બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / બિઝનેસ / The stock market is at an all-time high, what are the reasons behind the tremendous boom in the market, know

બિઝનેસ / ઓલ ટાઈમ હાઇ પર છે શેરબજાર, માર્કેટમાં જબરદસ્ત તેજી પાછળ શું છે કારણો, જાણો

Megha

Last Updated: 04:46 PM, 4 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય શેરબજારમાં જબરદસ્ત તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. એવામાં સવાલ એ છે કે આખરે એવા કયા કારણો છે જે બજારને રોજેરોજ નવી ઉંચાઈઓ પર લઈ જઈ રહ્યા છે. આવો જાણીએ

  • મંગળવારે સતત પાંચમા દિવસે બજાર ઓલ ટાઈમ હાઇ રહ્યું હતું
  • વા કયા કારણો છે જે બજારને રોજેરોજ નવી ઉંચાઈઓ પર જાય છે 
  • શેરબજારમાં તેજીના 5 મહત્વના કારણો 

ભારતીય શેરબજારમાં જબરદસ્ત તેજીના ટ્રેન્ડ વચ્ચે મંગળવારે સતત પાંચમા દિવસે બજાર ઓલ ટાઈમ હાઇ રહ્યું હતું. બજારમાં તેજીના કારણે BSE સેન્સેક્સ 284.74 પોઈન્ટ ઉછળીને 65,489.79 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. બીજી તરફ NSE નિફ્ટી 64.80 પોઈન્ટના વધારા સાથે 19,387.35 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. બંને ઇન્ડેક્સ માટે આ લાઇફ ટાઇમ ટાઇ લેવલ છે. બજારમાં સતત સારી તેજીના કારણે રોકાણકારોને બમ્પર કમાણી થઈ રહી છે. 

એવામાં સવાલ એ છે કે આખરે એવા કયા કારણો છે જે બજારને રોજેરોજ નવી ઉંચાઈઓ પર લઈ જઈ રહ્યા છે. આવો જાણીએ તે 5 કારણો વિશે જે બજારને તેજી તરફ લઈ જાય છે. 

શેરબજારમાં તેજીના 5 મહત્વના કારણો 
વિદેશી રોકાણકારો દ્વારા ભારે ખરીદીઃ 

વિદેશી રોકાણકારો ભારતીય બજારમાં સતત રોકાણ કરી રહ્યા છે. વિદેશી રોકાણકારોએ જૂનમાં ભારતીય બજારમાં રૂ. 47,148 કરોડનું જંગી રોકાણ કર્યું હતું. FPIs આ મહિનામાં રોકાણ કરી રહ્યા છે. 3 જુલાઈના રોજ વિદેશી રોકાણકારોએ 1995 કરોડનું રોકાણ કર્યું હતું. 

રૂપિયામાં મજબૂતાઈ: 
ડોલર સામે ભારતીય રૂપિયો ફરી મજબૂત બન્યો છે. રૂપિયો પ્રતિ ડૉલર 82ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. સતત વિદેશી ભંડોળના પ્રવાહ અને સ્થાનિક ઇક્વિટીમાં મજબૂત વલણને કારણે પ્રારંભિક વેપારમાં અમેરિકન ચલણ સામે રૂપિયો મંગળવારે ચાર પૈસા સુધરીને 81.87 થયો હતો. 

વૈશ્વિક બજારોમાં તેજી:
અમેરિકા સહિત એશિયન બજારોમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. એશિયાના અન્ય બજારોમાં ચીનનો શાંઘાઈ કમ્પોઝીટ અને હોંગકોંગનો હેંગસેંગ નફામાં હતો. મંગળવારે યુએસ માર્કેટ લીડ પર બંધ થયા હતા. ભારતીય બજારને પણ આનાથી સપોર્ટ મળી રહ્યો છે. 

બેન્કિંગ શેરોમાં  સારી તેજી : 
બેન્કિંગ શેરોમાં મજબૂત તેજીને કારણે બેન્ક નિફ્ટી નવા રેકોર્ડ ઊંચાઈએ પહોંચી છે. આનાથી ભારતીય બજારને લાઈફટાઈમ ઊંચાઈ પર લઈ જવામાં મદદ મળી છે. 

ભારતીય અર્થવ્યવસ્થા વધુ મજબૂત અને ઝડપી બની રહી છે, હાલમાં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, જે બજારના ઉછાળાનું કારણ છે.

સારા ચોમાસાની અપેક્ષા : 
આ વખતે ચોમાસું 8 દિવસ મોડું આવ્યું પરંતુ 2 જુલાઈએ સમાચાર આવ્યા કે ચોમાસાએ હવે સમગ્ર દેશને આવરી લીધો છે. જેના કારણે સારા ચોમાસાની આશા વધી છે. ભારતીય અર્થતંત્ર માટે આ સારા સમાચાર છે. આનાથી બજારને વેગ મળશે જે કંપનીઓના નફામાં વધારો કરવામાં ફાળો આપશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ