બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / The three accused, including folk writer Dewayat Khawad, were jailed

BIG NEWS / લોકસાહિત્યકાર દેવાયત ખવડ સહિત ત્રણેય આરોપીને જેલ, પોલીસે વધુ રિમાન્ડની માંગ ન કરતા કોર્ટનો આદેશ, જાણો વિગત

Priyakant

Last Updated: 03:43 PM, 19 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોલીસે લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડની માંગ ન કરતા કોર્ટે જેલભેગા કર્યા

  • લોક સાહિત્યકાર દેવાયત ખવડને જેલ હવાલે કરાયો
  • ખવડ સહિત ત્રણેય આરોપીઓને જેલહવાલે કરાયા
  • પોલીસે વધુ રિમાન્ડની માંગ ન કરતા કોર્ટે જેલભેગા કર્યા
  • ત્રણેય આરોપીને જેલ હવાલે કરવાનો આદેશ કોર્ટે આપ્યો
  • બે દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આજે કોર્ટમાં રજૂ કરાયા હતા

રાજકોટમાં દેવાયત ખવડ અને સાથીઓ દ્વારા મયૂરસિંહ રાણા પર હુમલો કરવાના મામલે લોક સાહિત્યકાર દેવાયત ખવડના બે દિવસના રિમાન્ડ આજે પૂર્ણ થયા હતા. જે બાદમાં આજે ખવડ સહિત ત્રણેયઆરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. જય પોલીસે વધુ રિમાન્ડની માંગણી નહીં કરતાં ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરાયા છે. જોકે અહીં નોંધનીય છે કે, દેવાયત ખવડે 10 દિવસ બાદ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. જે બાદમાં કોર્ટે દેવાયત ખવડ સહિત 3 આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જોકે આજે આ રિમાન્ડ પૂર્ણ થાય બાદ ત્રણેયને કોર્ટમાં રજૂ કરાયા હતા. 

દેવાયતે જાતે જ કર્યું હતું સરેન્ડર 

રાજકોટમાં મયુરસિંહ રાણા પર હુમલો કરનાર દેવાયત ખવડે જાતે પોલીસ સમક્ષ સરેન્ડર કરી દીધું હતું. ત્યારે તેને આખી રાત લોકઅપમાં વિતાવી હતી. A-ડિવિઝન પોલીસ રિમાન્ડ માટે દેવાયત ખવડને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસ 5 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં દેવાયત ખવડને રજૂ કર્યો હતો. અને તેના 2 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા. દેવાયત ખવડને 10 દિવસ સુધી આશ્રય આપનારા કોણ હતા તેની પણ પોલીસ તપાસ હાથ ધરશે.

CCTV ફૂટેજમાં કોઇક વ્યક્તિ કે જેનું મોઢું નથી દેખાતું: વકીલ

બચાવપક્ષના વકીલ ઉત્કર્ષ દવેના દાવા અનુસાર તેઓનું કહેવું હતું કે, ક્યાંક ને ક્યાંક આ આપસી દુશ્મનીનો મામલો છે એવું સામે આવી રહ્યું છે. પોલીસે 307 હેઠળ આ FIR કરી છે. આ FIR સંપૂર્ણપણે ખોટી છે. જો આ પ્રોસિક્યુશનનો જ કેસ માનવા જઇએ અને જે CCTV ફૂટેજના આધારે FIR કરવામાં આવી છે તે CCTVમાં ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે કોઇક વ્યક્તિ કે જેનું મોઢું નથી દેખાતું. તે કોઇક ડંડા અથવા તો લોખંડના પાઇપ વડે એના પર હુમલો કરી રહ્યો છે, તેના પગ પર મારી રહ્યો છે. માથાના ભાગે કોઇએ માર્યું નથી. સાતથી આઠ વખત તેને માર્યું છે અને કોઇ ગંભીર ઇજા એને કરી નથી તો 307નો ઉમેરો તેમાં ક્યારેય થાય નહીં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ