બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:35 PM, 30 August 2025
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં કોઈ કાયમી મિત્ર કે શત્રુ નથી હોતું, ફક્ત કાયમી હિત હોય છે. રાજનાથનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા અને ભારત વચ્ચે ટેરિફને લઈને સંબંધોમાં તણાવ છે. ભારત-ચીન સંબંધોમાં નરમાઈ આવી છે. 27 ઓગસ્ટથી અમેરિકામાં ભારતીય માલ પર 50% ટેરિફ લાગુ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે એક સંરક્ષણ સમિટ દરમિયાન જણાવ્યું હતું કે સ્વદેશી ટેકનોલોજીના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. INS હિમગિરી અને INS ઉદયગિરી સહિત બે નીલગિરી વર્ગના યુદ્ધ જહાજો દેશમાં ડિઝાઇન કરવામાં આવ્યા છે. આત્મનિર્ભરતાની દિશામાં, દેશ હવે બધા યુદ્ધ જહાજો સ્થાનિક સ્તરે બનાવી રહ્યો છે. નૌકાદળે અન્ય કોઈ દેશ પાસેથી યુદ્ધ જહાજો ખરીદવાનો નહીં, પરંતુ ભારતમાં જ બનાવવાનો સંકલ્પ કર્યો છે.
રાષ્ટ્રીય હિતો સાથે સમાધાન નહીં કરીએ
ADVERTISEMENT
૫૦% યુએસ ટેરિફનો ઉલ્લેખ કરતા સંરક્ષણ મંત્રીએ કહ્યું કે હાલમાં વૈશ્વિક સ્તરે વેપાર માટે યુદ્ધ જેવી સ્થિતિ છે. વિકસિત દેશો વધુને વધુ સંરક્ષણવાદી બની રહ્યા છે, પરંતુ ભારત તેના રાષ્ટ્રીય હિતોમાં સમાધાન કરશે નહીં. ભારતની સ્વદેશી સંરક્ષણ પ્રણાલી સુદર્શન ચક્ર ટૂંક સમયમાં વાસ્તવિકતા બનવા જઈ રહી છે.
રાજનાથ સિંહે કહ્યું કે અસ્થિર ભૂ-રાજકારણ વચ્ચે આત્મનિર્ભરતા હવે એક જરૂરિયાત બની ગઈ છે. આજના બદલાતા ભૂ-રાજકારણે એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે સંરક્ષણ ક્ષેત્રમાં બાહ્ય નિર્ભરતા હવે આપણા માટે વિકલ્પ નથી. હાલમાં, આપણા અર્થતંત્ર અને સુરક્ષા બંને માટે આત્મનિર્ભરતા જરૂરી છે.
ADVERTISEMENT
વધુ વાંચો: દુબઈ ભાગ્યાની અફવા વચ્ચે અનિરુદ્ધસિંહ જાડેજાએ પાસપોર્ટ જમા કરાવ્યો, જાણો શું છે વિવાદ
ભારતની સંરક્ષણ નિકાસમાં વધારો થયો
ADVERTISEMENT
ભારતની સંરક્ષણ નિકાસ 2014 માં રૂ. 700 કરોડથી વધીને આજે લગભગ રૂ. 24,000 કરોડ થઈ ગઈ છે. ઓપરેશન સિંદૂર પર બોલતા, સંરક્ષણ મંત્રીએ કહ્યું કે પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતના ચોકસાઇવાળા હુમલાઓએ સ્વદેશી સંરક્ષણ પ્રણાલીઓની ઉપયોગિતા સાબિત કરી છે.

ADVERTISEMENT
જેમ કોઈ ખેલાડી થોડીક સેકન્ડમાં રેસ જીતી લે છે, પણ તેની પાછળ વર્ષોની મહેનત રહેલી હોય છે, તેવી જ રીતે, આપણા દળોએ પણ વર્ષોની તૈયારી, મહેનત અને સ્વદેશી સાધનોથી લક્ષ્યનો નાશ કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.