બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / The tension of these 3 zodiac signs will increase from today, know what to do and what not to do
Megha
Last Updated: 02:58 PM, 10 February 2024
ADVERTISEMENT
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આગામી દિવસોમાં સૂર્ય, શુક્ર અને શનિ ગ્રહો પોતાની ચાલ બદલશે, જેના કારણે 12 રાશિઓ પર પણ શુભ અને અશુભ પરિણામોની અસર પડશે. 10 ફેબ્રુઆરી, 2024 ના રોજ, ચંદ્ર મકર રાશિમાં હશે, પરંતુ બપોરે તે શનિની સાથે કુંભ રાશિમાં બિરાજમાન થશે. જેના કારણે વિષ યોગ બનશે.
ADVERTISEMENT
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વિષ યોગની અસરને કારણે વ્યક્તિને જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. 10 ફેબ્રુઆરીએ વિષ યોગની અસરને કારણે કેટલીક રાશિના જાતકોને જીવનમાં પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. આ યોગ બનવાથી વ્યક્તિ માટે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધે છે. વૈવાહિક જીવન પર નકારાત્મક અસર પડે છે. ચાલો જાણીએ કુંભ રાશિમાં શનિ અને ચંદ્રની યુતિને કારણે કઈ રાશિના જાતકોએ સાવધાન રહેવું પડશે?
મકર રાશિ
વિષ યોગની અસરને કારણે આ રાશિના લોકોમાં નાણાકીય બાબતોમાં સમસ્યાઓ વધી શકે છે. પૈસા સંબંધિત નિર્ણયો આ સમયમાં મુલતવી રાખવી જોઇએ. પારિવારિક જીવનમાં તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સાથે જ વાણી પર નિયંત્રણ રાખો અને બિનજરૂરી વાદવિવાદ ટાળો.
કુંભ રાશિ
વિષ યોગની અસરને કારણે આ રાશિના લોકો આત્મવિશ્વાસનો અભાવ અનુભવશો. મનમાં આશા અને નિરાશાની લાગણીઓ રહેશે. વધુ ખર્ચને કારણે મન ચિંતાતુર રહેશે. વૈવાહિક જીવનમાં તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
મીન રાશિ
વિષ યોગની અસરને કારણે આ રાશિના લોકોનું મન કોઈ વાતને લઈને ચિંતિત રહેશે. તમારે કામમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે. સંતાન તરફથી પરેશાનીઓ આવી શકે છે. જીવનસાથી સાથે મતભેદના સંકેતો છે. વધુ પડતા ગુસ્સાથી બચો અને તમારી વાણી પર નિયંત્રણ રાખો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.