બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / The Kerala Story controversy know which states banning the film and where is it tax free
Arohi
Last Updated: 09:54 AM, 11 May 2023
ADVERTISEMENT
બોલિવુડ એક્ટ્રેસ અદા શર્માની ફિલ્મ 'ધ કેરલ સ્ટોરી' બોક્સ ઓફિસ પર છપ્પરફાડ કલેક્શન કરી રહી છે. આ ફિલ્મે કમાણીના મામલે તહેલકો મચાવી દીધો છે. દરરોજ 'ધ કેરલ સ્ટોરી' ડબલ ડિજિટમાં કલેક્શન કરી રહી છે. તેનાથી અંદાજો લગાવી શકાય છે કે આ મૂવીને ઓડિયન્સથી જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. ત્યાં જ દેશના ઘણા રાજ્યોમાં 'ધ કેરલ સ્ટોરી' બેન થઈ ગઈ છે તો ઘણા રાજ્યોમાં ટેક્સ ફ્રી થઈ ગઈ છે.
ADVERTISEMENT
આ રાજ્યોમાં ફિલ્મને કરવામાં આવી બેન
રિલીઝની સાથે જ 'ધ કેરલ સ્ટોરી'ને લઈને વિવાદ ચાલી રહ્યો છે. દેશના અલગ અલગ રાજ્ય સરકારોનું કહેવું છે કે આ ફિલ્મ એક ખાસ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. તેને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળ, તમિલનાડુમાં આ ફિલ્મ બેન કરી દેવામાં આવી છે. તેને કેરલામાં પણ બેન કરવાની માંગ ઉઠી રહી છે. પરંતુ હાઈ કોર્ટે એવું કરવાનો ઈનકાર કરી દીધો હતો. જોકે કેરલામાં આ ફિલ્મ અમુક થિએટર્સમાં જ દર્શાવવામાં આવી રહી છે.
આ રાજ્યોમાં ટેક્સ ફ્રી થઈ 'ધ કેરલ સ્ટોરી'
એક તરફ ઘણા રાજ્યોમાં 'ધ કેરલ સ્ટોરી'ને બેન કરવામાં આવી રહી છે તો ત્યાં જ મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને હવે હરિયાણાની સરકારે ફિલ્મને ટેક્સ ફ્રી કરી દીધી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Bhul Bhulaiyaa 3 Trailer / મંજુલિકાનું ડરામણું રૂપ! ભૂલ ભુલૈયા 3નું ટ્રેલર રીલીઝ, હોરર કોમેડી જોવા જેવી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.