બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:28 PM, 18 April 2024
બલ્ગેરિયાના 'નોસ્ટ્રાડેમસ' તરીકે ઓળખાતા બાબા વેંગાની આગાહીઓની મોટાભાગની ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે. તેણે યુક્રેનમાં ચેર્નોબિલ દુર્ઘટના, પ્રિન્સેસ ડાયનાનું મૃત્યુ, ન્યૂયોર્કમાં 9/11ના હુમલા અને પોતાના મૃત્યુ વિશે પણ એકદમ સચોટ આગાહીઓ કરી હતી, જે એકદમ સાચી સાબિત થઈ હતી.
ADVERTISEMENT
સૌથી વધારે ડરાવનારી ભવિષ્યવાણી તેમને 2024 માટે કરી હતી. જેમાં ત્રીજા વિશ્વ યુધ્ધની ચેતવણી આપી છે. બાબા વેંગાએ કહ્યું હતું કે 2024માં આંતકી ઘટનાઓની પ્રલય આવશે. કોઈ મોટો દેશ જૈવિક શસ્ત્રોનું પરીક્ષણ પણ કરી શકે છે. તેના પુરાવા પણ મળવા લાગ્યા છે. કારણ કે રશિયામાં ભયંકર આતંકવાદી હુમલો થયો હતો.
.jpg)
ADVERTISEMENT
પરંતુ એક્સપર્ટ લોકો તેની આગાહીને વધારે ડરાવનારી કહી રહ્યા છે જે વિશ્વ યુધ્ધની વાત કરી છે તે વધારે ભયાનક હશે.બકિંગહામ યુનિવર્સિટીના પ્રોફેસર એન્થની ગ્લીસે ડેઈલી સ્ટારને જણાવ્યું કે, ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના તણાવને કારણે આ આશંકા વધુ વધી ગઈ છે. વિશ્વની શાંતિ એક દોરામાં લટકેલી છે. આ દોરો ગમે ત્યારે તૂટી શકે છે.
.jpg)
ADVERTISEMENT
ગ્લીસે કહ્યું, રશિયા અને ઈરાન વચ્ચે ગાઢ સંબંધો છે. તેથી તેને આ યુદ્ધમાં ખેંચી શકાય છે. કારણ કે ઈરાન રશિયાને મિસાઈલ અને ફાઈટર જેટ સહિત યુક્રેનમાં ઉપયોગમાં લેવાતા અનેક હથિયારો પૂરા પાડી રહ્યું છે. પશ્ચિમી દેશોને આ પસંદ નથી. તેઓ કોઈપણ રીતે રશિયાને રોકવા માંગે છે. તેને ફસાવવા માંગે છે.
.jpg)
ADVERTISEMENT
ઈરાન સાથેના તણાવમાં બ્રિટેન અને અમેરિકા સહિત બધા પશ્ચિમી દેશો ઈઝરાયેલના સમર્થનમાં આવી શકે છે. ઈરાન રશિયાનું સમર્થન કરે છે અને પુતિન યુક્રેનનો નાશ કરવા માટે આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે જો આવું થાય તો પરમાણુ યુદ્ધની શક્યતા વધી જાય છે.
.jpg)
ADVERTISEMENT
જો રશિયા યુદ્ધ શરૂ કરશે તો અમેરિકા અને પશ્ચિમી દેશો ચૂપ નહીં રહે. ઈરાનને સજા કરવા ઈઝરાયેલને તાકાત આપશે. તેને હથિયારો આપશે. કારણ કે તેમનું એક જ સપનું છે, 'અમે યુક્રેનમાં પુતિનને જીતવા નહી દઈએ, અમે ઈરાનને ઈઝરાયલનો નાશ નહી કરવા દઈએ. આપણે જેટલા મજબૂત હોઈશું તેટલા સુરક્ષિત રહીશું.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.