બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ભારત / Politics / The results of mizoram election will come on this dates, know why the date was changed at the last minute ​

મોટા સમાચાર / હવે ત્રણ નહીં, ચાર તારીખે આવશે આ રાજ્યની ચૂંટણીના પરિણામો, જાણો કેમ છેલ્લી ઘડીએ બદલાઈ ગઈ તારીખ

Megha

Last Updated: 08:27 PM, 2 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૂંટણી પંચે શુક્રવારે મિઝોરમ વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરીની તારીખ બદલીને 4 ડિસેમ્બર કરી છે. અગાઉ મતગણતરી રવિવાર 3 ડિસેમ્બરે થવાની હતી.

  • મિઝોરમ વિધાનસભા ચૂંટણી માટે મતગણતરીની તારીખ બદલી 
  • ચૂંટણી પંચે શુક્રવારે આ વિશે જાહેરાત કરી 
  • અગાઉ મતગણતરી રવિવાર 3 ડિસેમ્બરે થવાની હતી

મિઝોરમમાં થયેલ વિધાનસભા ચૂંટણી 2023 માટે મતગણતરીની તારીખને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.  ભારતના ચૂંટણી પંચે શુક્રવારે મિઝોરમ વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરીની તારીખ બદલીને 4 ડિસેમ્બર કરી છે. અગાઉ મતગણતરી રવિવાર 3 ડિસેમ્બરે થવાની હતી. ચૂંટણી પંચે કહ્યું કે તારીખ બદલવાની માંગને ધ્યાનમાં રાખીને હવે મતગણતરી 4 ડિસેમ્બરે થશે.

તારીખ કેમ બદલાઈ?
ચૂંટણી પંચ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ નોટમાં કહેવામાં આવ્યું છે કે મિઝોરમમાં મત ગણતરીની તારીખ બદલવા માટે ઘણી વિનંતીઓ કરવામાં આવી હતી. આ અરજીઓ પર વિચાર કર્યા બાદ ચૂંટણી પંચે મતગણતરી તારીખ બદલવાનો નિર્ણય કર્યો હતો. હકીકતમાં મિઝોરમમાં મતદાન પહેલા જ મતગણતરીની તારીખ બદલવાની માંગ કરવામાં આવી હતી. તેનું કારણ એ હતું કે 3જી ડિસેમ્બર રવિવાર હતો.

વાસ્તવમાં મિઝોરમ માટે રવિવાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. મિઝોરમમાં, 87 ટકાથી વધુ વસ્તી ખ્રિસ્તી ધર્મને અનુસરે છે. ખ્રિસ્તી ધર્મના લોકો માટે રવિવારને ધાર્મિક દિવસ માનવામાં આવે છે. આ દિવસે, મિઝોરમના ગામડાઓ અને શહેરોમાં ચર્ચ સેવાઓ હાથ ધરવામાં આવે છે. સાદી ભાષામાં, આ દિવસે ખ્રિસ્તી લોકો તેમનો દિવસ ભગવાનને સમર્પિત કરે છે. 

આથી મતગણતરી તારીખ બદલવાની માંગ ઉઠી હતી. ભાજપ, કોંગ્રેસ અને શાસક એમએનએફ સહિત તમામ રાજકીય પક્ષો આ માંગ સાથે સંમત થયા હતા. તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી પંચને પત્રો પણ લખ્યા હતા. પત્રમાં લખવામાં આવ્યું છે કે મિઝોરમમાં રવિવારે કોઈ સત્તાવાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું નથી. તેમાં રાજકીય પક્ષો ઉપરાંત એનજીઓના પ્રમુખોની પણ સહી હતી. તમને જણાવી દઈએ કે મિઝોરમ વિધાનસભામાં 40 સીટો છે. અહીં 7 નવેમ્બરે મતદાન થયું હતું. આ વખતે રાજ્યમાં કુલ 78.40 ટકા મતદાન થયું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

5 states Assembly Elections 2023 Assembly Elections 2023 mizoram Assembly Elections 2023 mizoram election 2023 વિધાનસભા ચૂંટણી વિધાનસભા ચૂંટણી 2023 Assembly Elections 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ