બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / The world's largest and most expensive "Shri Yantra" will be installed in Ambaji

જય જય અંબે / વિશ્વનું સૌથી મોટું અને મોંઘું શ્રી યંત્ર શક્તિપીઠ અંબાજીમાં સ્થાપિત થશે, 1 કરોડ ખર્ચ, આ કારણોસર ચારધામની યાત્રા પણ નીકળશે

Dinesh

Last Updated: 05:46 PM, 19 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા અંદાજીત 1 કરોડના ખર્ચે પંચ ધાતુમાંથી નિર્મિત દિવ્ય અને ભવ્ય શ્રી યંત્ર માં અંબાને અર્પણ કરવામાં આવશે

  • વિશ્વનું સૌથી મોટું અને મોંઘું "શ્રી યંત્ર" અંબાજીમાં સ્થાપિત થશે
  • જય ભોલે ગ્રુપ અમદાવાદ 11 હજાર કિ.મીની ચારધામની યાત્રા કરશે
  • હાલમાં વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર ઉત્તરાખંડના ડોલાશ્રમમાં સ્થાપિત છે

આદ્ય શક્તિ માં અંબાના ધામ અંબાજી ખાતે આવનારા સમયમાં વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર સ્થાપિત થવા જઈ રહ્યું છે. જેનું નિર્માણ જય ભોલે ગ્રુપ અમદાવાદના દીપેશ પટેલ દ્વારા કરવામાં આવી રહ્યું છે. શ્રી યંત્રનું નિર્માણ નિર્વિઘ્ને પૂર્ણ થાય એ હેતુસર દીપેશ પટેલ અને જય ભોલે ગ્રુપ અમદાવાદના સભ્યો દ્વારા શ્રી યંત્રની પ્રતિકૃતિ સમાન મેરુ શ્રી યંત્ર સાથે ચારધામની યાત્રાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે એમની યાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થાય એ માટે જિલ્લા કલેક્ટર વરુણ બરનવાલ 20મી એપ્રિલે પાલનપુર ખાતે મેરુ શ્રી યંત્રની પૂજા અર્ચના કરી જય ભોલે ગ્રુપ અમદાવાદની ચારધામ યાત્રાને લીલીઝંડી આપી  પ્રસ્થાન કરાવશે.

આદ્ય શક્તિ માં અંબામાં અનન્ય શ્રદ્ધા અને આસ્થા ધરાવતા જય ભોલે ગ્રુપ અમદાવાદના દીપેશ પટેલ અને સભ્યો દ્વારા અંબાજી મંદિરમાં વિશ્વનું સૌથી મોટું અને મોંઘું શ્રી યંત્ર અર્પણ કરવામાં આવશે. આ શ્રી યંત્રના નિર્માણમાં કોઈ વિઘ્ન ન આવે અને નિર્વિઘ્ને શ્રી યંત્ર પૂર્ણ થાય એ માટે દીપેશ પટેલ અને એમના મિત્રોનું જય ભોલે ગ્રુપ અમદાવાદ ચાર ધામની યાત્રાએ જવાનું છે. ચારધામ યાત્રામાં  શ્રી યંત્રની પ્રતિકૃતિ રૂપે 32 કિલો વજનનું મેરુ શ્રી યંત્ર  લઈ જવામાં આવનાર છે. જ્યાં દરેક મંદિર- ધામમાં તેની પૂજા અર્ચના કરવામાં આવશે. ચારધામ યાત્રા પૂર્ણ થયા બાદ શાસ્ત્રોકત વિધિ વિધાન અને મંત્રોચ્ચાર દ્વારા અંદાજીત એક કરોડના ખર્ચે  પંચ ધાતુમાંથી બનનાર 2200 કિલો વજન અને સાડા ચાર ફૂટ લંબાઈ પહોળાઇ અને ઊંચાઈ ધરાવતું દિવ્ય અને ભવ્ય શ્રી યંત્ર માં અંબાને અર્પણ કરવામાં આવશે. 

શ્રી યંત્રના પ્રકાર અને તેનું મહત્વ
શ્રી વિદ્યામાં જણાવ્યા મુજબ શ્રી યંત્ર મેરુ, ભૂ પૃષ્ઠ અને કુર્મ પૃષ્ઠ એમ ત્રણ પ્રકારના હોય છે. જેમાં સૌથી શ્રેષ્ઠ અને ઉચ્ચ મેરુ શ્રી યંત્ર કહેવાય છે. જે પિરામિડ આકારનું હોય છે. જ્યારે ભૂ પૃષ્ઠ યંત્ર જમીનને અડકેલું અને કુર્મ પૃષ્ઠ શ્રી યંત્ર કાચબાની પીઠ જેવું ઉપસેલું હોય છે. શ્રી યંત્રની દેવી લલિતા ત્રિપુર સુંદરી કહેવાય છે. જેને માતા લક્ષ્મી અને સરસ્વતી ચામર ઢોળે છે. આથી એવું કહેવાય છે કે શ્રી યંત્રની પૂજા આરાધનાથી ધન, વૈભવ, યશ , કીર્તિ, એશ્વર્ય અને મોક્ષ સાથે સદબુદ્ધિ અને વિદ્યાની પ્રાપ્તિ થાય છે. લક્ષ્મી અને સરસ્વતીના સમન્વયથી લોકોના જીવનમાં સુખ શાંતિ આવે એવી ભાવનાથી શ્રી યંત્રની પૂજા કરવામાં આવે છે. આજથી 1200 વર્ષ પહેલાં શ્રુંગેરી મઠના શંકરાચાર્ય દ્વારા મઠમાં સુવર્ણનું શ્રી યંત્ર સ્થાપિત કરી તેની પૂજા કરવામાં આવી હતી. આથી દીપેશએ શ્રી યંત્રના નિર્માણમાં શ્રુંગેરી મઠના શંકરાચાર્યનું પ્રત્યક્ષ માર્ગદર્શન મેળવી શાસ્ત્રોમાં વર્ણિત વિધિ વિધાન સાથે આ શ્રી યંત્ર નું નિર્માણ કાર્ય હાથ ધર્યું છે. જેમાં શ્રી શ્રી ભગવતી રાજ રાજેશ્વરી શ્રી વિદ્યામંદિર , હિમાચલ પ્રદેશના દંડી સ્વામી શ્રી જય દેવાંગ મહારાજના આશીર્વાદ પણ પ્રાપ્ત થયા છે. આદિ શંકરાચાર્યએ શ્રી વિદ્યામાં શ્રી યંત્ર વિશે જણાવેલું છે. તેમજ  "તંત્ર રાજ તંત્ર" પુસ્તકમાં પણ શ્રી યંત્રના નિર્માણની વિધિ દર્શાવેલી છે. જેનો અભ્યાસ કરી સંપૂર્ણ શ્રદ્ધા અને શાસ્ત્રોક્ત વિધિ સાથે આ શ્રી યંત્રનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તો દીપેશભાઈએ પણ ચાર વર્ષ સુધી શ્રી વિદ્યાનો અભ્યાસ કરેલો છે. અને તેની દીક્ષા લીધેલી છે.

દીપેશભાઈ પટેલ

હાલમાં વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર ઉત્તરાખંડના ડોલાશ્રમમાં સ્થાપિત છે
જય ભોલે ગ્રુપ અમદાવાદના દીપેશભાઈ પટેલ દ્વારા નિર્માણ થઈ રહેલું શ્રી યંત્ર વિશ્વનું સૌથી મોટું સાડા ચાર ફૂટનું શ્રી યંત્ર છે. જે તાંબુ, પિત્તળ, લોખંડ, સોનું અને ચાંદીએ પંચ ધાતુમાંથી બનાવવામાં આવશે. હાલમાં વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર ઉત્તરાખંડના ડોલાશ્રમમાં સ્થાપિત છે જે સાડા ત્રણ ફૂટનું છે. જ્યારે દીપેશભાઈ પટેલ અને જય ભોલે ગ્રુપના સભ્યો દ્વારા અંદાજીત એક કરોડના ખર્ચે  ચાર ફૂટની લંબાઈ પહોળાઇ અને ઊંચાઈ ધરાવતું તેમજ ૨૨૦૦ કિલો વજન ધરાવતું શ્રી યંત્ર બની રહ્યું છે. આ શ્રી યંત્ર અંબાજીમાં સ્થાપિત થતાં અંબાજી વિશ્વનું સૌથી મોટું અને મોંઘું શ્રી યંત્ર ધરાવતું મંદિર બનશે. જેથી માં અંબાના માઇ ભકતોને માં ના આશીર્વાદ સાથે શ્રી યંત્રની પોઝિટિવ ઉર્જા પણ મળશે અને ભક્તોના કષ્ટ, સંકટ દૂર થઈ ભક્તોની સુખ શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થશે. 

માં અંબાના અનન્ય ભકત દીપેશ પટેલને જ્યારે પૂછ્યું કે શ્રી યંત્ર નિર્માણનો વિચાર અને પ્રેરણા ક્યાંથી મળી ત્યારે એમણે જણાવ્યું કે મેં જ્યારે મારી ફેમિલી સાથે ઉત્તરાખંડના ડોલાશ્રમની મુલાકાત લીધી ત્યારે મેં અહીં વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર જોયું. એ શ્રી યંત્રના દર્શન વખતે જ મને અંતઃ સ્ફુરણા થઈ અને આવું શ્રી યંત્ર અંબાજી ખાતે અંબેમાં ને ચડાવ્યું હોય તો ? એવો વિચાર આવ્યો હતો.  હું જ્યારે જોગુલંબા મંદિર, અમરાવતી, તેલંગાણા દર્શન કરવા માટે ગયો ત્યારે ત્યાં મેં પૌરાણિક શ્રી યંત્ર જોયું હતું.  ને મને આજ વિચાર આવ્યો હતો કે અંબાજી મંદિરમાં પણ આવું શ્રી યંત્ર હોય તો? મેં આ વાત મારા ગ્રુપના સભ્યોને કરી અને પછી માં અંબાના આશીર્વાદ અને કૃપાથી શ્રી યંત્રનું નિર્માણ કાર્ય શરૂ કરાવ્યું. આ યંત્ર અમદાવાદ એન્જીનિયર્સ, વટવામાં આવેલી મારી ફેકટરીમાં જ બની રહ્યું છે. જેના નિર્માણમાં ૨૫ જેટલા કારીગરો દિવસ રાત મહેનત કરી રહ્યા છે. આ યંત્ર બનતાં બે મહિના જેટલો સમય લાગશે. નોંધનીય છે કે દીપેશભાઈ અને જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા અગાઉ માં અંબાને સુવર્ણ ચરણ પાદુકા,  ચામર તેમજ નાનું શ્રી યંત્ર પણ અર્પણ કરવામાં આવેલ છે.

સામાન્ય રીતે શ્રી યંત્ર અને લક્ષ્મી યંત્ર એક જ હોવાની માન્યતા શ્રધ્ધાળુઓ ધરાવે છે. પણ દીપેશભાઈના મત મુજબ શ્રી યંત્ર અને લક્ષ્મી યંત્રમાં તફાવત છે. શ્રી યંત્રની દેવી લલિતા ત્રિપુર સુંદરી માતા છે. આદિ શંકરાચાર્ય રચિત " શ્રી સૌંદર્ય લહેરી" ગ્રંથમાં લલિતા ત્રિપુર સુંદરી નું અદભુત અને વિસ્તૃત વર્ણન જોવા મળે છે. જેમને લક્ષ્મી અને સરસ્વતી બંને ચામર ઢોળે છે. એટલે શ્રી યંત્રમાં માતા લક્ષ્મી અને માતા સરસ્વતી બંને દેવીનો સમન્વય અને વાસ છે. જ્યારે લક્ષ્મી યંત્રએ માં લક્ષ્મીનું યંત્ર છે. શક્તિપીઠ અંબાજીમાં ભોંયરામાં લલિતા ત્રિપુર સુંદરી માતાનું મંદિર પણ આવેલું છે. આથી અંબાજી શક્તિપીઠ માં શ્રી યંત્ર સ્થાપિત કરવાનો અમારો નિર્ણય સર્વથા યથાર્થ છે એમ દીપેશભાઈ જણાવે છે.

એકાદ મહિનાનો સમય અને 11 હજાર કિમીની યાત્રા
દીપેશભાઈ અને તેમના ગ્રુપ જય ભોલે દ્વારા ૨૦ એપ્રિલ ૨૦૨૩ના રોજ ચારધામ યાત્રાનો પાલનપુરથી શુભારંભ કરવામાં આવશે. એમની યાત્રા નિર્વિઘ્ને સંપન્ન થાય અને માં અંબાના ઐશ્વર્યમાં અભિવૃદ્ધિ કરનાર શ્રી યંત્રનો તેમનો મનોરથ સિદ્ધ થાય એવી શુભેચ્છા સાથે જિલ્લા કલેક્ટર શ્રી વરુણ બરનવાલ આ યાત્રાને  પ્રસ્થાન કરાવનાર છે. દ્વારકા, બદ્રીનાથ, જગન્નાથ પુરી, રામેશ્વરમ, તિરુપતિ બાલાજી તથા કોલ્હાપુર મહાલક્ષ્મી માતાની ચારધામની આ યાત્રા દરમિયાન એકાદ મહિના જેટલો સમય લાગશે અને ૧૧ હજાર કિ.મિ. ની મુસાફરી થશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ