બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / The Prime Minister will inaugurate the Burse Building of Hira Udyog in Surat on December 17

જાણી લો / PM મોદી આવશે સુરત, હિરા ઉદ્યોગ બુર્સ બિલ્ડીંગના ઉદ્ધાટનની તારીખ જાહેર, હિરા ઉદ્યોગપતિઓ રહેશે હાજર

Dinesh

Last Updated: 10:49 PM, 5 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat Diamond Bourse: સુરતમાં હિરા ઉદ્યોગના બુર્સ બિલ્ડીંગનો 17 ડિસેમ્બરના રોજ પ્રધાનમંત્રી ઉદ્ઘાટન કરશે તેમજ આ પ્રસંગે દેશ અને વિદેશથી દિગ્ગજ હિરા ઉદ્યોગપતિઓ તેમજ દિગ્ગજ કંપનીના CEO હાજર રહેશે

 

  • બુર્સ બિલ્ડીંગના ઉદ્ઘાટનની તારીખ નિશ્ચિંત
  • 17 ડિસેમ્બરના રોજ PM કરશે ઉદ્ધાટન
  • વિશ્વનું સૌથી મોટુ હિરા બજાર બુર્સ બિલ્ડીંગ



Surat Diamond Bourse: સુરતના હિરા ઉદ્યોગના બુર્સ બિલ્ડીંગના ઉદ્ઘાટનની તારીખ નિશ્ચિંત થઈ ગઈ છે. આપને જણાવી દઈએ કે, 17 ડિસેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવશે. સુરત ખાતે વિશ્વનું સૌથી મોટુ હિરા બજાર બુર્સ બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે. ઉદ્ઘાટન પ્રસંગે દેશ સહિત વિદેશના મહેમાનો પણ ઉપસ્થિત રહેશે

ઉદ્ઘાટનની તૈયારીઓ શરૂ કરી 
હિરા ઉદ્યોગના બુર્સ બિલ્ડીંગનો 17 ડિસેમ્બરના રોજ પ્રધાનમંત્રી ઉદ્ઘાટન કરશે તેમજ આ પ્રસંગે દેશ અને વિદેશથી દિગ્ગજ હિરા ઉદ્યોગપતિઓ તેમજ દિગ્ગજ કંપનીના CEO હાજર રહેશે. જેને લઈ સુરત હિરા બુર્સ મેનેજમેન્ટ કમિટીએ ઉદ્ઘાટનની તૈયારીઓ શરૂ કરી છે

આ ડાયમંડ બુર્સ ?
વિશ્વમાં સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ અમેરિકાના પેન્ટાગોનમાં છે, જે 65 લાખ ચોરસ ફૂટનું બાંધકામ ધરાવે, પરંતુ હવે આ સૌથી મોટા બિલ્ડીંગનું સ્થાન આપણા સુરતમાં બનનાર ડાયમંડ બુર્સ બિલ્ડીંગ લઈ લેશે. કારણ કે, સુરતમાં તૈયાર થયેલું ડાયમંડ બુર્સ બિલ્ડીંગ 66 લાખ ચોરસ ફૂટનું બાંધકામ ધરાવે છે. એટલું જ નહીં નવ ટાવરમાં પથરાયેલું આ બિલ્ડિંગ ગ્રીન બિલ્ડિંગ છે અને નવીનીકરણ તેમજ ગ્રીન એનર્જીમાં સર્વોચ્ચ એવું પ્લેટિનિયમ ગ્રેડેશન પણ ધરાવે છે. સાથે જ વિશ્વની શ્રેષ્ઠ કહી શકાય તેવી તમામ સવલતો અહીં ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

ડાયમંડ બુર્સની વિશેષતા
10 હજારથી વધુ ટુ વ્હીલર અને 4500થી વધુ ફોર વ્હીલર પાર્કિંગની વ્યવસ્થા
15 એકરને ગ્રીન એરિયા તરીકે ડેવલોપ કરવામાં આવશે
તમામ લેન્ડસ્કેપ પંચ તત્વ થીમ પર કરાશે ડિઝાઈન 
ટાવર વચ્ચેની 3 વીઘા જગ્યામાં લેન્ડસ્કેપીંગ ડિઝાઈન 
4200થી વધુ ઓફિસને મળશે વ્યૂ
9 ટાવરની હાઈટ વધવાની સાથે તમામ એકબીજા સાથે જોડાયેલા હશે 
અમેરિકાના પેન્ટાગોન કરતાં પણ વધુ 66 લાખ ચોરસ ફૂટમાં નિર્માણ 
બિલ્ડિંગમાં કુલ 128 ડેસ્ટિનેશન કંટ્રોલ લિફ્ટ મૂકવામાં આવશે

4 હજારથી વધુ વેપારીઓ સાથે મળી બનાવ્યું ડાયમંડ બુર્સ
મહત્વની બાબત તો એ છે કે, સુરત ડાયમંડ બુર્સ કોઈ એક કંપનીએ કે વ્યક્તિએ તૈયાર નથી કર્યું પરંતુ સુરત અને મુંબઇના હીરા વ્યવસાય સાથે સંકળાયેલા 4 હજારથી વધુ વેપારીઓએ સાથે મળીને આ ડાયમંડ બુર્સનું સ્વપ્ન સાકાર કર્યું છે. 4 હજારથી વધુ વેપારીઓએ સાથે મળી એક કંપની બનાવી અને પોતાની જરૂરિયાત મુજબ જગ્યા અહીં ખરીદી છે. વિશ્વમાં યુનિક કહી શકાય તેવા આ પ્રોજેક્ટની કલ્પના પણ અન્ય વ્યવસાયીઓ કરી શકતા નથી, ત્યારે સુરતના હીરાના વેપારીઓએ એ કલ્પનાને વાસ્તવમાં પૂર્ણ કરી બતાવી છે.

Surat Worlds Largest Diamond Bourse To Be Inaugurated June

સુરતમાં ડાયમંડ બુર્સ બનશે સુરતની આન-બાન-શાન
સુરતમાં ડાયમંડ બુર્સ કાર્યરત થશે એટલે સુરતની જે આન-બાન-શાન છે તેને ચાર ચાંદ લાગી જવાના છે. હાલ હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ લોકો સુરતના ડાયમંડ બુર્સને લઈને ખૂબ ઉત્સાહિત છે. તાજેતરમાં જ દુબઈ ખાતે ચાલી રહેલા એક્સ્પોમાં જ્યારે હીરાના વ્યવસાયીઓ સમક્ષ સુરતમાં તૈયાર થઈ રહેલા ડાયમંડ બુર્સનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું કે, ત્યાંની ૧૦થી વધુ મોટી કંપનીના સંચાલકોએ સુરતના આ ડાયમંડ બુર્સમાં પોતાની ઓફિસ ખરીદવા માટે તૈયારી દર્શાવી હતી. આજ દર્શાવે છે કે, આગામી સમયમાં સુરત વૈશ્વિક ઓળખ બનવા જઈ રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ