બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / The meteorological department has made a big forecast for rain

શાહીનના સુસવાટા / ગુજરાત પર 24 કલાક 'ભારે': હવામાન વિભાગની મોટી આગાહી, આ જિલ્લામાં ખાબકશે વરસાદ

Vishnu

Last Updated: 11:33 PM, 29 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે ગુજરાતમાં સરેરાશ 3 ટકા વરસાદની ઘટ રહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં 13 ટકા વધુ વરસાદ થયો: હવામાન વિભાગ

  • રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી
  • આગામી 24 કલાકમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે
  • દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે.આગામી 24 કલાકમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી.દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્ય 60 કિમીની ઝડપે પવન ફૂંકાશે તો મહત્તમ 90ની ગતિના પવન ફુંકાવાની પણ શક્યતા છે.જેને લઈને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે તો બીજી તરફ દરિયા આસપાસના વિસ્તારોને એલર્ટ અપાયું છે.

આ જિલ્લામાં ભારે વરસાદ: હવામાન વિભાગ
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ભરૂચ, આણંદ, ભાવનગરમાં મધ્યમથી ભારે વરસાદ, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથમાં ભારે વરસાદનું અનુમાન છે. તો ઉત્તર ગુજરાતમા સામાન્ય વરસાદ અને કચ્છમાં શાહિનને કારણે સૌથી વધુ વરસાદ પડે તેવી શક્યતા છે.અમદાવાદના શહેરી વિસ્તારમાં સામાન્ય વરસાદ અને ગ્રામ્ય વિસ્તારોમાં અતિભારે થી  ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

સાયકલોન રચાશે તો નામ શાહીન રહેશેઃ હવામાન વિભાગ
ગુલાબ વાવાઝોડાની આંખ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઇ શકે છે જેને લીધે નવું વાવાઝોડું સાયક્લોન ગુજરાતના કચ્છમાં ત્રાટકવાની સંભાવના છે.જે કચ્છના નલિયા થઈ પાકિસ્તાન ઓમાન તરફ જવાની શક્યતા છે. એટલે કે અરબી સમુદ્રમાં સાયકલોન બની આગળ વધી શકે છે. તો શાહિનના સંકટને લઈ ગુજરાત સરકાર સજ્જ જોવા મળી રહી છે. તાકીદે તંત્રને એલર્ટ રહેવાના આદેશ આપી દીધા છે.

હવે ગુજરાતમાં 3 ટકા વરસાદની ઘટ રહી
આજથી એક મહિના પહેલા ગુજરાત પર દુષ્કાળના ભણકારા વાગી રહ્યા છે રાજ્યમાં 46% વરસાદની ઘટ જોવા મળી રહી હતી. ત્યારે સપ્ટેમ્બર માસની પ્રથમ સપ્તાહ અને બાદમાં અંતમાં સારો વરસાદ પડતાં હવે ગુજરાતમાં સરેરાશ 3 ટકા વરસાદની ઘટ રહી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 13 ટકા વધુ વરસાદ નોંધાયો છે. હવે જો શાહિન વાવાઝોડાની અસર ગુજરાતમાં જોવા મળશે તો ખેડૂતોને મોટા પાયે નુકસાન જવાની ભીતિ છે અને ગુજરાતના અનેક જિલ્લાના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગળાડૂબ થવાની સંભાવના છે.

સૌરાષ્ટ્ર-કચ્છના 6 જિલ્લામાં ઓરેન્જ અલર્ટ
નોંધનીય છે કે હજુ આગામી 48 કલાક શાહીન વાવાઝોડાને જોતાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત કુલ છ જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ અલર્ટ આપી દેવામાં આવ્યું છે.જેમાં કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢનો સમાવેશ થાય છે શાહિન વાવાઝોડાને કારણે અહી સુસવાટા મારતો પવન ફુંકાઈ શકે સાથે ભારે વરસાદ પણ ખાબકી શકે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Meteorological Department Rain forecast gujarat saheen cyclone ગુજરાત વરસાદ આગાહી શાહીન વાવાઝોડું હવામાન વિભાગ SHAHIN CYCLONE
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ