બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / રાજકોટ / The scam of making fake documents has been caught from Ahmedabad and Rajkot.

તપાસ / તમારી પાસે રહેલું LC,ચૂંટણી કે આધાર કાર્ડ નકલી તો નથી ને? ગુજરાતમાં બે બનાવટી રેકેટનો પર્દાફાશ, શંકા જાય તેવું બન્યું

Dinesh

Last Updated: 08:33 PM, 2 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cyber crime news: અમદાવાદ અને રાજકોટમાંથી નકલી ડોક્યુમેન્ટ બનાવવાનો કૌભાંડ ઝડપાયું છે, પોલીસે આરોપીઓની ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે

  • અમદાવાદમાં નકલી ડોક્યુમેન્ટ બનાવતો આરોપી ઝડપાયો
  • રાજકોટમાં બોગસ LCનું કૌભાંડનો પર્દાફાશ થયો
  • પોલીસ આરોપીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી


અમદાવાદ સાયબર ક્રાઈમે નકલી ડોક્યુમેન્ટ બનાવતા આરોપીને ઝડપ્યો છે. પોલીસ એઝાઝખાન પઠાણ નામના આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ રાજકોટમાંથી પણ એક આવા જ બનાવ સામે આવ્યો છે. રાજકોટમાં સમાજ કલ્યાણ વિભાગે બોગસ LC આપવાનો પર્દાફાશ કર્યો છે.  

બોગસ દસ્તાવેજનું કૌભાંડ 
અમદાવાદમા AMCનું બનાવટી ડિજિટલ બર્થ સર્ટિફિકેટ કૌભાંડનો પર્દાફાશ થયો છે. ધોરણ 10 પાસ આરોપીએ યુટ્યુબ ચેનલથી નકલી ડોક્યુમનેટ બનાવવાનું શીખ્યો હતો. જેણે 100થી વધુ ડોક્યુમનેટ બનાવીને કૌભાંડ આચર્યું હતું.  આરોપીએ નકલી ડોક્યુમનેટ બનાવવાનું શીખીને અનેક લોકોને લોન અપાવી છે. ફતેહવાડીમાં કોમ્પ્યુટરની ઓફિસ બનાવીને આરોપીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રજીસ્ટ્રારના નામના સિક્કો, કોર્પોરેશનનો સિમ્બોલ તથા રજીસ્ટ્રારની સહી વાળા ખોટા દસ્તાવેજ બનાવ્યા હતા.

અમદાવાદ સાયબર ક્રાઈમે તપાસ હાથ ધરી
જેમાં તે નકલી જન્મના દાખલા , વોટર આઇ ડી,  લાઈટ બિલ અને આધારકાર્ડ ઓનલાઇન બનાવટી દસ્તાવેજ બનાવતો હતો. ગ્રાહકોને રૂપિયા 700થી 800માં નકલી ડોક્યુમનેટ વેચતો હતો. આરોપીએ 100થી વધુ નકલી ડોક્યુમનેટ બનાવ્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે. અમદાવાદ સાયબર ક્રાઇમે AMC ડીઝીટલ સર્ટિફિકેટ અને નકલી ડોક્યુમનેટ કેસમાં એઝાઝખાન પઠાણની ધરપકડ કરીને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી પાસેથી કોમ્પ્યુટર, પ્રિન્ટર અને લેપટોપ જપ્ત કરીને ઓનલાઈન બનાવટી ડોક્યુમનેટ બનાવીને કોને કોને આપ્યા છે, તે અંગેની તપાસ શરૂ કરાઈ છે

વાંચવા જેવું: 66 ગુજરાતી, 60-80 લાખમાં સોદો, અમેરિકા જવા ડંકી રુટનો ઉપયોગ, CID ક્રાઈમની તપાસમાં ચોંકી ઉઠે તેવા ઘટસ્ફોટ

રાજકોટમાં જાતિનો દાખલો મેળવવા ડુપ્લીકેટ LC કાઢતા હતા
અમદાવાદ જેવો નકલી ડોક્યુમેન્ટનો કારસો રાજકોટમાંથી પણ સામે આવ્યો છે. સમાજ કલ્યાણ વિભાગે બોગસ LC આપવાનો પર્દાફાશ કર્યો છે.  અત્રે જણાવીએ કે, આરોપી નકલી LCના આધારે એજન્ટ દાખલા કાઢતો હતો.  જે.એ.બારોટ નાયબ નિયામક અધિકારી અને પાર્થ મૈયડે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.  આરોપી વચેટિયાઓ મારફતે 3 હજાર 500 રૂપિયામાં LC આપી જાતિનો દાખલો કાઢતા હતા. બહુમાળી વિકસતી જાતિ વિભાગના અધિકારીને શંકા જતા તપાસ કરતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે. સમગ્ર મામલે 4 જેટલા લોકોને પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનને લઈ જવામાં આવ્યા છે. બોગસ LC મામલે પોલીસે પૂછપરછ શરૂ કરી છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ