બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / The woman reached the Collector's Janata Darbar with her own death certificate

ઘટસ્ફોટ / પોતાનું જ ડેથ સર્ટિફિકેટ લઈને પહોંચી મહિલા, સંપત્તિ માટેનું કારસ્તાન જાણી કલેક્ટર દંગ રહી ગયા

Priyakant

Last Updated: 12:29 PM, 24 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કલેક્ટરના જનતા દરબારમાં  એક મહિલા ખુદ પોતાનું ડેથ સર્ટિફિકેટ લઈને આવી અને કહ્યું કે, મારા પાંચ ભાઈ-બહેનોએ મળીને મારા નામનું બોગસ મરણનું પ્રમાણપત્ર બનાવી લીધું અને તેની જમીન અને મિલકત પચાવી પાડી છે

  • કલેક્ટરના જનતા દરબારમાં મહિલાનો ઘટસ્ફોટ 
  • પરીવારજનોએ જ મહિલાને મૃત બતાવી સંપત્તિ હડપી લીધી 
  • મહિલાની વાત જાણી કલેક્ટરે કાર્યવાહીના આદેશ આપ્યા 

આપણી આસપાસ કેટલીક એવી ઘટનાઓ બને છે જેનાથી સંબંધો પર વિશ્વાસ ડગમગવા લાગે છે. આધુનિક યુગમાં કેટલાક લોકો સંપત્તિ માટે સંબંધોની હત્યા કરતાં કે ખુદના પરિવારજન સાથે પણ દ્રોહ કરતાં પણ શરમ અનુભવતા નથી. રાજસ્થાનના ભીલવાડાથી કંઈ આવી જ ઘટના સામે આવી છે. જ્યારે એક મહિલા ખુદ પોતાનું ડેથ સર્ટિફિકેટ લઈને કલેક્ટરના જનતા દરબારમાં આવી. તેણે કલેક્ટર સામે જે કેફિયત રજૂ કરી તે સાંભળીને ખુદ કલેક્ટર પણ આશ્ચર્યચકિત થઈ ગયા. આવો જાણીએ આ આશ્ચર્યચકિત ઘટના વિશે. 

રાજસ્થાનના ભીલવાડાની છે ઘટના 
 
રાજસ્થાનના ભીલવાડામાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. એક મહિલા પોતાનું ડેથ સર્ટિફિકેટ લઈને કલેક્ટર ઓફિસે પહોંચી ગઈ તો ખુદ કલેક્ટર સાહેબ આશ્ચર્યમાં મુકાઈ ગયા.આ મહિલાએ કલેક્ટર સમક્ષ એવી હકીકત વર્ણવી હતી કે, તે પોતે જીવતી છે છતાં તેના પરિવારજનોએ તેનું બોગસ ડેથ  સર્ટિફિકેટ બનાવીને તેની તમામ સંપત્તિ હડપ કરી લીધી છે. મહિલાએ આરોપી પરિજનો વિરુદ્ધ કાર્યવાહી કરવાની વિનંતી કરી. કાગળ પર મૃત જાહેર કરવામાં આવેલી આ મહિલાએ કલેક્ટર સામે ન્યાય માટે વિનંતી કરી છે. 

પરીવારજનોએ જ જીવિત મહિલાને મૃત બતાવી સંપત્તિ હડપી લીધી 

વાત જાણે એમ છે કે, રાજસ્થાનના ભીલવાડાના જિલ્લા કલેક્ટર આશિષ મોદી દ્વારા લોકદરબારમાં યોજવામાં આવ્યો હતો. જ્યાં મહિલાની વાત સાંભળી કલેક્ટર આશિષ મોદી આશ્ચર્યચકિત થઈ ગયા હતા. મહિલાએ પોતે જીવતી હોવાની વાત સાથે સાથે પરિજનોએ બનાવેલું પોતાનું બોગસ ડેથ સર્ટિ દર્શાવીને પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું. પ્રાથમિક વિગતો મુજબ આ મહિલા ભીલવાડાના પરા વિસ્તારની વતની છે, જેનું નામ નર્મદા દેવી ટેલર છે. 

શું કહ્યું મહિલાએ ? 

નર્મદા દેવી ટેલર નામની મહિલાએ કલેક્ટર સમક્ષ પોતાની કેફિયત રજૂ કરતાં જણાવ્યું કે, તે  વર્ષ 2005થી દિલ્લીમાં રહે છે અને ત્યાં જ કામ કરે છે. પરંતુ તેના પાંચ ભાઈ બહેનોએ મળીને વર્ષ-2008માં તેના નામનું બોગસ મરણનું પ્રમાણપત્ર  બનાવી લીધું અને તેની જમીન અને  મિલકત પચાવી પાડી છે. નર્મદા દેવીએ ખુલાસો કર્યો કે, પોતે જીવતી હોવા છતાં તેના ભાઈઓએ જ તેના મૃત્યુનું પ્રમાણપત્ર બનાવી સંપત્તિ હડપ કરી લીધી. 

કલેક્ટરે કાર્યવાહીના આદેશ આપ્યા 

આ તરફ જીવતી મહિલા કલેક્ટર સામે ઉપસ્થિત થયા બાદ કલેક્ટરે સંબંધિત અધિકારીઓને આ મામલે તત્કાલ તપાસના આદેશ આપી દીધા હતા. ભીલવાડા જિલ્લા કલેક્ટર આશિષ મોદીએ પણ પુરાવાઓ તપાસીને એ વાત સ્વીકારી છે કે, મહિલા સાથે છેતરપિંડીં થઈ છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ