બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / The meeting was completed with the transfer of teachers

ગાંધીનગર / બદલીના ડખા વચ્ચે શિક્ષકો માટે ગુડ ન્યૂઝ,નિયમો સંદર્ભે રચાયેલી કમિટીમાં ટ્રાન્સફરને લઈ સધાઈ સહમતિ, આખરી નિર્ણય હવે..

Dinesh

Last Updated: 06:58 PM, 6 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વીજયસિંહ જાડેજાએ કહ્યું કે, અમારી માંગણી હતી કે, ઓનલાઈન અને જિલ્લા ફેરના કેમ્પો ઝડપી કરવામાં આવે, જ્યા જ્યા કોર્ટ મેટર કે અન્ય વિસગતતા છે તે દૂર કરવામાં આવે.

  • શિક્ષકોની બદલીને લઈ બેઠક પૂર્ણ
  • બદલીના નિયમ સંદર્ભે કમિટીની બેઠક પૂર્ણ
  • કમિટીમાં શિક્ષકોની બદલી બાબતે સહમતી સધાઈ


શિક્ષકોની બદલીને લઈ ચાલી રહેલી બેઠક પૂર્ણ થઈ છે. શિક્ષકોની બદલી માટે નિયમો સંદર્ભે રચાયેલી કમિટીની બેઠક પૂર્ણ થઈ છે. બદલીના નિયમ સંદર્ભે કમિટીની બેઠક પૂર્ણ થઈ છે.

શિક્ષકોની બદલી સંદર્ભે સરકાર  આખરી નિર્ણય કરશે 
કમિટીમાં શિક્ષકોની બદલી બાબતે સહમતી સધાઈ છે તેમજ બેઠકમાં ઠરાવના સુધારા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરાઈ છે. શિક્ષકોની બદલી સંદર્ભે સરકાર  આખરી નિર્ણય કરશે તેમજ નિયામક તથા શિક્ષણમંત્રી કક્ષાએ આગામી દિવસોમાં ચર્ચા થશે. કોર્ટમાં ચાલી રહેલ કેસોમાં પણ નવા ઠરાવના પગલે પોઝિટિવ નિરાકરણ આવશે. આગામી સત્રથી શિક્ષકો બદલીના સ્થળે નોકરી કરે તેવા વિભાગ દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવશે 

પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખનું નિવેદન
પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વીજયસિંહ જાડેજાએ જણાવ્યું કે, વર્ષ 2022 જે જે કોર્ટ મેટરો થઈ હતી અને જે અનુસંધાને તેમજ ઓનલાઈન બદલીઓના કેમ્પો થયા હતા તેમને રિલિઝ કરવા માટે જે પ્રક્રિયા સ્થગિત થઈ હતી જેના માટે શિક્ષણ વિભાગ દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી હતી. જે અનુસંધાને ચાર બેઠકો થઈ હતી તેમણે કહ્યું કે, આજની અતિમ બેઠકમાં જે ચર્ચા કરવાની હતી જે કમિટિ લેવેલે પૂર્ણ થઈ છે આગળની પ્રક્રિયા નિયામક તેમજ શિક્ષણ વિભાગ અને મંત્રીકક્ષાએ આખરી ઓપ આપી જે નિયમો છે તે ઝડપથી બહાર પાડી અને જે બદલી કેમ્પો અટકેલા છે ઝડપી કરવામાં આવે એવી અમારી રજૂઆત અને માગણી હતી. 

'ઓનલાઈન અને જિલ્લા ફેરના કેમ્પો ઝડપી કરવામાં આવે'
દિગ્વીજયસિંહ જાડેજાએ કહ્યું કે, અમારી માંગણી હતી કે, ઓનલાઈન અને જિલ્લા ફેરના કેમ્પો ઝડપી કરવામાં આવે, જ્યાં જ્યા કોર્ટ મેટર કે અન્ય વિસગતતા છે દૂર કરવામાં આવે તેવી ચર્ચા અને માંગણીઓ કરવામાં આવી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ