બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / The movie The Kerala Story is ready to make a splash on OTT Find out when and where the stream will be

મનોરંજન / ફિલ્મ 'The Kerala Story' થિયેટર બાદ OTT પર ધૂમ મચાવવા માટે તૈયાર! જાણો ક્યારે અને ક્યાં થશે સ્ટ્રીમ

Megha

Last Updated: 12:46 PM, 8 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થિયેટરોમાં ધમાલ મચાવ્યા બાદ, 'ધ કેરલા સ્ટોરી' OTT પર ધૂમ મચાવવા માટે તૈયાર છે નિર્માતાઓએ રિલીઝ દરમિયાન સ્ટ્રીમિંગ પાર્ટનરની જાહેરાત કરી ન હતી પણ હવે તેઓએ એક ડીલ ફાઈનલ કરી છે

  • ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' OTT પર પણ રિલીઝ થવાની તૈયારીમાં છે
  • સ્ટ્રીમિંગ પાર્ટનર માટે એક ડીલ ફાઈનલ કરી
  • અદાએ સોશિયલ મીડિયા દ્વારા લોકોનો આભાર માન્યો

ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' સિનેમાઘરોમાં આવે તે પહેલા જ વિવાદોમાં ચાલી રહી હતી. ફિલ્મની વાર્તા કેરળની ચાર છોકરીઓના ધર્મ પરિવર્તન પર આધારિત છે, જેના કારણે ઘણા લોકો તેની રિલીઝની વિરુદ્ધ હતા. જો કે ચાલી રહેલો વિવાદ હજુ પણ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. એવામાં તાજેતરમાં સમાચાર આવી રહ્યા છે કે કેરલા સ્ટોરી OTT પર પણ રિલીઝ થવાની તૈયારીમાં છે.

અદાએ સોશિયલ મીડિયા દ્વારા લોકોનો આભાર માન્યો
ફિલ્મ પર દર્શકોના સકારાત્મક પ્રતિસાદ પછી ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અદાએ સોશિયલ મીડિયા દ્વારા લોકોનો આભાર માન્યો છે. ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મની તસવીર શેર કરતા તેણે લખ્યું, 'થિયેટરમાં સ્ટેન્ડિંગ ઓવેશન, માનનીય PM એ અમારી ફિલ્મ ધ કેરલા સ્ટોરીનો ઉલ્લેખ કર્યો, વિવેચકો અને દર્શકોએ મારા અભિનયની પ્રશંસા કરી, તમારામાંથી ઘણાએ બમ્પર ઓપનિંગ અને હાઉસફુલનો આનંદ માણ્યો. સંદેશ લીધો. મેં આટલા બધા સપના ક્યારેય જોયા ન હતા.'

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Adah Sharma (@adah_ki_adah)

'ધ કેરલા સ્ટોરી' OTT પર ધૂમ મચાવવા માટે તૈયાર
હવે થિયેટરોમાં ધમાલ મચાવ્યા બાદ, 'ધ કેરલા સ્ટોરી' OTT પર પણ ધૂમ મચાવવા માટે તૈયાર છે. ફિલ્મ રિલીઝ થયા બાદ તેને ઘણા વિવાદોમાંથી પસાર થવું પડ્યું હતું. આમ છતાં આ ફિલ્મને સોશિયલ મીડિયા પર ચાહકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સિનેમાઘરોમાં આ ફિલ્મના શો હાઉસફુલ થઈ રહ્યા છે. હવે આ જોઈને મેકર્સે તેને OTT પર પણ રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. 

સ્ટ્રીમિંગ પાર્ટનર માટે એક ડીલ ફાઈનલ કરી
જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી'ના નિર્માતાઓએ રિલીઝ દરમિયાન સ્ટ્રીમિંગ પાર્ટનરની જાહેરાત કરી ન હતી પણ હવે તેઓએ એક ડીલ ફાઈનલ કરી છે. રિપોર્ટ્સ અનુસાર ઝી નેટવર્કે 'ધ કેરલા સ્ટોરી'ના સ્ટ્રીમિંગ રાઇટ્સ ખરીદ્યા છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ