બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / The police arrested the man who raped a minor in Maninagar

અમદાવાદ / સગીરાને ગુડ ટચ અને બેડ ટચની સમજણ આવતા 7 વર્ષ પહેલાની ઘટનાનો ફૂટ્યો ભાંડો, મામાના દીકરાએ લૂંટી લાજ, વૃદ્ધે પણ ન છોડી

Kishor

Last Updated: 07:14 PM, 28 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મણીનગરમાં સગીરા સાથે દુષ્કર્મ કરનાર મામાના દીકરાની પોલોસે કરી ધરપકડ, સગીરાને ગુડ ટચ અને બેડ ટચની સમજણ થતા બે નરાધમોનો ભાંડો ફોડ્યો, 10 વર્ષની ઉંમરમાં સગીરા સાથે આચર્યું દુષ્કર્મ હતું.

  • મણીનગરમાં સગીરા સાથે દુષ્કર્મ
  • મામાના દીકરાની પોલોસે કરી ધરપકડ
  • સગીરાને ગુડ ટચ અને બેડ ટચની સમજણ થતા બે નરાધમોનો ભાંડો ફોડ્યો

મણીનગરમાં સગા ફઇની દીકરીને હવસનો શિકાર બનાવી કુકર્મ આચાર્યની ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. એક શખ્સે સગીરા સાથે સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને એક શખ્સે દુષ્કર્મ આચર્યું હતું. 17 વર્ષની સગીરા 10 વર્ષની હતી ત્યારે 2016માં પોતાના મામાના ઘરે વેકેશનમાં ગઈ હતી. ત્યારે બાળકીની એકલતાનો લાભ લઈને આરોપીએ તેની સાથે કુકર્મ આચર્યું હતું. બાળપણમાં બાળકીને સમજણ નહિ હોવાથી આરોપીએ શોષણ કર્યું હતું. પરંતુ ધોરણ 12ના અભ્યાસ દરમ્યાન ગુડ ટચ અને બેડ ટચ ની સમજણ મળતા તેની સાથે ભૂતકાળમાં થયેલા દુષ્કર્મને લઈને સગીરા ડિપ્રેશનમાં રહેવા લાગી હતી. જેથી માતાએ તેને પૂછતાં સગીરાએ મામના દીકરાનો ભાંડો ફોડ્યો હતો અને સગીરાની માતાએ મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

 The police arrested the man who raped a minor in Maninagar

અંગ્રેજીમાં પત્ર દ્વારા વ્યક્ત કરી આપવીતી

સગીરા સાથે આ એકલા શખ્સએ જ શારીરિક શોષણ નથી કર્યું હતું. પરંતુ સૌથી પહેલા બાળકી પાડોશીના શોષણનો ભોગ બની હતી. 2014 થી 2016 દરમ્યાન બાળકી સાથે દુષ્કર્મ અને સુષ્ટિ વિરુદ્ધના કૃત્ય થયુ હતું. 10 વર્ષની બાળકી પડોસમાં રહેતા પરિવારના ઘરે નાના બાળકનો જન્મ થતા તેને રમાડવા જતી હતી. આ બાળકના વૃદ્ધ દાદાએ બાળકીની એકલતાનો લાભ લઈને પહેલા તેની સાથે શારીરિક અડપલાં કર્યા અને દુષ્કર્મ આચર્યું હતું. બાળકીને કઈ અજુગતું લાગતું હતું જેથી ડરના કારણે તેને પાડોશી અને મામા ના ઘરે જવાનું બંધ કરી દીધું હતું. પરંતુ જ્યારે તેની સાથે કોઈએ ખોટું કર્યું તેની સમજણ થતા સગીરાએ ન્યાય મેળવવા નરાધમોની સમગ્ર હકીકત પોલીસે અંગ્રેજીમાં પત્ર દ્વારા વ્યક્ત કરી હતી.
 

પોકસો અને દુષ્કર્મ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી

આ ચોંકાવનારા કિસ્સાને લઈને મણિનગર પોલીસે સગીરા સાથે દુષ્કર્મ કેસમાં આરોપીઓને દબોચી લીધો છે. જેની વિરુદ્ધ પોકસો અને દુષ્કર્મ હેઠળ ગુનો નોંધીને મામાંના દીકરાની ધરપકડ કરી. જ્યારે પાડોશી વૃદ્ધ વ્યક્તિની શોધખોળ શરૂ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ