બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / The meeting to decide the leader of the Gujarat Congress party MLA party is over

ઠરાવ / ગુજરાત કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય દળના નેતા નક્કી કરવા માટેની બેઠક પૂર્ણ, લેવાયો આ મોટો નિર્ણય

Dinesh

Last Updated: 09:26 PM, 18 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય દળના નેતા બાબતે જગદીશ ઠાકોરનું નિવેદન, કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય દળના નેતા નક્કી કરવાનો આજે ઠરાવ થયો અને તે રાષ્ટ્રીય અધ્યક્ષને મોકલી આપ્યો છે

  • કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરનું નિવેદન 
  • કોંગ્રેસ પક્ષના નેતા નક્કી કરવાનો આજે ઠરાવ થયો: જગદીશ ઠાકોર
  • એક લીટીનો ઠરાવ કરીને રાષ્ટ્રીય પ્રમુખને મોકલી આપ્યો છેઃ ઠાકોર


ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ છે જે બાદ કોંગ્રેસ મંથન શરૂ કર્યું હતું જેમાં તેમણે ગુજરાતના ઝોન વાઈઝ બેઠકો પણ યોજી હતી. જે બાદ કોંગ્રેસની આજે ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. જે બેઠક બાદ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે.

કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરનું નિવેદન 
કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, AICCના ઇન્ચાર્જ બી કે હરિપ્રસાદના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી તેમણે કહ્યું કે, તમામ ધારાસભ્યોએ એક લીટીની ઠરાવ કરીને રાષ્ટ્રીય પ્રમુખને મોકલી આપ્યો છે તેમણે કહ્યું કે, કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય દળના નેતા નક્કી કરવાનો અધિકાર રાષ્ટ્રીય પ્રમુખને સોંપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પક્ષના ધારસભ્ય દના નેતા તરીકે સર્વોનુમત્તે ઠરાવ રાષ્ટીય કોંગ્રેસ અધ્યક્ષને મોકલી આપ્યો છે. 

હાર બાદ કોંગ્રેસનું મંથન થયું હતું
અગાઉ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરની અધ્યક્ષતામાં હારની સમીક્ષા બેઠક મળી હતી. વિધાનસભાની ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસનું મંથન કર્યું હતું. જે બેઠકમાં બાદ ઈમરાન ખેડાવાલાનું મહત્વનું નિવેદન પણ સામે આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણીમાં ભલે હાર થઈ પરંતુ લોકોને કોંગ્રેસમાં આજે પણ વિશ્વાસ છે તેમણે કહ્યું હતું કે, ચૂંટણીમાં અનેક સ્થળે ભાજપે સરકારી મશિનરીનો દૂરૂપયોગ કર્યો છે. હાર માટે પ્રદેશના નેતૃત્વની જવાબદારી પર પણ ખેડાવાલાએ પ્રતિક્રિયા સામે આવી હતી. તેમણે કહ્યું હતું કે, હાર માટે પ્રદેશનું માળખુ નહીં પણ ઉમેદવાર જવાબદાર હોય છે. તેમણે કહ્યું હતુ કે, પ્રદેશ હાઈકમાન્ડ માર્ગદર્શન આપે પરંતુ ફિલ્ડમાં લડવાનુ કામ ઉમેદવારનું છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ