બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / The new variant of corona spread in 6 states is the biggest outbreak
Last Updated: 06:16 PM, 25 December 2023
ADVERTISEMENT
કોરોનાએ ફરી એકવાર સમગ્ર દેશમાં માથુ ઉચક્યું છે. ફરી કોરોનાના કેસ સામે આવતા ભારે દહેસત ફેલાઈ રહી છે. એમાં પણ કોરોનાનો નવો વેરિએન્ટ સામે આવ્યો છે. કોરોનાનો નવો વેરિએન્ટ JN.1ની દસ્તકે બધા લોકોની ચિંતા વધારી દીધી છે. અલગ અલગ રાજ્યોમાં તેને લઈને સતર્કતા વધી રહી છે. બીજી બાજુ કેરલ, કર્નાટકા અને પંજાબ સરકારે તો ભીડવાળી જગ્યાઓ પર માસ્ક પહેરવુ ફરજીયાત કરી દીધુ છે.
ADVERTISEMENT

જાણવા મળતી વિગત અનુસાર 24 ડિસેમ્બર સુધીમાં દેશમાં જેએન.1ના કુલ 63 કેસ નોંધાયા છે. નવા વેરિએન્ટના સૌધી વધારે કેસ ગોવામાંથી સામે આવ્યા છે. જ્યાં 34 કેસ નોંધાયા છે. આ સિવાય મહારાષ્ટ્રમાં 9, કર્ણાટકમાં 8, કેરલમાં 6, તામિલનાડુમાં 4 અને તેલંગણામાં 2 કેસ નોંધાયા છે.
ADVERTISEMENT
મહારાષ્ટ્રમાં રવિવારે કોરોના સંક્રમણના 50 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કોરોનાની મહામારી ફેલાઈ ત્યાંથી અત્યાર સુધીમાં 81 લાખ 72 હજાર 135 કેસ નોંધાયા છે. સ્વાસ્થય વિભાગે બુલેટિન જાહેર કરતા નવા 9 જેએન.1 વેરિએન્ટ સામે આવ્યા છે. JN.1.1થી પીડિત લોકોમાં થાણેના 5, પુણેના 2, અકોલા શહેરમાં એક અને સિંધુદુર્ગ જિલ્લામાંથી એક-એક કેસ નોંધાયો છે...પુણેમાંથી આવેલા એક દર્દીઓ અમેરિકાની યાત્રા કરી હતી. બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે જેએન.1માંથી અત્યારે બધા લોકો બહાર આવી રહ્યાં છે. અત્યારે એક પણ કેસ હોસ્પિટલમાં દાખલ નથી.
દિલ્લી સરકારે JN.1 પર નજર રાખવાની સાથે જ તપાસ વધારી દેવાની યોજના પર ભાર મુક્યો છે. તહેવારોની સિઝન વચ્ચે કોવિડના કેસ સતત વધી રહ્યાં છે. જેમાં દિલ્લીમાં ડોક્ટરોએ લોકોને માસ્ક પહેરવા અને ભીડવાળા વિસ્તારથી બચવુ અને સ્વસ્થ આહાર લેવાની સલાહ આપી હતી. આપણે સૌ જાણીએ છીએ કે ઓમિક્રોન કોવિડ મહારમાીની વિનાશકારી ત્રીજી લહેરમાં 2022ની શરૂઆતમાં જ દિલ્લીમાં સંક્રમણના રેકોર્ડમાં વૃદ્ધિ થઈ હતી.. ડેલ્ટા વેરિએન્ટવાળી બીજી લહેરમાં અન્ય જગ્યાઓની જેમ રાષ્ટ્રીય રાજધાનીમાં પણ 2021માં કહેર જોવા મળ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.