ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / The luck of selling vegetables is shining! The lottery that won a lottery ticket was thrown away today.
ADVERTISEMENT
ADVERTISEMENT
કોલકાતાના દમદમ વિસ્તારમાં રહેતા એક શાકભાજીની દુકાન ચલાવનાર આ શખ્સે નગાલેન્ડ લોટરીની ટીકીટ ખરીદી હતી. લોટરીના ઇનામોનું એલાન થયા બાદ ઘણા લોકોએ કહ્યું કે તું ઇનામ નથી જીત્યો. દુકાનદારે નિરાશ થઈ ટીકીટ કચરાપેટીમાં નાખી દીધી. ત્યારબાદ તેમને ૧ ટીકીટ પર ૧ કરોડનું ઇનામ મળ્યું તેવી જાણકારી મળી. ત્યારબાદ આ વાત પોતાની પત્ની અમીનને કીધી ત્યારે અમીનાએ કચરાપેટીમાં ટીકીટની શોધખોળ કરી. તેમને કચરાપેટીમાંથી ટીકીટ મળતા તેમની ખુશીનો કોઈ પાર નહિ. ખાસ વાત તે છે કે તેમણે જે પાંચ ટીકીટ ખરીદી હતી તેમાંથી એક ટીકીટ પર ૧ કરોડ અને બીજી ચાર તકિત પર ૧-૧ લાખનું ઇનામ મળ્યું.
બન્ને ટિકિટ પર 1-1 લાખનું ઇનામ
દુકાનદારની વાત સાંભળીને સાદિક ઘરે પહોંચ્યો અને તેના પત્ની અમીનાને સમગ્ર વાત જણાવી. સાદિક અને તેમની પત્ની અમીનાએ તાત્કાલિક કચરાપેટીમાં ટિકીટોને શોધવાની શરૂ કરી દીધી. ઘણી શોધખોળ બાદ સાદિકને ટિકીટ મળી તો પરિવાર ખુશીથી ઝૂમી ઉઠ્યો. ખાસ વાત એ છે કે સાદિકે જે પાંચ ટિકીટ ખરીદતા હતા, તેમાં તેમણે એક પર એક કરોડ અને બાકી ચાર ટિકીટો પર 1-1 લાખ રૂપિયા ઇનામ મળ્યું.
ADVERTISEMENT
બુક કરાવી SUV કાર
સાદિકની પત્ની અમીનાએ કહ્યું કે લૉટરીના આ પૈસાતી તેમનું જીવન બદલી શકે છે. અમીનાએ જણાવ્યું કે સાદિકે પોતાના બાળકો માટે એક એસયૂવી બુક કરાવી છે. આ સિવાય તેઓ પાતાના બાળકોને સારી શાળામાં ભણાવવા માટે મોકલવા માંગે છે. અમીનાએ કહ્યું કે તેમનો પરિવાર ઘણો ખુશ છે અને હવે તેઓ આ પૈસા આવવાની રાહ જોઇ રહ્યા છે. જણાવાય રહ્યું છે કે સાદિક અને અમીનાને લૉટરી ટિકીટના આ પૈસા આગામી 2-3 મહીનામાં મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો