બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / The Meteorological Department has predicted that there will be no possibility of change in temperature for the next 3 days

તાપમાન / વરસાદ, ઠંડી કે ગરમી? ગુજરાતમાં આગામી 5 દિવસ વાતાવરણ કેવું રહેશે? હવામાન વિભાગે કરી એવરેજ આગાહી

Dinesh

Last Updated: 06:43 PM, 11 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

gujarat wethar updated: હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 3 દિવસ તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહીવત રહેશે જ્યારે  3 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે

  • આગામી 5 દિવસ વાતાવરણ સૂકુ રહેશે 
  • આગામી 3 દિવસ તાપમાનમાં ફેરફારની શક્યતા નહી 
  • 3 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે 


gujarat wethar updated: ગુલાબી ઠંડી વચ્ચે હવામાન વિભાગે ફરી એકવાર રાજ્યના તાપમાનને લઈ આગાહી કરી છે. આગામી 5 દિવસ વાતાવરણ સૂકુ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આપને જણાવીએ કે, આગામી 3 દિવસ તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહીવત રહેશે જ્યારે  3 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થઈ શકે. તાપમાન ઘટતા ફરી ઠંડીમાં થશે વધારો

ક્યાં કેટલો તાપમાન ?
હવામાન વિભાગે છેલ્લા 24 કલાકના તાપમાનની વાત કરતા કહ્યું કે, સૌરાષ્ટ્ર રિઝન સામાન્ય વરસાદ થયો છે. દાહોદમાં પણ હળવો વરસાદ વરસ્યો છે. આજે અમદાવાદમાં તાપમાન 27 ડિગ્રી નોંધાયું છે. જ્યારે વડોદરામાં 29 અને સુરતમાં 31.4 જ્યારે રાજકોટમાં 31.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. દ્વારકામાં 27 અને ભૂજમાં 26.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે વેરાવળમાં 30 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 

પતંગ રસિયાઓના મનમાં ચિંતા
ઉત્તરાયણને હવે ઝાઝા દિવસો બાકી નથી રહ્યાં. ત્યારે દર વર્ષની જેમ આ વખતે પણ કદાચ પતંગ રસિયાઓના મનમાં એ ચિંતા સતાવતી હશે કે આ વર્ષે ઉત્તરાયણ પર પવન કેવો હશે. કારણ કે દર વર્ષે ઉત્તરાયણના દિવસે સવાર-સવારમાં પવનની ગતિ સારી રહેતી હોય છે પરંતુ બપોર બાદ પવનની ગતિ ઓછી થઈ જતી હોય છે. આથી પતંગ રસિકોની મજા બગડતી હોય છે. ત્યારે તાજેતરમાં જ ઉત્તરાયણના પવનને લઇ અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી છે.

Makar Sankranti 2024 uttarayan wind speed in gujarat

વાંચવા જેવું: ચાર હજારના ડીઝલમાં જે કામ થાય એ 30 રૂપિયામાં થઈ જશે! ગુજરાતમાં ઈલેક્ટ્રિક ટ્રેક્ટરે ઊભું કર્યું આકર્ષણ 

અંબાલાલની આગાહી
અંબાલાલ પટેલે જણાવ્યું કે, અમદાવાદમાં પતંગના રસિકો માટે સારા સમાચાર છે. આ વખતે પવનની ગતિ સારી રહેશે. આ વખતે ઉત્તરાયણ ઉપર વાતાવરણ સાનુકૂળ રહેશે. ઉત્તરાયણના રોજ ઠંડા પવનો ફૂંકાય તેવી શક્યતા જોવા મળી રહી છે.' એટલે કે એમ કહી શકાય કે આ વખતે ઉત્તરાયણ પર સારો એવો પવન રહેવાની શક્યતા છે. અત્રે નોંધનીય છે કે, હાલ સમગ્ર રાજ્ય (Gujarat) માં ઠંડીનું જોર યથાવત છે.  રાજ્યમાં તારીખ 11 જાન્યુઆરીએ ઠંડીનો ચમકારો વધશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ