બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The thug cheated a youth of Palanpur of Rs. 9 lakh by giving him the lure of a job abroad

ફ્રોડ / વિદેશ જવાના અભરખા ભારે પડ્યાં: 40 લાખના પગારની લાલચમાં પાલનપુરના શખ્સ સાથે રૂ. 9 લાખની છેતરપિંડી, જુઓ ઘટના

Malay

Last Updated: 10:28 AM, 9 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિદેશમાં વાર્ષિક 35થી 40 લાખના પગારની નોકરીની લાલચમાં પાલનપુરના યુવકે ગુમાવ્યા રૂ.9 લાખ, કલોલના એજન્ટ વિરુદ્ધ પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ.

  • પાલનપુર યુવક સાથે રૂ.9 લાખની છેતરપિંડી 
  • વિદેશ જવાની લાલચ આપી પડાવ્યા રૂપિયા 
  • આપેલા નાણા પરત ન આપતા નોંધાઈ ફરિયાદ 

વર્તમાન સમયમાં યુવકોમાં વિદેશ જવાનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. આવા સમયે તેમને વિદેશ મોકલવાની લાલચ આપી તેમના પાસેથી લાખો રૂપિયા ખંખેરી લેતી ટોળકી પણ સક્રિય થઈ છે. છેલ્લા ઘણા સમયથી આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, છતાં તેમાથી બોધપાઠ લેવાને બદલે યુવકો ઠગોની જાળમાં ફસાઈ જતા હોય છે અને લાખો રૂપિયા ગુમાવતા હોય છે. આવો જ વધુ એક કિસ્સો પાલનપુરથી સામે આવ્યો છે. જેમાં વિદેશમાં વાર્ષિક 35થી 40 લાખના પગારની નોકરીની લાલચ આપી ઠગે યુવકને રૂ.9 લાખનો ચૂનો લગાવ્યો છે. નોકરીની લાલચમાં આવી આપેલા નાણા પરત ન આપતા પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન ખાતે ધુતારા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. 

વિઝાના નામે છેતરપિંડી: ભારે પડ્યો વિદેશ જવાનો મોહ, <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/કેનેડાના-વિઝા' title='કેનેડાના વિઝા'>કેનેડાના વિઝા</a> આપવાનું  કહી એજન્ટે સુરતના યુવકને આટલા લાખમાં નવડાવ્યો | surat youth loses rs 1  point 5 ...

પાલનપુર બસસ્ટેન્ડમાં થઈ હતી મુલાકાત
મળતી માહિતી અનુસાર, પાલનપુરના બેચપુરા વિસ્તારમાં રહેતા બળદેવભાઈ પંચાલના દીકરા અનિરૂધ્ધની આજથી ત્રણ વર્ષ અગાઉ પાલનપુર બસ સ્ટેન્ડ ખાતે મનીષ હરગોવનભાઈ પટેલ (રહે. શક્તિ ક્લાલીસ ફ્લેટ, કલોલ) મુલાકાત થઈ હતી. આ દરમિયાન મનીષ પટેલે અનિરૂધ્ધને પોતે યુવકોને વિદેશમાં મોટા પગારમાં નોકરી અપાવતો હોવાનું જણાવ્યું હતું.

વિદેશમાં પૈસા કમાવવાની જાગી લાલચ
જે બાદ કોરોના સમયમાં અનિરુધ્ધ પંચાલની નોકરી છુટી જતાં બેકાર હતો. જેથી વિદેશમાં જઈને પૈસા કમાવવાની લાલચ જાગતા તેણે આ વિશે માતા ભારતીબેન પંચાલ સાથે વાત કરી હતી. જેથી તેમણે અનિરુધ્ધને વિદેશ જવાની મંજૂરી આપી હતી, જે બાદ અનિરુધ્ધ મનીષ પટેલને મળવા પહોંચ્યો હતો. 

વાર્ષિક રૂ.35થી 40 લાખના પગારની આપી હતી લાલચ
જે બાદ મનીષે તેને વિદેશમાં વાર્ષિક 35થી 40 લાખના પગારની નોકરી અપાવવાનો વાયદો આપ્યો હતો.  જેના બદલામાં તેણે 10 લાખની માંગ કરી હતી. વિદેશમાં મોટા પગારની લાલચમાં આવવીને ભારતીબેને તારીખ 23 ફેબ્રુઆરી 2021થી 19 મે 2022 દરમિયાન જુદાજુદા સમયે રૂપિયા 9,60,000 આપ્યા હતા. 

વિઝા અપાવવાનાં બહાને ૩.૬૫ લાખની છેતરપિંડી

મનીષ પટેલ પાસે રૂપિયાની ઉઘરાણી કરી 
ઘણો સમય વીતી ગયા બાદ તેમના દીકરા અનિરુધ્ધને નોકરી ન મળતા ભારતીબેન મનીષ પટેલને મળવા પહોંચ્યા હતા. જ્યાં તેમને દાળમાં કંઈક કાળુ લાગતા તેમણે મનીષ પટેલ પાસે રૂપિયાની ઉઘરાણી કરી હતી. જેથી તેણે 50,000 રૂપિયા પરત આપ્યા હતા. ત્યાર બાદ મનીષે બીજા પૈસા પછી આપવાનું જણાવ્યું હતું.

પાલનપુર પૂર્વ પોલીસ મથકે નોંધાવી ફરિયાદ
જે બાદ મનીષે ફોન ઉપાડવાનું બંધ કરી દીધુ હતું. આથી ભારતીબેન અને તેમનો દીકરો અનિરુધ્ધ મનીષ હરગોવનભાઈ પટેલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવવા પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને ઠગબાજ મનીષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે તેમની ફરિયાદના આધારે કલોલના મનીષને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ