બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / the policemen were seen breaking the traffic rules In Surat, see Video

કાયદાનો ઉલાળીયો / ત્રિપલ સવારી... સલામત સવારી...! સુરતમાં પોલીસકર્મી જ ટ્રાફિક નિયમનો ભંગ કરતા નજરે પડ્યાં, જુઓ Video

Malay

Last Updated: 09:57 AM, 22 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat Viral Video News: સુરતમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા પોલીસકર્મીઓ કેમેરામાં કેદ, અઠવાલાઈન્સમાં પોલીસ કર્મચારી બાઈક પર ત્રિપલ સવારી જતાં દેખાયા, વીડિયો થયો સોશિયલ મીડિયા પર વાયરલ.

  • સુરતમાં ટ્રાફિક નિયમોની ઐસી કી તૈસી ! 
  • કાયદાના રક્ષકો જ નથી પાળતા નિયમ
  • ટ્રાફિક નિયમો માત્ર જનતા માટે?

 
Surat News: ગુજરાતમાં કેટલાક પોલીસકર્મીઓ પોતે જ ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા હોવાનું ધ્યાને આવતા ડીજીપી વિકાસ સહાયે એક પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં પોલીસકર્મીઓને પોતાના વાહન પર પોલીસ લખેલા લખાણ દૂર કરવાની અને ગાડીઓના કાળા કાચ દૂર કરવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ પોલીસકર્મીઓને ફરજિયાત ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનો આદેશ આપ્યો છે. ત્યારે રાજ્યના પોલીસ વડાનો આદેશ કેટલાક પોલીસકર્મીઓ ઘોળીને પી ગયા હોય એવું દેખાઇ રહ્યું છે, કારણ કે લોકોને નિયમોનું પાલન કરાવનાર પોલીસકર્મી જ બાઇક પર ત્રિપલ સવારી જતા જોવા મળ્યા, એ પણ હેલ્મેટ વગર. 

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા પોલીસકર્મીઓ કેમેરામાં કેદ
સુરત પોલીસકર્મીઓ હજી પણ રાજ્ય પોલીસવડાના આદેશને ગંભીરતાથી ન લેતા હોય એવું સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયો પરથી લાગી રહ્યું છે. ટ્રાફિક નિયમોનું પાલન કરાવનારા જ નિયમોનો ઉલાળીયો કરી રહ્યા હોય તેવો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં પોલીસકર્મી બાઈક પર ત્રિપલ સવારી જતાં જોવા મળી રહ્યા છે. આ વીડિયો સુરતના અઠવાલાઈન્સ વિસ્તારનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કોઈ રાહદારી દ્વારા આ વીડિયો ઉતારીને વાયરલ કરાયો હોય તેવું લાગી રહ્યું છે. જોકે, આ વાયરલ વીડિયોની VTV ન્યૂઝ પુષ્ટિ કરતું નથી.

પોલીસ કર્મચારી સામે કરાશે કાર્યવાહી?
ત્રિપલ સવારી બાઈક પર જતા પોલીસકર્મીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ લોકોમાં સવાલો ઉભા થયા છે કે DGના પરિપત્રનું પોલીસ કર્મચારીઓ જ કેમ કરી રહ્યા છે ઉલ્લંઘન?, શું શહેર પોલીસ કમિશનર આ પોલીસકર્મી સામે કાર્યવાહી કરશે કે કેમ?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ