બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / વિશ્વ / The worst situation between India and China since 1962: Statement by External Affairs Minister S Jaishankar

સંઘર્ષ / ભારત ચીન વચ્ચે 1962 બાદ હાલ સૌથી ગંભીર સ્થિતિ: વિદેશમંત્રી એસ જયશંકરનું નિવેદન

Nirav

Last Updated: 05:01 PM, 27 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્વી લદ્દાખમાં LAC પર ભારત અને ચીન વચ્ચે છેલ્લા 4 મહિનાથી ચાલી રહેલા ટકરાવના વિષય પર વિદેશ મંત્રી એસ. જયશંકરે પહેલી વાર ખુલીને પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે ચીન સાથેના સીમાવિવાદનું સમાધાન બધા પ્રકારની સંધિ અને સમજૂતિનું સન્માન રાખીને થવું જોઈએ. કોઈ પણ રીતે એકતરફી કાર્યવાહી કરીને પરિસ્થિતિ બદલાવ લાવવાની કોશિશ કરવી યોગ્ય નથી.

  • ભારત  ચીન વચ્ચે 1962 બાદ હાલ સૌથી ગંભીર સ્થિતિ 
  • પોતાના પુસ્તકના લોકાર્પણ પ્રસંગે એક ઇંટરવ્યૂમાં આ વાત કહી 
  • ભારત 21 મી સદીમાં એક મહાન દેશ બનવાના પથ પર છે : વિદેશમંત્રી 

આ મુદ્દે ભારતનું સ્ટેન્ડ ક્લિયર કરતાં તેમણે કહ્યું હતું કે હાલની સ્થિતિ 1962ના સંઘર્ષ બાદની સૌથી ગંભીર સ્થિતિ છે. હાલમાં સીમા પર બંને પક્ષોની સૈન્ય તૈનાતી પણ અભૂતપૂર્વ છે. જો કે હાલમાં જેટલી પણ સીમા સ્થિતિમાં સમાધાન થયું છે તે કૂટનીતિના માધ્યમથી જ થયું છે. 

પોતાની પુસ્તક ''ધ  ઈન્ડિયા વે: સ્ટ્રેટેજિસ ફાર એન એસર્ટેન વર્લ્ડ'' ના લોકાર્પણ પ્રસંગે રેડિફ ડોટ કોમને આપેલ ઇંટરવ્યૂમાં વિદેશમંત્રીએ કહ્યું હતું કે જેવુ કે આપણે જાણીએ છીએ, આપણે ચીન સાથે રાજનયિક અને સૈન્ય બંને ચેનલ્સથી વાતચીત કરી રહ્યા છીએ. આ બંને વિકલ્પો સમાંતર ચાલી રહ્યા છે. "

રણનીતિ અને દ્રષ્ટિની જરૂરત 

વિદેશમંત્રીએ કહ્યું હતું કે જ્યારે વાત સમાધાન શોધવાની આવે ત્યારે બધા સંધિ અને સમજૂતીઓનું માન રાખવું જરૂરી બની જાય છે.ભારત આ માટે પહેલાથી જ ચાલી રહેલા પ્રોટોકોલનું પાલન કરવાની માંગણી કરતું રહ્યું છે જો કે ભારત અને ચીનના સંબંધોનું પોતાના પ્રથમ પુસ્તકમાં તેમણે કી રીતે ચિત્રણ કર્યું છે તે પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે આ માટે રણનીતિ અને દ્રષ્ટિની જરૂર છે. 

સીમા પર શાંતિ આપના સંબંધોનો આધાર 

આ સિવાય વિદેશમંત્રીએ કહ્યું હતું કે ભારત અને ચીનની સાથે મળીને કામ કરવાની ક્ષમતા એશિયાનું ભવિષ્ય નિર્ધારિત કરશે. જો કે આ સંબંધોમાં અમુક રૂકાવટો પણ છે પરંતુ આ સંબંધો બંને માટે મહત્વપૂર્ણ પણ છે. તેમણે સાથે જણાવ્યું હતું કે સીમા પર હાલમાં બંને પક્ષો દ્વારા જે સૈન્ય તૈનાતી કરવાંઅ આવી છે તે અભૂતપૂર્વ છે. જો કે અમે ચીની પક્ષને એ તથ્ય જણાવી દીધું છે કે સીમા પર શાંતિ એ બંને દેશોના સંબંધોનો આધાર છે. જો કે હાલની સ્થિતિ 1962 બાદની સૌથી ગંભીર સ્થિતિ છે. 

ભારત પોતાની સીમાઓની રક્ષા માટે જરૂરી બધુ જ કરી છૂટશે

ડોકલામ સહિતની ઘટનાઓનો ઉલ્લેખ કરીને વિદેશ પ્રધાને જણાવ્યું હતું કે ભારત તેની સીમાઓની રક્ષા માટે જરૂરી તમામ પગલાઓ ભરશે. છેલ્લા દશકમાં દેપસાંગ , ચુમાર, ડોકલામ  જેવા ઘણા સીમા વિવાદો થયા, પરંતુ દરેકનું સમાધાન કૂટનીતિ દ્વારા જ શોધી શકાયું છે. આ સિવાય ભારત રશિયા સંબંધો, જવાહરલાલ નેહરુના ગુટનિરપેક્ષ આંદોલનની સમીક્ષા, 1977 બાદ ભારતીય કૂટનીતિ પર વૈશ્વિક ઘટનાઓના પ્રભાવ વગરેની પણ ચર્ચા કરી હતી.

 

ભારત દુનિયામાં પ્રમુખ સ્થાન મેળવવાની દિશામાં પ્રયાસરત છે

21 મી સદીમાં વ્યૂહાત્મક લક્ષ્યોને પ્રાપ્ત કરવાના એક સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે ભારત તે દિશામાં પ્રયાસરત છે. વિદેશમંત્રીએ કહ્યું હતું કે આપણે એવી અદભૂત સ્થિતિમાં છીએ, જ્યાં હોવાનો દાવો હાલમાં ફક્ત ચીન જ કરી શકે છે. અમેરિકા મામલે તેમણે કહ્યું કે અમેરિકન વિવિધ રાષ્ટ્રપતિ શાસનમાં આ સંબંધો આગળ વધ્યા છે અને હાલમાં ભારતને તેનું વ્યાપક સમર્થન પ્રાપ્ત છે. રશિયા સાથેના સંબંધો વિશે તેમણે કહ્યું કે આ સંબંધો છેલ્લા ત્રણ દશકોથી બહુ આગળ વધ્યા છે અને વધુ મજબૂત બન્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Border dispute China India S Jaishankar laddakh એસ. જયશંકર ચીન ભારત વિદેશમંત્રી સીમાવિવાદ india china border conflict
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ