બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The work done in four thousand diesel will be done in 30 rupees! Electric tractors created attraction in Gujarat

વાઇબ્રન્ટ ગુજરાત 2024 / ચાર હજારના ડીઝલમાં જે કામ થાય એ 30 રૂપિયામાં થઈ જશે! ગુજરાતમાં ઈલેક્ટ્રિક ટ્રેક્ટરે ઊભું કર્યું આકર્ષણ

Priyakant

Last Updated: 03:22 PM, 11 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vibrant Gujarat 2024 Latest News: હવે ટુ, થ્રિ અને ફોર વ્હીકલ સાથે ટ્રેકટર પણ ઇલેક્ટ્રિક આવી ગયું, એક ખાનગી કંપની દ્વારા આ ટ્રેકટર બનાવાયું, ખેડૂતો માટે વધુ ઉપયોગી નિવડશે ઈ-વ્હિકલ

  • ટ્રેડ શોમાં ઈ-વ્હિકલનું અનોખું પ્રદર્શન
  • ઈલેક્ટ્રિક ટ્રેક્ટરનું વિશેષ પ્રદર્શન
  • ખેડૂતો માટે વધુ ઉપયોગી નિવડશે ઈ-વ્હિકલ
  • નાના ટ્રેક્ટરની કિંમત 6 લાખ રૂપિયા
  • મોટા ટ્રેક્ટરની કિંમત 13 લાખ રૂપિયા

Vibrant Gujarat 2024 : ગાંધીનગરના મહાત્મા મંદિરમાં હાલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ચાલી રહી છે. આ દરમિયાન અહીં ગાંધીનગર ટ્રેડ શો માં ઇલેક્ટ્રિક વ્હીકલે પણ એક અલગ આકર્ષણ ઉભું કર્યું. જ્યાં સામાન્ય ઇલેક્ટ્રિક વેહિકલ સાથે જગતના તાત ને મદદરૂપ થતા વેહિકલ તેમજ ભવિષ્યમાં દેશમાં જોવા મળનાર  વ્હીકલે પણ જોવા મળ્યા. જોકે અહીં ઇલેક્ટ્રિક ટ્રેક્ટર પણ જોવા મળ્યું હતું. આવો જાણીએ કે કેવું છે આ ઇલેક્ટ્રિક ટ્રેક્ટર. 

ગાંધીનગર ટ્રેડ શો માં ઇલેક્ટ્રિક વ્હીકલ તરીકે ટ્રેકટર જોવા મળ્યું છે. વાત જાણે એમ છે કે, ટ્રેકટર કે જેના વિશે તમામ લોકો જાણે છે. જે ટ્રેકટરનો સૌથી વધુ ઉપયોગ જગતના તાત એવા ખેડૂતો ખેતી માટે અને શહેરમાં ભારે સમાન હેરાફેરીમાં એનો ઉપયોગ થાય છે પણ આ ટ્રેકટર અલગ છે. અલગ એટલા માટે કેમ કે આ ટ્રેકટર ઇલેક્ટ્રિક ટ્રેકટર છે. સાંભળીને નવાઈ લાગશે. પણ હવે ટુ, થ્રિ અને ફોર વ્હીકલ સાથે ટ્રેકટર પણ ઇલેક્ટ્રિક આવી ગયા છે. એક ખાનગી કંપની દ્વારા આ ટ્રેકટર બનાવાયા છે. 

શું કહે છે કંપની ધારક ? 
કંપની ધારકનું માનવું છે કે, તેમના ઇલેક્ટ્રિક ટ્રેકટરથી જે ખેડૂત ટ્રેકટર ઉપયોગ કરતા 3 કે 4 હજારના ઇંધણનો ઉપયોગ કરે છે તેને 20 થી 30 રૂપિયામાં કામ કરી શકશે. એટલે કે ખેડૂત ને સીધો અને અધિક ફાયદો થશે. જે નાનું ટ્રેકટર 6 લાખ અને મોટું ટ્રેકટર 13 લાખ આસપાસ પડે છે. અને એક વાર ચાર્જ કરવા પર તે ટ્રેકટર 8 કલાક ચાલે છે તેવું સંચાલક નું માનવું છે. જે ટ્રેક્ટરનો સૌરાષ્ટ્રમાં ખેડૂતો ઉપયોગ કરતા થઈ ગયાનું પણ સંચાલકે જણાવ્યું.

વડાપ્રધાન મોદીએ કરી મુલાકાત 
આ ટ્રેડ શોમાં સૌથી અલગ અને આધુનિક ટેકનોલોજી નુ સાધન સ્કાય દ્રાઈવ હતું. જેની વડાપ્રધાને મુલાકાત કરી હતી. ખાનગી કાર કંપની અને સ્કાય દ્રાઈવ ટાઈપ કરી આ ડ્રોન જેવું એર ટેક્સી વિકસાવાઈ રહ્યું છે. જાપાન ખાતે તેનું મેન્યુફેક્ચરિંગ ચાલી રહ્યું છે. જેમાં પાઇલટ સાથે કુલ ત્રણ લોકો બેસી મુસાફરી કરી શકશે. જેનો અવાજ પણ ઘણો ઓછો હશે. તેમજ વજનમાં પણ હલકું રહે તેવો પ્રયાસ કરાયો છે. જેના માટે બેટરી નાની રાખતા 15 કિમિ ની જ રેન્જ રખાઈ છે. જેથી તે વજનમાં હલકું છે. જે રેન્જ ભવિષ્યમાં વધારવાની વિચારણા છે. જોકે હાલ પ્રથમ તબક્કે તૈયાર કરેલ મોડેલ ટ્રેડ શો માં રખાયું. જેણે અલગ આકર્ષણ ઉભું કર્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ