બતાવી પરંતુ વેપારી સામાન ન આપતા તે લૂંટારૂ ત્યાંથી ફરાર થઈ ગયા હતાં. બંદૂક સામે પણ ડર રાખ્યા વગર વેપારી મુકાબલો કર્યો છે જે સીસીટીવી જોયા બાદ લોકો તે વેપારીની હિંમતને દાદ દહીં રહ્યાં છે. અમદાવાદના રામોલમાં લૂંટના ઈરાદે 3 શખ્સો પ્રવેશ્યા હતા, દુકાનદારે હિંમતથી સામનો કર્યો હતો. CCTVમાં મહિલા પણ નિડરતાથી સામનો કરતાં દેખાઈ રહ્યા છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ