બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The threat of cyclone is looming over Gujarat

આકાશી આફત / ગુજરાત પર ફરી વાવાઝોડાનું સંકટ! ભારે પવન સાથે વરસાદ આ જિલ્લા પર તૂટી પડશે, જાણો ક્યારે

Published By: Malay

Last Updated: 08:34 AM, 5 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Thunderstorm threat over Gujarat: ગુજરાત પર વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. 14 જૂન સુધીમાં ગુજરાતમાં વાવાઝોડાની શક્યતાઓ છે. 13 જૂને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ આવી શકે છે.

 

  • ગુજરાત પર વાવાઝોડાનો ખતરો
  • 12થી 14 જૂન સુધીમાં વાવાઝોડાની શક્યતા
  • દરિયા કિનારે તેજ પવન ફૂંકાવાની શક્યતા

અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાતા ગુજરાતની ઉપર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. એવું રહેવામાં આવી રહ્યું છે કે 7 જૂને લક્ષદ્વીપ પાસે હવાનું હળવું દબાણ વાવાઝોડામાં પરિવર્તિત થશે, જે બાદ 12થી 14 જૂન સુધીમાં ગુજરાતમાં વાવાઝોડાની શક્યતા છે. 13 જૂને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. તો દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. 

વર્ષનું પ્રથમ વાવાઝોડું ત્રાટકવાની તૈયારીમાં: આ વિસ્તારોમાં પડી શકે ભારે  વરસાદ, હવામાન વિભાગે આપી દીધું એલર્ટ | 2022 first cyclone asani about to  knock imd ...

12, 13 અને 14 જૂને ભારે વરસાદની શક્યતા
આગામી તા. 12થી 14 જૂન સુધીમાં ગુજરાતમાં વાવાઝોડું આવવાની શક્યતા છે. 7 જૂને લક્ષદ્રીપ પાસે હવાનું હળવું દબાણ વાવાઝોડામાં પરિવર્તિત થશે.  વાવાઝોડાની શરૂઆતની દિશા મુંબઈ અને રત્નાગીરી તરફ હોવાની શક્યતા છે. 13 જૂનની આસપાસ વાવાઝોડું ગુજરાતનાં દરિયા કિનારાની નજીક હોઈ શકે છે. 13 જૂને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ આવી શકે છે. 13થી 14 જૂન સુધી ગુજરાતનાં દરિયાકિનારે વાવાઝોડાનો ખતરો રહેલો છે. જો વાવાઝોડું છેલ્લે ફંટાઈ જાય તો પાકિસ્તાનનાં કરાંચી તરફ જઈ શકે છે. 12,13 અને 14 જૂને સૌરાષ્ટ્ર અને દરિયા કિનારા વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે. તેમજ દરિયા કિનારે 50 થી 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. 

અતિભારે વરસાદની આગાહી, 100 કિમીની ઝડપે ફૂંકાશે પવન... ભારત પર ભયાનક સંકટને  લઈને ઍલર્ટ I sitang cyclone update

ભારે વાવાઝોડા સાથે વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વાવાઝોડાની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં 7થી 11 જૂન દરમિયાન ભારે વાવાઝોડુ આવી શકે છે. તો ગુજરાતમાં 15 જૂન સુધી ભારે વરસાદની આગાહી છે. તેમણે જણાવ્યું કે, સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં 12 ઈંચથી વધુ વરસાદની શક્યતાઓ છે. તો દક્ષિણ ગુજરાતમાં 10 ઈંચથી વધુ વરસાદ અને મધ્ય-ઉત્તર ગુજરાતમાં 4 ઈંચથી વધુ વરસાદની સંભવાનાઓ છે. ગુજરાતમાં 15 જૂન સુધી સાર્વત્રિક વરસાદની આગાહી છે.

અંબાલાલ પટેલે શું કરી છે આગાહી?
- રાજ્યમાં વાવાઝોડું અને ભારે વરસાદની આગાહી
- 7થી 11 જૂન વાવાઝોડું આવી શકે છે
- 15 જૂન સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી 
- સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં 12 ઈંચથી વધુ વરસાદની શક્યતા
- દક્ષિણ ગુજરાતમાં 10 ઈંચથી વધુ વરસાદની શક્યતા
- મધ્ય-ઉત્તર ગુજરાતમાં 4 ઈંચથી વધુ વરસાદની સંભાવના

સંકળાયેલા મુદ્દાઓ

Cyclone gujarat ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ભારે પવન સાથે વરસાદ વાવાઝોડાનું સંકટ! Thunderstorm threat over Gujarat

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ