The magical sand that turns to gold when heated, the jeweler bought it for Rs 50 lakh and ...
OMG /
જાદુઇ રેતી જે ગરમ કરવા પર સોનું થઈ જાય, ઝવેરીએ 50 લાખ આપીને ખરીદી અને...
Team VTV05:31 PM, 23 Jan 21
| Updated: 05:39 PM, 23 Jan 21
જાદુઈ રેતી ગરમ કરવા પર તે સોનું થઈ જશે અને અને એક આ વાતને મહારાષ્ટ્રના પૂણે શહેરમાં રહેતા જ્વેલરીનો વ્યવસાય કરતાં વ્યક્તિએ સાચી માની લીધી.
મહારાષ્ટ્રના પૂણેમાં બની આ ઘટના
જાદુઇ રેતીના બહાને પડાવ્યા 50 લાખ
ઝવેરીએ એક વર્ષ સુધી તિજોરીમાં રેતી સાચવી રાખી
મહારાષ્ટ્રના પૂણે શહેરમાં રહેતા એક વ્યક્તિને ઠગી લેવામાં આવ્યો હતો. પૂણે શહેરમાં રહેતો આ માણસ સોનીનો વ્યવસાય કરતો હતો અને તેને એક વ્યક્તિએ એવી લાલચમા ફસાવ્યો હતો કે આઅ જાદુઇ રેતી છે અને તેણે જો ગરમ કરીશ તો તે સોનું બની જશે, આ મામલે આ સોનીએ 50 લાખથી વધુના દાગીના આપીને આ રેતી ખરીદી હતી.
બંગાળની વિશેષ રેતી જે ગરમ કરવા પર સોનું થઈ જાય...
એક વર્ષ સુધી, તે વિશ્વાસ સાથે બંગાળની તે જાદુઈ રેતી બચાવી રાખેલી કે એક દિવસ હું તેને ગરમ કરીશ અને તે સોનું થઈ જશે. પરંતુ જ્યારે તે સોનું ન બની ત્યારે તે પોલીસ પાસે ગયો અને એક વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી, આમ એક વ્યક્તિ આ અજબ પ્રકારની ઠગીનો શિકાર બની ગયો હતો.
પૂણેના હદસપુરના રહેવાસી એક ઝવેરીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોતાની ફરિયાદમાં ઝવેરીએ કહ્યું કે એક વર્ષ પહેલા આરોપી વ્યક્તિ તેની દુકાન પર આવ્યો હતો. ત્યારથી, તેઓ સતત મુલાકાત લેતા હતા. અને તે પછી તે બંને મિત્રો બની ગયા હતા. આરોપી શખ્સે ઝવેરીના પરિવારનો પણ વિશ્વાસ મેળવી લીધો હતો અને તેને ડેરી ઉત્પાદનોની સપ્લાય શરૂ કરી દીધી હતી. આ દરમિયાન આ આરોપીએ સોનીને આ અંગેની વાત કરી હતી અને કહ્યું હતું કે તેની પાસે બંગાળની વિશેષ જાદુઇ રેતી છે અને તેને ગરમ કરવાથી તે સોનું બની જાય છે.
ચાર કિલો રેતીના બદલામાં 50 લાખના દાગીના
આરોપીએ ઝવેરીને ચાર કિલો આ વિશેષ રેતી ભરેલી થેલી આપી અને કહ્યું કે તે બંગાળની વિશેષ રેતી છે, જો ગરમ થાય તો તે સોનું થઈ જશે. ઝવેરીએ આની સામે આરોપીને 30 લાખ રૂપિયા રોકડા અને 20 લાખ જેટલી કિંમતનું સોનું આપ્યું હતું.
ઝવેરીએ એક વર્ષ માટે તિજોરીમાં રેતીને સાચવીને મૂકી દીધી હતી. એક દિવસ જ્યારે તેણે આ રેતીને ગરમ કરી ત્યારે ઝવેરીને સમજાયું કે તેની સાથે છેતરપિંડી કરાઇ છે અને રેતીના બદલામાં તેને ઝવેરીએ 50 લાખ રૂપિયા ગુમાવ્યા છે. ત્યારબાદ તેણે પોલીસમાં આ અંગેનો કેસ નોંધાવ્યો હતો. આરોપી વ્યક્તિની સામે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે.