બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / અમદાવાદ / The third T20 match will be played at the Narendra Modi Stadium

અમદાવાદ / India Vs NZ 3rd T20I: 1 ટિકિટનો ભાવ રૂ. 500થી લઇને 10 હજાર, આજથી ઓફલાઈન બુકિંગ શરૂ, જાણો કેટલાં વાગ્યા સુધી મળશે

Malay

Last Updated: 09:10 AM, 27 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

1 ફેબ્રુઆરીએ અમદાવાદમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાવા જઈ રહેલી T20 મેચની ટિકિટોનું આજથી 31 જાન્યુઆરી સુધી ઓફલાઈન વેચાણ થશે. ક્રિકેટરસિકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ગેટ નં-1 પરથી ટિકિટ ખરીદી શકશે.

  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે ત્રીજી T20 મેચ
  • IND-NZ વચ્ચે રમાનારી T20ની ટિકિટ હવે ઓફલાઈન પણ મળશે
  • આજથી ટિકિટનું ઓફલાઈન વેચાણ થશે શરૂ
  • ઓનલાઈન 50,000થી વધુ ટિકિટોનું થઈ ચૂક્યું છે વેચાણ 

ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં આગામી 1 ફેબ્રુઆરીના રોજ T20 મેચ રમાવા જઈ રહી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાવા જઈ રહેલી મેચની ટિકિટનું આજથી ઓફલાઈન વેચાણ શરૂ થશે. નોંધનીય છે કે, ક્રિકેટચાહકોની નારાજગીને ધ્યાનમાં રાખીને ઓફલાઈન ટિકિટ વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

IPLમાં જોરદાર કમાલ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમના નામે નોંધાઈ ખાસ ઉપલબ્ધિ, જય  શાહે આપી જાણકારી | cricket bcci enter into guinness book of world records  for largest attendance in motera ...

ઓફલાઈન ટિકિટોનું વેચાણ થશે શરૂ
1.32 લાખની ક્ષમતા વાળા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં 1 ફેબ્રુઆરીએ ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે સાંજે 7 વાગ્યે રમાવા જઈ રહેલી T20 મેચનું બુકિંગ bookmyshow પર ગત 24 જાન્યુઆરીએ શરૂ કરી દેવામાં આવ્યું હતું. જોકે, ઓફલાઈન ટિકિટનું વેચાણ ન થતાં ક્રિકેટચાહકોમાં નારાજગી વ્યાપી ગઈ હતી. ક્રિકેટરસિકોની નારાજગીને ધ્યાને રાખી હવે ઓફલાઈન ટિકિટોનું વેચાણ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. ટિકિટોનું ઓફલાઈન વેચાણ આજથી શરૂ થવા જઈ રહ્યું છે. જે ટિકિટની કિંમત 2 હજાર કરતા વધુ છે તે જ ટિકિટ ઓફલાઈન પદ્ઘતિથી વેચવામાં આવશે.

સવારે 11થી સાંજના 6 વાગ્યા સુધી મળશે ટિકિટ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાઈ રહેલી ત્રીજી T20 મેચની ટિકિટનું આજથી 31 જાન્યુઆરી સુધી વેચાણ થશે. જેઓ આ મેચ જોવા જવાનું વિચારી રહ્યા છે તેઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ગેટ નં-1 પરથી સવારે 11થી સાંજના 6 વાગ્યા સુધીમાં ટિકિટ ખરીદી શકશે.  મહત્વનું છે કે, અત્યાર સુધીમાં ઓનલાઈન 50,000થી વધુ ટિકિટોનું વેચાણ થઈ ચૂક્યું છે. 

No description available.

કેટલો છે ટિકિટનો ભાવ?
- L, K અને Q બ્લોકમાં ટિકિટનો ભાવ 500 રૂપિયા
- B, C, F, અને G બ્લોકમાં ટિકિટનો ભાવ 1000 રૂપિયા
- J અને R બ્લોકમાં ટિકિટનો ભાવ  2000 રૂપિયા
- A, H, M અને N બ્લોકમાં ટિકિટનો ભાવ 2500 રૂપિયા
- D અને E બ્લોકમાં ટિકિટનો ભાવ 4000 રૂપિયા
- અદાણી પ્રિમયમ વેસ્ટ-ઈસ્ટ બ્લોકમાં ટિકિટનો ભાવ 6000 રૂપિયા
-  સૌથી મોંઘી ટિકિટ અદાણી બેંકવેટમાં છે, એક સીટનો ભાવ 10,000 રૂપિયા રાખવામાં આવ્યો છે. 

શું છે સ્ટેડિયમની ખાસિયતો

- 800 કરોડથી પણ વધુના ખર્ચે તૈયાર કરાયું છે સ્ટેડિયમ
- ખેલાડીઓ માટે 4 ડ્રેસિંગ રૂમ તૈયાર કરાયા છે.
- સ્ટેડિયમમાં કુલ 1.32 લાખ લોકો સાથે મેચ જોઇ શકે છે
- જે દુનિયાના અત્યાર સુધીના સૌથી મોટા સ્ટેડિયમ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડથી વધારે છે
- મેલબોર્નમાં 1 લાખ પ્રેક્ષકો બેસી શકે તેટલી ક્ષમતા હતી
- કુલ 76 કોર્પોરેટ બોક્સ પણ તૈયાર કરવામાં આવ્યા છે
- મેદાન પર કુલ 11 પીચ છે જેને લાલ અને કાળી માટી દ્વારા તૈયાર કરવામાં આવી છે
- મેદાનમાં ફ્લડ લાઈટ્સની ઉંચાઈ 90 મીટર છે. એટલે કે 25 માળ ઉંચી બિલ્ડીંગ બરાબર 
- આ મેદાનની નીચે સબ સર્ફેલ ડ્રેનેઝ સિસ્ટમ બનાવવામાં આવ્યું છે
- વરસાદ હોવાની સ્થિતિમાં મેદાનને ફરી 30 મિનિટમાં જ તૈયાર કરવામાં આવી શકે
- ક્રિકેટ સિવાય ફૂટબોલ, હોકી, ખોખો, કબડ્ડી, વોલીબોલ, બાસ્કેટબોલ, નેટબોલ, ટેનિસ, બેડમિન્ટન જેવી સ્પર્ધાઓ પણ યોજાય શકે છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ